AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાની સંસદમાં ભારતની તરફેણમાં લવાયો પ્રસ્તાવ, ચીનને મળ્યો મોટો ઝટકો, જાણો

અરુણાચલ પ્રદેશને લઈને અમેરિકાની સંસદમાં એક મહત્વપૂર્ણ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલ અનુસાર અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણશે. ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકન સંસદનું આ પગલું ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

અમેરિકાની સંસદમાં ભારતની તરફેણમાં લવાયો પ્રસ્તાવ, ચીનને મળ્યો મોટો ઝટકો, જાણો
US parliament ( file photo)Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 10:43 AM
Share

જ્યારથી અમેરિકાના આકાશમાં ચીનનુ ‘જાસૂસી બલૂન‘ દેખાયુ છે ત્યારથી અમેરિકાએ હવે ચીનને લઈને પોતાની નીતિમાં આક્રમકતા બતાવવાનું શરૂ કર્યું છે. અમેરિકા મોટા પ્રમાણમાં ચીનની વિરુદ્ધ નિર્ણયો લઈ રહ્યું છે. જેના કારણે ચીન ગુસ્સે ભરાઈ શકે છે. આ દરમિયાન અમેરિકાની સંસદ (સેનેટ)માં એક બિલ લાવવામાં આવ્યું છે. જેના કારણે ચીન હચમચી શકે છે. જો આ બિલ અમેરિકાની સંસદમાં પસાર થાય છે તો તે ભારત માટે ઘણું ફાયદાકારક સાબિત થશે.

હકીકતમાં, અમેરિકાના સાંસદો અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ જાહેર કરવા માટે અમેરિકાના સંસદમાં બિલ લાવ્યા છે. ઓરેગોનના સેનેટર જેફ મર્કલેએ સમાચાર સંસ્થાને જણાવ્યું કે તેઓ અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ માને છે. એટલા માટે તેઓ અમેરિકાની સંસદમાં આ અંગે બિલ લાવ્યા છે. આ બિલ પર સેનેટર મર્કલેને સેનેટર બિલ હેજર્ટીનું સમર્થન છે.

સેનેટ હેગર્ટીએ કહ્યું કે ચીન ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે. આવા સમયે અમેરિકા તેના વ્યૂહાત્મક ભાગીદારો સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે. આમાં ખાસ કરીને ભારતનું નામ સામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે આ બિલ લાવવાનો હેતુ એ છે કે, અમેરિકાએ સત્તાવાર રીતે અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ માનવાનું શરૂ કર્યું છે. તેમણે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનના વધતા આક્રમણની પણ નિંદા કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે તેઓ ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહીની નિંદા કરે છે. જેમાં ચીને સૈન્ય બળના આધારે LACની યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, તેમનો આ ઠરાવ સંરક્ષણ, ટેકનોલોજી અને આર્થિક રીતે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરશે.

ભારત અને ચીન વચ્ચે ઉત્તરથી લઈને પૂર્વ ભારત સુધીમાં 3,500 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે. અરુણાચલ અને સિક્કિમ સાથેનો ભાગ પૂર્વીય ભાગ કહેવાય છે. જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ સાથેનો ભાગ મધ્ય ભાગ કહેવાય છે. બીજી તરફ લદ્દાખ વિસ્તાર સાથે જોડાયેલી સરહદોને પશ્ચિમી ભાગની સરહદ માનવામાં આવે છે. પરંતુ આ લાંબી સરહદ પર એવા ઘણા વિસ્તારો છે જ્યાં ચીન અને ભારત વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદે અનેકવાર હિંસક સ્વરૂપ પણ લીધું છે.

લદ્દાખને લઈને આ વિવાદ ઊભો થતો રહે છે. અરુણાચલ પ્રદેશને લઈને ચીન પણ મોટા દાવા કરી રહ્યુ છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ માને છે. તેમની નજરમાં સમગ્ર અરુણાચલ પ્રદેશ ચીનનો એક ભાગ છે. આ કારણોસર, જ્યારે પણ ભારતના કોઈપણ નેતા અરુણાચલ પ્રદેશની મુલાકાત લે છે અથવા જ્યારે પણ ત્યાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થાય છે, ત્યારે ચીન સૌથી પહેલા પ્રતિક્રિયા આપે છે અને તેને તેના સાર્વભૌમત્વ સાથે જોડી દે છે.

g clip-path="url(#clip0_868_265)">