AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાગિન ફેમ સુધા ચંદ્રન ને આવ્યા માતાજી, દુર્ગા પૂજાનો વીડિયો થયો વાયરલ- જુઓ VIDEO

Famous Actress Sudha Chandran: ટીવી ની જાણીતી અભિનેત્રી સુધા ચંદ્રન ઘણી લોકપ્રિય છે અને અનેક મોટી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. હાલ એક્ટ્રેસ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમા જોઈ શકાય છે કે સુધા ચંદ્રન વિચીત્ર હરકતો કરી રહી છે. લોકો આ વીડિયોને લઈને અનેક પ્રકારના દાવા કરી રહ્યા છે.

નાગિન ફેમ સુધા ચંદ્રન ને આવ્યા માતાજી, દુર્ગા પૂજાનો વીડિયો થયો વાયરલ- જુઓ VIDEO
| Updated on: Jan 04, 2026 | 9:29 PM
Share

Naagin Actress Sudha Chandran Video Viral:સિરીયલ અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી સુધા ચંદ્રનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુધા ચંદ્રન મા દુર્ગા પૂજા દરમિયાન વિચિત્ર વર્તન કરતી જોવા મળે છે, જે કોઈપણને ચોંકાવી શકે છે. તે પોતાની જાતને કાબૂમાં રાખવા માટે સંઘર્ષ કરી રહી હોય તેવું લાગે છે, વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે તેની આસપાસના લોકો તેને સાંત્વના આપવાનો અને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુધા ચંદ્રનને મા દુર્ગામાં અપાર શ્રદ્ધા છે અને તે માતા કી ચોકીનું પણ આયોજન અવારનવાર કરે છે. આ વીડિયો વર્ષના દુર્ગા પૂજા દરમિયાનનો છે. હાલ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે સુધા સફેદ પ્રિન્ટેડ સાડી પહેરેલી અને કપાળ પર દેવીની ચુનરી બાંધેલી નજરે પડે છે. તે સંપૂર્ણપણે આસ્થામાં ડૂબેલી દેખાય છે. માહોલ પણ ઘણો ધાર્મિક છે, અને ઘણા ભક્તો મા દુર્ગા પૂજામાં ભાગ લેવા માટે એકત્રિત થયેલા છે. જોકે, વીડિયોમાં વિચિત્ર વાત એ છે કે સુધાની હરકતો બિલકુલ સામાન્ય જણાતી નથી. નાગિન ફેમ અભિનેત્રી ખુદને સંભાળવાનો જે કોઈપણ પ્રયાસ કરે છે તેના પર તે પ્રહાર કરતી નજરે પડે છે. તેની બાજુમાં ઉભેલા પૂજારીનો હાથ પણ કરડવાનો પ્રયાસ કરી રહી છે. તે જ્યાં ઉભી છે ત્યાં ઉછળતી અને માથું હલાવતી પણ જોવા મળે છે. એવુ લાગી રહ્યુ છે જાણે સુધા ચંદ્રનને માતાજી આવ્યા હોય અને તેનો તેના પર કાબુ ન હોય.

જુઓ વીડિયો

પ્રથમ દૃષ્ટિએ વીડિયો જોઈને કોઈ એવું માની શકે છે કે સુધા કોઈ ફિલ્મ કે સિરિયલનું શૂટિંગ કરી રહી છે. પરંતુ એવું નથી. આ વીડિયો વાસ્તવિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, અને જેમ જેમ તે વાયરલ થયો છે, તેમ તેમ તેના પર પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક વ્યક્તિએ સુધાના વાયરલ વીડિયો પર ટિપ્પણી કરી, “તે નાગિન માટે ઓડિશન આપી રહી છે.” બીજાએ લખ્યું, “ઓવરએક્ટિંગની દુકાન.” ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે સુધાને માતા આવ્યા છે. વીડિયોને જોઈ લોકો વિવિધ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે, તો કેટલાક લોકો આ પ્રતિભાશાળી અભિનેત્રીના સ્વાસ્થ્ય વિશે પણ ચિંતિત જોવા મળ્યા. જોકે, અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

કોણ છે સુધા ચંદ્રન ?

સુધા ચંદ્રનનો જન્મ 21 સપ્ટેમ્બર, 1965 ના રોજ મુંબઈમાં થયો હતો, જોકે તેનો પરિવાર તમિલનાડુનો છે. તે હવે 60 વર્ષની છે અને હજુ પણ ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. અભિનેત્રી હોવા ઉપરાંત, તે એક તાલીમ પામેલી ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે અને તેની કારકિર્દીમાં નોંધપાત્ર સંઘર્ષ પછી ખ્યાતિ મેળવી છે. સુધા ચંદ્રનના પિતા, કે.ડી. ચંદ્રન, પણ એક અભિનેતા હતા અને અનિલ કપૂરની ફિલ્મ પુકારમાં દેખાયા હતા. અભિનેત્રીની વાત કરીએ તો, તે માલામાલ વીકલી, શોલા ઔર શબનમ, ઈમ્તેહાન પ્યાર કી, હમ આપકે દિલ મેં રહેતે હૈ, ઈન્સાફ કી દેવી, અનુભવ, યે ફાસલે, સેલ્યુટ, સિફર અને મિલન જેવી ફિલ્મોમાં જોવા મળી છે. હાલમાં, તે લાંબા સમયથી નાગીન સિરિયલ સાથે જોડાયેલી છે.

Breaking News: ICC એ માની લીધી બાંગ્લાદેશની માગ, ભારત બહાર T-20 મેચ રમાડવા પર થયુ રાજી

Follow Us
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
g clip-path="url(#clip0_868_265)">