PM Modi in Papua New Guinea: પાપુઆ ન્યૂ ગિનીમાં PM મોદીનું ગ્રાન્ડ વેલકમ, એરપોર્ટ પર PM જેમ્સ મરાપેએ ચરણ સ્પર્શ કર્યા

PM Modi in Papua New Guinea: આઈસલેન્ડની મુલાકાત લેનાર તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન છે. એરપોર્ટ પર ઉતર્યા બાદ વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપેએ વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કર્યા.

PM Modi in Papua New Guinea: પાપુઆ ન્યૂ ગિનીમાં PM મોદીનું ગ્રાન્ડ વેલકમ, એરપોર્ટ પર PM જેમ્સ મરાપેએ ચરણ સ્પર્શ કર્યા
PM Modi in Papua New Guinea
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 6:23 PM

PM Modi in Papua New Guinea: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા છે. આઈસલેન્ડની મુલાકાત લેનાર તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન છે. એરપોર્ટ પર ઉતર્યા બાદ વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપેએ વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કર્યા. આ પછી બંને નેતાઓ એકબીજાને ગળે લાગ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મરાપે વડાપ્રધાન મોદીના પગને નમન કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન તેમને ઊંચકીને ગળે લગાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જાપાનમાં હતા. અહીં તેમણે G7 સમિટમાં ભાગ લીધો હતો. અહીં તેમણે વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી હતી. આ પછી તે સીધા પાપુઆ ન્યુ ગિની પહોંચી ગયા. અહીં PM મોદી અને PM મરાપે ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ્સ કો-ઓપરેશન (FIPIC)ના ત્રીજા સમિટમાં ભાગ લેશે.

PM નરેન્દ્ર મોદી અને PNG વડાપ્રધાન મરાપે FIPIC સમિટમાં ભાગ લેશે

PM નરેન્દ્ર મોદી અને PNG વડાપ્રધાન મરાપે FIPIC સમિટમાં ભાગ લેશે. આ કોન્ફરન્સમાં પ્રશાંત મહાસાગરના 14 ટાપુ દેશો પણ ભાગ લેશે. ફિજી, કુક આઇલેન્ડ, કિરીબાતી, સમોઆ, ટોંગા, તુઆલુ અને વાનુઆતુ જેવા દેશો પણ આમાં ભાગ લેશે. વાસ્તવમાં ચીનની ખરાબ નજર પાપુઆ ન્યુ ગિની સહિત આ 14 નાના ટાપુઓ પર છે.

પાપુઆ ન્યુ ગિનીમાં છુપાયેલ ‘ખજાનો’

પેસિફિક મહાસાગરમાં આવતા ટાપુ દેશોમાં પાપુઆ ન્યુ ગિની ‘બિગ બ્રધર’ છે. 4.62 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો પાપુઆ ન્યુ ગિની વિશ્વનો ત્રીજો સૌથી મોટો ટાપુ દેશ છે. તેની વસ્તી લગભગ એક કરોડ છે. ચીનની નજર આ દેશ પર કેમ છે તેની પાછળ ઘણા કારણો છે. સૌપ્રથમ, સોના અને તાંબા સહિતના ખનિજોનો વિશાળ ભંડાર છે. બીજું, વ્યૂહાત્મક મહત્વ છે. ચીન આ દેશોને પ્રશાંત મહાસાગરમાં પોતાનું સૈન્ય મથક બનાવવા માંગે છે. જો આમ થશે તો ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ન્યુઝીલેન્ડ માટે મુશ્કેલી વધી જશે. આ સિવાય ચીન પોતાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ કોઓપરેશનને પણ વધારવા માંગે છે.

દક્ષિણ ચીન સમુદ્ર અને દક્ષિણ પેસિફિક વચ્ચેનો ‘બ્રિજ’

દક્ષિણ પેસિફિક મહાસાગર અને દક્ષિણ ચીન સાગર વચ્ચે ચીન માટે પપુઆ ન્યુ ગિની ‘સેતુ’ તરીકે કામ કરી શકે છે. આ દેશ એવી જગ્યા પર સ્થિત છે જ્યાંથી ચીન બંને જગ્યાએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે છે. આ દ્વારા તે ક્વાડ દેશો: ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા માટે ખતરાની ઘંટડી વગાડી શકે છે. અમેરિકાએ લાંબા સમયથી આ દેશો પર બહુ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ જ્યારે ચીને પોતાની ચાલ શરૂ કરી તો બધાનું ધ્યાન તેની તરફ ગયું. યુએસ, ઑસ્ટ્રેલિયા અને અન્ય દેશોએ દાયકાઓ સુધી પાપુઆ ન્યુ ગિનીની અવગણના કરી, ચીનને છુટો હાથ આપ્યો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">