AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન: સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નવાઝ શરીફ ખુશ, ઈમરાન મિંયા પર દેશને ‘બરબાદ’ કરવાનો આરોપ

Pakistan: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે (Nawaz Sharif) ઈમરાન ખાન (Imran Khan) પર નિશાન સાધ્યું છે અને તેમના પર દેશને બરબાદ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

પાકિસ્તાન: સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નવાઝ શરીફ ખુશ, ઈમરાન મિંયા પર દેશને 'બરબાદ' કરવાનો આરોપ
PM Imran khan and nawaz sharif (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 7:45 AM
Share

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે (Former Pakistan PM Nawaz Sharif) ગુરુવારે નેશનલ એસેમ્બલીને પુન:સ્થાપિત કરવાના પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના (Pakistan Supreme Court) નિર્ણયનું સ્વાગત કર્યું છે. તમને જણાવી દઈએ કે, કોર્ટે નેશનલ એસેમ્બલી ભંગ કરવાના સરકારના નિર્ણયને ‘ગેરબંધારણીય’ ગણાવ્યો છે. ઈમરાન ખાન (Imran Khan) પર કટાક્ષ કરતા શરીફે કહ્યું કે પાકિસ્તાનના લોકો અલ્લાહનો આભાર માની રહ્યા છે, કારણ કે કોર્ટે આ ચુકાદો આપ્યો છે. ઉપરાંત તેણે કહ્યું કે, કટોકટીમાં ફસાયેલા વડાપ્રધાને લોકોને ભૂખમરાની આરે લાવ્યા હતા.

‘હું દેશના તમામ લોકોને અભિનંદન આપવા માંગુ છું’ : નવાઝ શરીફ

નવાઝ શરીફે લંડનમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘હું દેશના તમામ લોકોને અભિનંદન આપવા માંગુ છું. દેશને બરબાદ કરનાર માણસથી લોકોએ છુટકારો મેળવ્યો છે. તેણે સામાન્ય લોકોને ભૂખમારામાં ધકેલ્યા છે. આજે ડોલર 200 રૂપિયા પર પહોંચી ગયો છે અને દેશમાં વધી રહેલી મોંઘવારીથી લોકો પરેશાન થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ઉપરાષ્ટ્રપતિ કાસિમ સુરીએ (Kasim Suri) વિદેશી ષડયંત્રનું બહાનું બનાવીને ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

ઈમરાનની સરકારે બહુમતી ગુમાવી

એવી માહિતી છે કે ઈમરાન ખાનની સરકારે બહુમતી ગુમાવી દીધી છે. જો અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) પર ઈમરાન વિરુદ્ધ મતદાન થયું હોત તો તેમનું સત્તા છોડવાનું લગભગ નિશ્ચિત હતું. જોકે, કોર્ટે સૂરીના નિર્ણયને રદ કર્યો હતો. આ સાથે સંસદ ભંગ કરીને ફરીથી ચૂંટણી કરાવવાના ઈમરાનના નિર્ણયને પણ ‘ગેરબંધારણીય’ ગણાવ્યો છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચે આ મામલાની સુનાવણી કરતા ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિનો નિર્ણય બંધારણ અને કાયદા બંનેની વિરુદ્ધ છે. તેમજ તેની કોઈ કાયદાકીય અસર પણ ન હતી. આથી તે રદ કરવામાં આવે છે.

9 એપ્રિલે વિધાનસભા સત્ર બોલાવવાનો આદેશ

આ સાથે સુપ્રીમ કોર્ટે (Supreme Court) 9 એપ્રિલે સવારે 10 વાગ્યે નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવવાનો આદેશ આપ્યો છે. જેથી અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થઈ શકે. જો તે પસાર થશે, તો નવા વડા પ્રધાનની પસંદગી કરવામાં આવશે. 342 સભ્યોના ગૃહમાં વિપક્ષને 172 સભ્યોની જરૂર છે, પરંતુ તેઓએ તેનાથી પણ વધુ સભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. આવી સ્થિતિમાં ઈમરાન ખાન પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન બની શકે છે, જે અવિશ્વાસ પ્રસ્તાવમાંથી બહાર ફેંકાઈ જશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિપક્ષમાં ઉત્સવનો માહોલ, ઈમરાનના મંત્રીએ નિર્ણયમાં દર્શાવી ખામીઓ

આ પણ વાંચો : અમેરિકાની સેનેટનો ઐતિહાસિક નિર્ણય, સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અશ્વેત મહિલા બનશે ન્યાયાધીશ

Follow Us
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">