Paris News: Summer Olympics 2024 પહેલા પેરિસમાં વધ્યા હોટેલ રુમના ભાવ, સસ્તી હોટેલ્સ શોધવામાં પડી શકે છે મુશ્કેલી
વર્ષે 2024માં પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games) યોજાવાની છે. તે સમયે જો તમે પણ પેરિસની મુલાકાતે જવાના છો, તો તમારે આ સમાચાર વાંચી લેવા જોઇએ, કારણ કે પેરિસમાં પ્રવાસીઓને આ સમયગાળા દરમિયાન સસ્તી હોટેલ શોધવામાં મુશ્કેલી પડી શકે છે. 2024 Summer Olympicsના પગલે પેરિસમાં હોટેલ રુમ્સના ભાવોમાં ધરખમ વધારો થઇ શકે છે.
Paris News : વર્ષ 2024માં પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games) યોજાવાની છે.તે સમયે જો તમે પણ પેરિસની મુલાકાતે જવાના છો, તો તમારે આ સમાચાર વાંચી લેવા જોઈએ, કારણ કે પેરિસમાં પ્રવાસીઓને આ સમયગાળા દરમિયાન સસ્તી હોટેલ શોધવામાં મુશ્કેલી પડી શકે છે. 2024 Summer Olympicsના પગલે પેરિસમાં હોટેલ રુમ્સના ભાવોમાં ધરખમ વધારો થઇ શકે છે.
પેરિસમાં દોઢ કરોડથી પણ વધુ પ્રવાસીઓ આવવાની શક્યતા
પેરિસમાં 26 જુલાઈ 2024થી 11 ઓગસ્ટ 2024 સુધી ઓલિમ્પિક અને 28 ઓગસ્ટ 2024થી 8 સપ્ટેમ્બર 2024 સુધી પેરાઓલિમ્પિક ગેમ્સ યોજાવાની છે. પેરિસ 2024માં હેન્ડબોલ, ફૂટબોલ અને રગ્બી માટેની ઓલિમ્પિક સ્પર્ધાઓ ઉદઘાટન સમારોહના બે દિવસ પહેલા 24 જુલાઈએ શરૂ થશે. ત્યારે આ સમયગાળા દરમિયાન પેરિસમાં દોઢ કરોડથી પણ વધુ પ્રવાસીઓ આવવાની શક્યતા છે. ત્યારે પેરિસ શહેરની પ્રવાસી કચેરીના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યા અનુસાર ગ્રેટર પેરિસમાં માત્ર 134000 હોટેલ રુમ છે. ત્યારે પ્રવાસીઓ પ્રવાસ પહેલા તેની કિંમતની માહિતી મેળવી લેવી જોઈએ.
2024 પેરિસ ઓલિમ્પિક માટે હોટેલ કેટલી હશે ?
એક્સપેડિયા ગ્રુપના ગ્લોબલ પીઆરના પ્રમુખ મેલાની ફિશના જણાવ્યા અનુસાર ઓલિમ્પિક દરમિયાન શહેરની પસંદગીની હોટેલોના દૈનિક દરો પ્રતિ રાત્રિ 1,000 ડોલર જેટલા વધી ગયા છે. ત્યારે પ્રવાસીઓ ઓછા ખર્ચાળ રહેવાની જગ્યાઓ પણ શોધી શકે છે. તેમણે જણાવ્યુ કે અમે ભલામણ કરીએ છીએ કે કોઈપણ સંજોગોમાં પ્રવાસીઓ તેમને રુમ મળી રહે તે માટે તેમની હોટલને બૂક કરવા પહેલેથી આયોજન કરી લે.
ત્રણ વખત ઓલિમ્પિકનું આયોજન કરનાર પેરિસ બીજુ શહેર
મહત્વનું છે કે બરાબર 100 વર્ષ પછી પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પેરિસ 2024 પહેલા ફ્રાન્સની રાજધાનીએ વર્ષ 1924માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કર્યું હતું. લંડન પછી પેરિસ ત્રણ વખત ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરનાર બીજું શહેર છે. વર્ષ 1900 અને 1924માં ઓલિમ્પિક ગેમ્સ પેરિસમાં યોજાઈ હતી. હવે 2024માં તે પેરિસમાં યોજાઈ રહી છે. ત્યારે લંડને વર્ષ 1908, 1948 અને 2012માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરી હતી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો