AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi France: મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતમાં ફ્રાન્સ મહત્વનું ભાગીદાર- PM મોદી

PM મોદીએ પેરિસમાં તેમના ઉષ્માભર્યા સ્વાગત માટે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો. પીએમએ કહ્યું, ગઈકાલે રાષ્ટ્રપતિ મેક્રોને મને ફ્રાન્સના સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા. આ સન્માન 140 કરોડ ભારતીયોનું સન્માન છે.

PM Modi France: મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતમાં ફ્રાન્સ મહત્વનું ભાગીદાર- PM મોદી
France is an important partner in Make in India and self-reliant India says PM Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 10:41 PM
Share

PM Modi In France: ફ્રાન્સની મુલાકાતના બીજા અને છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ. આ બેઠકમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે મેક ઈન ઇન્ડિયા, ક્લાઈમેટ ચેન્જ અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ એક સંયુક્ત નિવેદનમાં પીએમ મોદીએ ફ્રાન્સને આત્મનિર્ભર ભારતમાં પોતાનું મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું છે. પીએમએ કહ્યું કે છેલ્લા 25 વર્ષના મજબૂત આધાર પર અમે આવનારા 25 વર્ષનો રોડમેપ તૈયાર કરી રહ્યા છીએ.

PM મોદીએ પેરિસમાં તેમના ઉષ્માભર્યા સ્વાગત માટે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો. પીએમએ કહ્યું, ગઈકાલે રાષ્ટ્રપતિ મેક્રોને મને ફ્રાન્સના સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા. આ સન્માન 140 કરોડ ભારતીયોનું સન્માન છે. અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ અને છેલ્લા 25 વર્ષના મજબૂત પાયા પર અમે આવનારા 25 વર્ષનો રોડમેપ તૈયાર કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: Ukraine Russia War: યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ખત્મ કરાવશે ભારત? ઓગસ્ટ મહિનામાં PM મોદી અને પુતિનની થશે મુલાકાત

અમે નવીનીકરણીય ઉર્જા, ગ્રીન હાઈડ્રોજન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, સાયબર, ડિજિટલ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે નવી પહેલો ઓળખી રહ્યા છીએ. ફ્રાન્સમાં ભારતના UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ)ને લોન્ચ કરવા માટે સમજૂતી થઈ છે. સંરક્ષણ સહયોગ આપણા સંબંધોનો એક મજબૂત આધારસ્તંભ પણ છે અને તે બંને દેશો વચ્ચેના ઊંડા પરસ્પર વિશ્વાસનું પ્રતીક પણ છે.

પીએમે કહ્યું કે ભારત વતી ફ્રાન્સના દક્ષિણમાં સ્થિત માર્સ શહેરમાં નવું વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવશે. આ સાથે અમે ફ્રાન્સમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના લોકોને લાંબા ગાળાના વિઝા આપવાના નિર્ણયને આવકારીએ છીએ. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતમાં ફ્રાન્સ મહત્વપૂર્ણ ભાગીદાર છે.

PM મોદીએ કહી અન્ય કેટલીક મહત્વપૂર્ણ વાતો

  1. ભારત અને ફ્રાંસ, ઈન્ડો-પેસિફિકની રેસિડેન્ટ પાવર તરીકે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાની વિશેષ જવાબદારી ધરાવે છે. અમે ઈન્ડો પેસિફિક કોઓપરેશન રોડમેપ પર કામ કરી રહ્યા છીએ.
  2. અમે માનીએ છીએ કે તમામ વિવાદોનો ઉકેલ વાતચીત અને કૂટનીતિથી થવો જોઈએ. ભારત સ્થાયી શાંતિની પુનઃસ્થાપનમાં યોગદાન આપવા તૈયાર છે.
  3. કોવિડ રોગચાળો અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષની અસર સમગ્ર વિશ્વ પર પડી છે. ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો પર તેની ખાસ નકારાત્મક અસર પડી છે જે ચિંતાનો વિષય છે.
  4. ચંદ્રયાનના સફળ લોન્ચિંગ બાદ સમગ્ર ભારત ઉત્સાહિત છે. આપણા વૈજ્ઞાનિકો માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે અવકાશ ક્ષેત્રે જૂનો અને ઊંડો સહયોગ છે.
  5. આ સંદર્ભે આબોહવા પરિવર્તન અને પર્યાવરણનો મુદ્દો અમારી સામાન્ય અને મુખ્ય પ્રાથમિકતા છે. આ દિશામાં અમે પહેલાથી જ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સની સ્થાપના કરી છે.
  6. ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને કેશલેસ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ભારતની યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ (UPI) ફ્રાન્સમાં શરૂ કરવામાં આવશે. આ અંગે બંને દેશો વચ્ચે મહત્વની સમજૂતી થઈ છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">