AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાની સેનેટનો ઐતિહાસિક નિર્ણય, સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અશ્વેત મહિલા બનશે ન્યાયાધીશ

જાન્યુઆરી 2021 માં પદ સંભાળ્યા બાદ યુએસ પ્રમુખ જો બાઈડન (America President Joe Biden) વિવિધ સમુદાયોના ન્યાયાધીશોને ફેડરલ બેન્ચ માટે નામાંકિત કરવાની કવાયતમાં જોડાયેલા છે.

અમેરિકાની સેનેટનો ઐતિહાસિક નિર્ણય, સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અશ્વેત મહિલા બનશે ન્યાયાધીશ
Judge Ketanji Brown Jackson (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 7:00 AM
Share

યુએસ સેનેટે (US Senate) ગુરુવારે જજ કેતનજી બ્રાઉન જેક્સનને  (Ketanji Brown Jackson) દેશની સર્વોચ્ચ અદાલતમાં બેસનાર પ્રથમ અશ્વેત મહિલાની (black woman) પુષ્ટિ કરી હતી. સેનેટે ન્યાયાધીશ કેતનજી બ્રાઉન જેક્સનને સમર્થન આપવા માટે 53 થી 47 મત આપ્યા, જેનાથી તેઓ સુપ્રીમ કોર્ટના પ્રથમ અશ્વેત મહિલા ન્યાયાધીશ બન્યા. ત્રણ રિપબ્લિકન સેનેટર સુસાન કોલિન્સ, લિસા મુર્કોવસ્કી અને મિટ રોમનીએ શાસક ડેમોક્રેટિક પાર્ટીના 50 સભ્યોની તરફેણમાં મતદાન કર્યા બાદ સેનેટે 53-47નો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાનું ચૂંટણી વચન પૂરું કર્યું

તમને જણાવી દઈએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં યુએસ પ્રમુખ જો બાઈડને (America President Joe Biden) કેતનજી બ્રાઉન જેક્સનને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) નામાંકિત કર્યા હતા. બાઈડનના નામાંકન સાથે આ અશ્વેત મહિલા માટે અમેરિકાની (America) સર્વોચ્ચ અદાલત સુધી પહોંચવાનો માર્ગ સાફ થઈ ગયો. આ જાહેરાત સાથે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાનું ચૂંટણી વચન પણ પૂરું કર્યું, જેમાં તેમણે અશ્વેત મહિલાને સર્વોચ્ચ અદાલતમાં મોકલવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કેતનજી બ્રાઉન જેક્સન સુપ્રીમ કોર્ટના પ્રથમ અશ્વેત મહિલા જજ બનશે.

કેતનજી બ્રાઉન જેક્સન હાલમાં ફેડરલ કોર્ટમાં કાર્યરત

કેતનજી બ્રાઉન જેક્સન હાલમાં ફેડરલ કોર્ટ ઓફ અપીલ્સમાં જજ છે. જસ્ટિસ ક્લેરેન્સ થોમસ પછી આ કોર્ટમાં તેઓ બીજા અશ્વેત જજ છે. લગભગ બે સદીઓથી યુએસ સુપ્રીમ કોર્ટમાં માત્ર ગોરા લોકો જ ન્યાયાધીશ છે. અગાઉ, યુએસ પ્રમુખ જો બાઈડને સુપ્રીમ કોર્ટમાં સંભવિત ખાલી જગ્યા ભરવા માટે ઓછામાં ઓછા ત્રણ અશ્વેત મહિલા ન્યાયાધીશોનુ નામ આગળ ધર્યું હતુ.

યુએસ પ્રમુખ જો બાઈડને જાન્યુઆરી 2021 માં પદ સંભાળ્યું ત્યારથી તેઓ વિવિધ સમુદાયોના ન્યાયાધીશોને ફેડરલ બેન્ચ માટે નામાંકિત કરવાની પ્રક્રિયામાં જોડાયેલા છે. તેમણે અપીલની ફેડરલ કોર્ટમાં પાંચ અશ્વેત મહિલા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં સફળતા મેળવી છે, જ્યારે સેનેટમાં ત્રણ વધારાના નામાંકન બાકી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : ભારત-યુએસ 11 એપ્રિલે 2+2 મંત્રણા કરશે, રાજનાથ સિંહ અને એસ જયશંકર ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે: વિદેશ મંત્રાલય

આ પણ વાંચો : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિપક્ષમાં ઉત્સવનો માહોલ, ઈમરાનના મંત્રીએ નિર્ણયમાં દર્શાવી ખામીઓ

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
g clip-path="url(#clip0_868_265)">