AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi America Visit: PM મોદીના સ્વાગત માટે અમેરિકા તૈયાર, વ્હાઇટ હાઉસની બહાર લહેરાયો ભારતીય તિરંગો

પીએમ મોદીની આ મુલાકાત ભારત અને અમેરિકાના સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમની અમેરિકા મુલાકાતની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

PM Modi America Visit: PM મોદીના સ્વાગત માટે અમેરિકા તૈયાર, વ્હાઇટ હાઉસની બહાર લહેરાયો ભારતીય તિરંગો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 9:08 AM
Share

America : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે છે. છેલ્લા 9 વર્ષમાં આ તેમનો 8મો અમેરિકન પ્રવાસ હશે. ભારત અને અમેરિકામાં તેમની મુલાકાતની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પીએમ મોદી અમેરિકા પહોંચે તે પહેલા તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની બહાર ભારતનો તિરંગો લહેરાવતો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પીએમ મોદી અમેરિકાની સરકારી મુલાકાતે છે. આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત હશે, જ્યારે તેઓ ભારતના બીજા પીએમ હશે જેઓ અમેરિકાની રાજ્ય મુલાકાતે જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે ભવિષ્યના સંબંધોનો પાયો નાખવામાં મોટી ભૂમિકા ભજવશે. આ દરમિયાન તેઓ અમેરિકી સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે.

ભારતીય-અમેરિકનોએ શું કહ્યું?

તે જ સમયે, વ્હાઇટ હાઉસની બહાર લહેરાતો તિરંગો જોઈને, ત્યાં રહેતા ભારતીય નાગરિકો પણ ગર્વ અનુભવે છે, અને તેમની ખુશીને સમાવી શકતા નથી. ન્યુ જર્સીમાં રહેતા ભારતીય મૂળના એક વ્યક્તિએ જણાવ્યું કે ઓફિસ જતી વખતે પણ તે પોતાની બેગમાં તિરંગો રાખે છે. આવી સ્થિતિમાં તે વ્હાઇટ હાઉસની બહાર લહેરાતો તિરંગો જોઈને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છે. પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન અને ફર્સ્ટ લેડી જિલ બાયડેનના આમંત્રણ પર અમેરિકા જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ ઓછામાં ઓછા એક ડઝનથી વધુ કાર્યક્રમોમાં સામેલ થશે.

પહેલા ન્યૂયોર્ક પહોંચશે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં સામેલ થશે

21 જૂને પીએમ મોદી સૌથી પહેલા ન્યૂયોર્ક પહોંચશે અને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેમના નેતૃત્વમાં અહીં યોગ સત્રનું આયોજન કરવામાં આવશે. આ પછી પીએમ મોદી વોશિંગ્ટન ડીસી જશે અને જો બિડેન સાથે ડિનરમાં હાજરી આપશે. આ પછી, બીજા દિવસે તેમનું વ્હાઇટ હાઉસના દક્ષિણ લૉનમાં સત્તાવાર રીતે સ્વાગત કરવામાં આવશે. આ પછી દ્વિપક્ષીય બેઠકો, પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે.

આ પણ વાંચો : PM Modi US Visit: PM મોદીના અમેરિકી પ્રવાસને લઇને અમેરિકી સાંસદોમાં ઉત્સાહ, કહ્યું- અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ

પીએમ મોદીની મુલાકાત દરમિયાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે લંચ મીટિંગ પણ થશે. આ ઉપરાંત ડાયસ્પોરા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
g clip-path="url(#clip0_868_265)">