હવે કેનેડાના આકાશમાં જાસૂસી બલૂન જેવી શંકાસ્પદ વસ્તુ દેખાઈ, અમેરિકાના ફાઇટર જેટ F-22 એ તોડી પાડ્યું
અમેરિકા બાદ હવે કેનેડાના આકાશમાં જાસૂસી બલૂન જેવી કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી. જેને અમેરિકાના ફાઈટર જેટ દ્વારા તોડી પાડવામાં આવી હતી. આ પહેલા શુક્રવારે અમેરિકાના અલાસ્કાના આકાશમાં ઉડતી એક શંકાસ્પદ વસ્તુને પણ નષ્ટ કરવામાં આવી હતી.
અમેરિકા બાદ હવે કેનેડાના આકાશમાં જાસૂસી બલૂન જેવી કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી. આ જાસૂસી બલૂન જેવી કોઈ શંકાસ્પદ વસ્તુને અમેરિકાના ફાઈટર જેટ દ્વારા તોડી પાડવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અમે તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ પછી, નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડે તે શંકાસ્પદ વસ્તુને તોડી નાખી હતી. .
પીએમ જસ્ટિન ટ્રુડોએ ટ્વીટ કર્યું, ‘મેં કેનેડિયન એરસ્પેસનું ઉલ્લંઘન કરતી અજાણી વસ્તુને હટાવવાનો આદેશ આપ્યો છે. નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડે યુકોન ઉપર શંકાસ્પદ પદાર્થને તોડી પાડ્યો હતો. કેનેડિયન અને અમેરિકન પ્લેન લેન્ડ કરવામાં આવ્યા હતા અને અમેરિકન ફાઇટર જેટ F-22 એ તેને તોડી પાડ્યું હતું.
PM ટ્રુડોએ નોરાડનો માન્યો આભાર
વડા પ્રધાન ટ્રુડોએ જણાવ્યું હતું કે, તેમણે આજે બપોરે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વાત કરી હતી. કેનેડિયન સૈન્ય હવે શંકાસ્પદ વસ્તુનો ભંગાર પાછો મેળવશે. ત્યાર બાદ તેનું વિશ્લેષણ કરવામાં આવશે. જો કે, શંકાસ્પદ વસ્તુ કઇ છે તે હાલ સ્પષ્ટ થયું નથી. શંકાસ્પદ વસ્તુને તોડી પાડવામાં આવ્યા બાદ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD)નો આભાર માન્યો હતો.
I spoke with US President Joe Biden this afternoon. Canadian Forces will now recover and analyze the wreckage of the object.
— ANI (@ANI) February 11, 2023
અલાસ્કામાં પણ જોવા મળી હતી શંકાસ્પદ વસ્તુ
હકીકતમાં, NORAD પહેલાથી જ કહ્યું હતું કે તે ઉત્તરી કેનેડામાં એક શંકાસ્પદ વસ્તુ પર નજર રાખી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે NORAD અમેરિકા અને કેનેડા માટે એર ડિફેન્સ કરે છે. કેનેડિયન આકાશમાં એક શંકાસ્પદ વસ્તુ જોવાની ઘટના ચીનના જાસૂસ બલૂનને નષ્ઠ કરવામાં આવ્યાના એક અઠવાડિયા પછી સામે આવી છે. આ પહેલા ગત શુક્રવારે અમેરિકાના અલાસ્કાના આકાશમાં પણ એક શંકાસ્પદ ઉડતી વસ્તુને તોડી પાડવામાં આવી હતી.
અમેરિકાએ ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યા
અગાઉ અમેરિકાએ ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું. ચીનનું જાસૂસી બલૂન દક્ષિણ કેરોલિનાના દરિયાકાંઠે નીચે પડતા પહેલા આઠ દિવસ સુધી યુએસ એરસ્પેસમાં ઉડતુ રહ્યું હતું. અમેરિકન ફાઈટર જેટે એટલાન્ટિક સમુદ્રમાં ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું.