PM Modi Egypt Visit: ભારત-ઈજિપ્ત વચ્ચેના સંબંધો ‘વ્યૂહાત્મક ભાગીદારી’માં બદલાશે, MoU હસ્તાક્ષર કરવામાં આવ્યા
અલ સીસીની ભારત મુલાકાત બાદ પીએમ મોદી ઈજિપ્ત પહોંચ્યા છે. જણાવી દઈએ કે અલ સીસીની ભારત મુલાકાત ઘણી સફળ રહી. આ દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની વાત કહેવામાં આવી હતી.

PM Narendra Modi Egypt Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અદેલ ફતાહ અલ સીસીએ (Abdel Fattah El-Sisi) રવિવારે રાજધાની કૈરોમાં ઈજિપ્તના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૈરોમાં હેલિયોપોલિસ વોર સેમેટ્રીની પણ મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ રવિવારે અહીં અલ હકીમ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.
PM મોદી બે દિવસીય ઈજિપ્તના પ્રવાસે છે
અલ હકીમ મસ્જિદ 11મી સદીની છે. તે ઇજિપ્તમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ મસ્જિદ ભારત અને ઇજિપ્ત દ્વારા વહેંચાયેલ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. પીએમ મોદી બે દિવસીય ઈજિપ્તના પ્રવાસે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન રાષ્ટ્રપતિ અલ સીસીને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોએ વંદે માતરમ અને મોદી-મોદીના નારા સાથે સ્વાગત કર્યું
અલ સીસીની ભારત મુલાકાત બાદ પીએમ મોદી ઈજિપ્ત પહોંચ્યા છે. જણાવી દઈએ કે અલ સીસીની ભારત મુલાકાત ઘણી સફળ રહી. આ દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની વાત કહેવામાં આવી હતી. જણાવી દઈએ કે ઈજિપ્તમાં ઉતર્યા બાદ જ્યારે પીએમ મોદી તેમની હોટલ પહોંચ્યા તો સ્થાનિક લોકોએ વંદે માતરમ અને મોદી-મોદીના નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીને આવકારવા માટે ભારતીય વોઈસપોરા પણ અહીં એકઠા થયા હતા અને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
#WATCH | Foreign Secretary Vinay Kwatra says, “…(Egyptian) President Sisi conferred on PM Modi, the ‘Order of the Nile’ honour which is the highest civilian award in Egypt. PM remarked that the recognition symbolises two main things — the deep-rooted friendship between the… pic.twitter.com/d8CCtCCOLm
— ANI (@ANI) June 25, 2023
આ પણ વાંચો : Breaking News: PM મોદીને ઈજિપ્તના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’થી કરાયા સન્માનિત, જુઓ Video
આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા કરારો થયા છે. જેમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, પુનઃપ્રાપ્ય ઉર્જા, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો પર ચર્ચા કરવામાં આવી છે. દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવા માટે બંને નેતાઓ દ્વારા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે કૃષિ, પુરાતત્વ અને પ્રાચીન વસ્તુઓ અને કાયદાના ક્ષેત્રમાં કરાર જેવા ત્રણ મુદ્દાઓ પર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો