
પાકિસ્તાન ફરી એકવાર રાજકીય અસ્થિરતાના વમળમાં ફસાઈ ગયું છે. પાકિસ્તાનની રાજધાનીમાં ઈમરાન ખાનના સમર્થકોના ઉગ્ર પ્રદર્શનથી ગભરાયેલી સરકારે સેના તૈનાત કરી દીધી હતી. આ વિરોધ પ્રદર્શનમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન ગુરુવારે બલૂચિસ્તાન એસેમ્બલીમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ દરમિયાન વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરાવવા માટે સમર્થકો ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન 6 સુરક્ષાકર્મીઓના મોત થયા હતા. આ પછી સેનાને પણ ખુલ્લોદોર આપવામાં આવ્યો હતો. જેમાં ગોળીબારમાં કેટલાક લોકોના મોત થયાના પણ અહેવાલ છે. એવું કહેવાય છે કે આ પ્રદર્શનની લગામ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના હાથમાં હતી. ઈમરાન ખાન પોતે હાલ જેલમાં છે. ઈમરાન ખાન કેમ જેલમાં બંધ છે ? પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીના થોડા મહિના પહેલા ઈમરાન ખાનને તોશાખાના કેસમાં લાંબી સજા સંભળાવવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેમણે પીએમ પદેથી મળેલી ભેટોને ટેક્સમાં જાહેર કર્યા...