AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેન પર રશિયન હુમલાથી રોમાનિયાને ફટકો, સરહદી વિસ્તારોમાં વાહનવ્યવહાર બંધ

યુક્રેનમાં થઈ રહેલ ડ્રોન હુમલાઓને કારણે તુલ્સિયા કાઉન્ટીના ઈસાશિયામાં ડેન્યુબ ક્રોસિંગ તરફ ટ્રાફિકને અસર થઈ છે. ડેન્યુબ નદીની રોમાનિયન બાજુથી શૉટ કરાયેલ વિડિયોમાં યુક્રેનિયન એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમની આગના તીવ્ર વિસ્ફોટોમાંથી નીકળતી જ્વાળાઓ સ્પષ્ટ દેખાતી હતી.

યુક્રેન પર રશિયન હુમલાથી રોમાનિયાને ફટકો, સરહદી વિસ્તારોમાં વાહનવ્યવહાર બંધ
Russian attack
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 11:20 PM
Share

સોમવારે રાત્રે રશિયા (Russia) એ રોમાનિયા સરહદ નજીકના યુક્રેનિયન વિસ્તારો પર શ્રેણીબદ્ધ ડ્રોન હુમલા (Drone attack) શરૂ કર્યા હતા, પરંતુ યુક્રેને તેના ડ્રોન વિરોધી હથિયારોથી ગોળીબાર કરીને પોતાનો બચાવ કર્યો હતો. આ સમય દરમિયાન માત્ર યુક્રેન (Ukraine) જ નહીં પરંતુ રોમાનિયામાંથી પણ વિસ્ફોટોથી આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી. યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે કે તેમણે 38માંથી 26 રશિયન એટેક ડ્રોનને રાતોરાત તોડી પાડ્યા છે.

રશિયાએ યુક્રેન પર હવાઈ હુમલો કર્યો

રોમાનિયાની બોર્ડર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુક્રેન તરફ થયેલા હુમલાઓને કારણે તુલ્સિયા કાઉન્ટીના ઇસાસિયામાં ડેન્યૂબ ક્રોસિંગ તરફનો ટ્રાફિક પ્રભાવિત થયો છે અને આ માર્ગો પરનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. નદી પાર કરી રહેલા એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં સ્પષ્ટપણે યુક્રેનમાં થયેલા વિસ્ફોટો દર્શાવવામાં આવ્યા હતા, જે રોમાનિયામાં સરહદ પારથી પણ જોવા મળ્યા હતા.

‘રશિયા યુક્રેનની અનાજની નિકાસને નિશાન બનાવી રહ્યું છે’

રશિયાએ ઓડેસાના કાળા સમુદ્રની નજીક ડ્રોન હુમલા શરૂ કર્યા હતા જેનાથી વેરહાઉસને નુકસાન પહોંચ્યું હતું, ડઝનેક ટ્રક સળગાવી હતી અને રોમાનિયા અને યુક્રેન વચ્ચેની બોટ સેવામાં વિક્ષેપ પાડતા પ્રચંડ વિસ્ફોટોમાં બે ડ્રાઇવરો ઘાયલ થયા હતા. ડેન્યુબ નદીની રોમાનિયન બાજુથી શૂટ કરાયેલ વિડિયોમાં યુક્રેનિયન એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ્સ રાત્રિના આકાશમાં ગોળીબાર કરતી દેખાતી હતી, ત્યારબાદ બંદર વિસ્તારની નજીક બે નારંગી અગનગોળા ફૂટ્યા હતા. યુક્રેનિયન ફાયર બ્રિગેડની ટીમે આ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટનું લક્ષ્ય રાખતા ટ્રકોમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.

આ પણ વાંચો: New York News: જયશંકરે યુએનમાં કેનેડાને કહ્યું કે ‘રાજકીય સગવડ માટે આતંકવાદ પર કાર્યવાહી યોગ્ય નથી’

રશિયન સૈન્યએ ઓડેસામાં ઇઝમેલ વિસ્તારને નિશાન બનાવ્યો

રોમાનિયન બોર્ડર પોલીસે જણાવ્યું હતું કે યુક્રેન પર હુમલાને કારણે ફેરીઓ ઇસાશિયામાં ડેન્યુબના રોમાનિયન કાંઠે લંગર લાગવવામાં આવી હતી. ડેન્યુબ નદી પરના રોમાનિયન નગર ગાલાસી દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હતો. યુક્રેનની અનાજની નિકાસ કરવાની ક્ષમતાને ટાર્ગેટ બનાવવું એ રશિયન સૈન્યનું સતત અભિયાન બની ગયું છે, આ વખતે રશિયન સૈન્યએ ઓડેસામાં ઇઝમેલ વિસ્તારને નિશાન બનાવ્યો છે. સોમવારના હુમલામાં ઓડેસામાં અનાજના વેરહાઉસમાં બે લોકો માર્યા ગયા હતા અને એક બહુમાળી હોટેલને ખરાબ રીતે નુકસાન થયું હતું.

યુક્રેનમાં ઓછામાં ઓછા નવ નાગરિકો માર્યા ગયા

રશિયા ઇઝમેલ અને ઓડેસા વિસ્તારોના દક્ષિણી શહેરો પર સતત હુમલો કરી રહ્યું છે. ડેન્યુબ નદીના કિનારે શહેરો પરના હુમલાને કારણે ભારે નુકસાન થયું છે કારણ કે આ વિસ્તાર યુક્રેનિયન નિકાસ માટે સૌથી મોટી આશા તરીકે ઉભરી આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં યુક્રેનમાં ઓછામાં ઓછા નવ નાગરિકો માર્યા ગયા છે અને 15 ઘાયલ થયા છે કારણ કે રશિયન હુમલાઓ યુદ્ધની ફ્રન્ટલાઈનની નજીકના ઘણા વિસ્તારોને અસર થઈ છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">