Paris News : હમાસના હુમલા વચ્ચે ઇઝરાયેલને ફ્રાન્સનું સમર્થન દર્શાવવા એફિલ ટાવર પર રોશની કરાઇ, જુઓ Video
હમાસે શનિવારે 'સરપ્રાઈઝ એટેક' કર્યો હતો. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગાઝામાં આતંકવાદી જૂથના ઠેકાણાઓ પર બોમ્બથી હુમલો કરીને બદલો લીધો હતો,ત્યારે ફ્રાન્સ સાથે એકતા દર્શાવવા માટે પેરિસમાં એફિલ ટાવર (Eiffel Tower) પર બ્લૂ કલરની રોશની કરીને ઇઝરાયેલને ફ્રાન્સનું સમર્થન દર્શાવવા આવ્યુ છે.
Paris News : હાલમાં હમાસ-ઇઝરાયેલ યુદ્ધ ચાલી રહ્યુ છે. ગાઝા પટ્ટી નજીકના સંઘર્ષમાં 1500થી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં ફ્રેન્ચ અને અમેરિકન નાગરિકો પણ સામેલ છે. હમાસે શનિવારે ‘સરપ્રાઈઝ એટેક’ કર્યો હતો. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગાઝામાં આતંકવાદી જૂથના ઠેકાણાઓ પર બોમ્બથી હુમલો કરીને બદલો લીધો હતો,ત્યારે ફ્રાન્સ સાથે એકતા દર્શાવવા માટે પેરિસમાં એફિલ ટાવર (Eiffel Tower) પર બ્લૂ કલરની રોશની કરીને ઇઝરાયેલને ફ્રાન્સનું સમર્થન દર્શાવવા આવ્યુ છે.
આ પણ વાંચો-Chicago News: અમેરિકાના શિકાગોમાં એક જ દિવસમાં 1000 પક્ષીઓના મોત, જાણો શું છે કારણ
હમાસ સાથેના દેશના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ સાથે ફ્રાન્સની એકતા દર્શાવવા માટે પેરિસમાં એફિલ ટાવર પર બ્લૂ કલરની રોશની કરવામાં આવી હતી. ઈઝરાયેલનું રાષ્ટ્રગીત ‘હાતિકવાહ’ પણ બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવ્યું હતું. સેંકડો સમર્થકો હાથમાં ઇઝરાયેલી ધ્વજ સાથે દેખાયા હતા.સોશિયલ મીડિયા પરના વીડિયોમાં દેખાય છે કે હાથમાં ઇઝરાયલી ધ્વજ સાથે પ્રકાશિત સ્મારક હેઠળ ભીડ એકઠી થઈ છે. જ્યારે અન્ય લોકોએ પોતાને સફેદ અને બ્લૂ ધ્વજને લહેરાવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, ભારત અને ફ્રાન્સ એવા કેટલાક દેશોમાં સામેલ છે જેણે તેલ અવીવ સાથે એકતા દર્શાવી હતી.
So powerful! The Hatikvah, Israel’s national anthem (which means ‘hope’ in Hebrew), is played in Paris, as the Eiffel Tower lights up in Blue & White, in solidarity with Israel!
Merci beacoup, toda rabah! pic.twitter.com/2kNWFZ6UJS
— Arsen Ostrovsky (@Ostrov_A) October 9, 2023
બીજી તરફ સોમવારે રાત્રે વિશ્વભરના જાણીતા મોન્યુમેન્ટસ પર પણ બ્લૂ કલરની રોશની કરવામાં આવી હતી અને યુદ્ધ વચ્ચે ઇઝરાયેલને સમર્થન આપ્યુ હતુ.અમેરિકામાં વ્હાઇટ હાઉસને બ્લૂ અને સફેદ રંગથી રોશન કરવામાં આવ્યુ હતુ. તો યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે પણ તેમના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર ઈઝરાયેલના ધ્વજની રોશની કરી હતી. બ ઓસ્ટ્રેલિયાનું પ્રતિષ્ઠિત સિડની ઓપેરા હાઉસ પણ બ્લૂ અને સફેદ રંગમાં નહાતું જોવા મળ્યું હતું.
2020માં જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે વિશ્વભરમાં સમાન સમર્થનનો દેખાવ અગાઉ પણ જોવા મળ્યો હતો. એકતા વ્યક્ત કરવા માટે યુક્રેનના પીળા અને વાદળી ધ્વજના રંગોમાં વિશ્વના પ્રતિષ્ઠિત સ્મારકોને પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
ગત શનિવારના રોજ પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસે ગાઝા તરફથી હજારો રોકેટ ઈઝરાયેલના અનેક વિસ્તારોમાં છોડ્યા હતા. આ સ્થિતિનો ઈઝરાયેલ વળતો પ્રતિકાર ના કરે ત્યાં સુધી અનેક નિર્દોષ લોકોને લગભગ 7 થી 8 કલાક સુધી બંકરોમાં ફજીયાત રહેવું પડ્યું હતું. ઇઝરાયલે પણ હમાસને હુમલાને યુદ્ધ જાહેર કરી દીધું છે અને હમાસના ગાઝા પટ્ટી સ્થિત આવેલા વિવિધ ઠેકાણા ઉપર ભારે બોમ્બમારો શરૂ કરી દીધો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો