AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મરાપે PM મોદીને પગે લાગ્યા, બાઈડને ઓટોગ્રાફ માંગ્યો, વિશ્વમાં ભારતના વધતા કદને કારણે પાકિસ્તાન પરેશાન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ શનિવારે G-7 બેઠક પહેલા પીએમ મોદીનો ઓટોગ્રાફ માંગ્યો હતો. આ બેઠકમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર હતા. તેમણે પીએમની લોકપ્રિયતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મરાપે PM મોદીને પગે લાગ્યા, બાઈડને ઓટોગ્રાફ માંગ્યો, વિશ્વમાં ભારતના વધતા કદને કારણે પાકિસ્તાન પરેશાન
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 10:36 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 બેઠક માટે જાપાનના હિરોશિમામાં હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વ ભારતના વધતા વૈશ્વિક કદને સ્વીકારી રહ્યું છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને PMને જોરથી ગળે લગાવ્યા હતા અને રવિવારે પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મરાપેએ PM મોદીના પગને સ્પર્શ કર્યો હતો. આનાથી વિશ્વને એક મોટો સંદેશ ગયો છે.

આ પણ વાચો: PM Modi In Japan : શું PM મોદી રશિયા-યુક્રેન યુદ્ધનો લાવશે અંત, G-7 સમિટમાં કરી આ વાત, આપી મોટી સલાહ

વિશ્વમાં ભારતના વધતા પ્રભાવથી પાકિસ્તાન ડરી ગયું છે. વાસ્તવમાં, આ સમયે પાકિસ્તાન તેના ગૃહ યુદ્ધ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. ગરીબીમાંથી પસાર થઈ રહ્યું છે. ખાવા માટે રોટલા નથી. મોંઘવારી ઘટાડવા માટે તે દુનિયા પાસે પૈસાની ભીખ માંગી રહ્યો છે.

પીએમ મોદીના પગ સ્પર્શતાની સાથે જ તેમને ગળે લગાવ્યા હતા

PM મોદી પાપુઆ ન્યુ ગિની પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેને દુનિયા જોતી રહી. આ પહેલાં ભાગ્યે જ એવું બન્યું છે કે જ્યારે કોઈ રાજ્યના વડાએ બીજા દેશના રાજ્યના વડાના પગને સ્પર્શ કર્યો હોય. પાપુઆ ન્યુ ગીનીના વડાપ્રધાને પીએમ મોદીના પગ સ્પર્શતાની સાથે જ તેમને ગળે લગાવ્યા હતા. આ ઉપરાંત ભારતના વડાપ્રધાનના સ્વાગત માટે પ્રોટોકોલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, પાપુઆ ન્યુ ગિનીમાં આજ સુધી અન્ય કોઈ દેશના નેતાનું સૂર્યાસ્ત પછી સ્વાગત કરવામાં આવ્યું નથી. સૂર્યાસ્ત પહેલા પહોંચવાનું હોય છે, પરંતુ પીએમ મોદી માટે આ પરંપરા તૂટી ગઈ હતી.

જી-7 બેઠક પહેલા પીએમ મોદીનો ઓટોગ્રાફ માંગ્યો હતો

તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પણ શનિવારે જી-7 બેઠક પહેલા પીએમ મોદીનો ઓટોગ્રાફ માંગ્યો હતો. તેને કહ્યું કે તમે અમેરિકામાં બહુ લોકપ્રિય છો. બાઈડને એમ પણ કહ્યું હતું કે આવતા મહિને વોશિંગ્ટનની તેમની મુલાકાત દરમિયાન તેમને તેમના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે અગ્રણી નાગરિકો તરફથી મોટી સંખ્યામાં વિનંતીઓ મળી રહી છે. બાઈડને પોતે પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા.

પીએમ મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે પણ જવાના છે

આ બેઠકમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર હતા. તેમણે પીએમની લોકપ્રિયતાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે સિડનીમાં સામુદાયિક સ્વાગત માટે 20,000 લોકોની ક્ષમતા છે, પરંતુ લોકો હજુ પણ કાર્યક્રમમાં હાજરી આપવા વિનંતી કરી રહ્યા છે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે પણ જવાના છે. પીએમ મોદીનું સ્વાગત કર્યા બાદ પાકિસ્તાન મીડિયાએ પોતાના જ દેશના નેતાઓની મજાક ઉડાવી છે. તેમનું કહેવું છે કે જ્યારે ઈમરાન ખાને વડાપ્રધાન હતા ત્યારે તેમણે જો બાઈડનને ઘણી વખત ફોન કર્યો હતો અને તેમણે તેમનો ફોન પણ ઉપાડ્યો ન હતો. તે અમેરિકાની સામે ભીખ માંગતા રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">