Pakistan Breaking News: પાકિસ્તાનને મળ્યા નવા વડાપ્રધાન, શેહબાઝ શરીફની જગ્યાએ હવે અનવર સંભાળશે કમાન
પાકિસ્તાનમાં શહેબાઝ શરીફ સરકારના રાજીનામા બાદ ત્યાં રખેવાળ સરકારની રચના કરવામાં આવી છે. અવનાર-ઉલ-હકના નામ પર સરકાર અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે થયેલી સમજૂતી બાદ તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.
Pakistan Breaking News: અગાઉ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ તાજેતરમાં રાજીનામું આપનારા વડા પ્રધાન શહેબાઝ શરીફ અને રાષ્ટ્રીય એસેમ્બલીમાં વિપક્ષના આઉટગોઇંગ નેતા રાજા રિયાઝને શનિવાર સુધીમાં કાર્યપાલક વડા પ્રધાનની નિમણૂક માટેના નામ પર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો. બંને નેતાઓ અનવરના નામ પર સહમત થયા હતા.
આ પણ વાંચો: Pakistan: બાજવાને મામુ કહેતી હતી બુશરા, ઈમરાન પર હતો તેનો સંપૂર્ણ કંટ્રોલ, ડાયરીએ ખોલી આખી પોલ
બેઠકના અનેક રાઉન્ડ બાદ સર્વસંમતિ થઈ
9 ઓગસ્ટના રોજ પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના વિસર્જન પછી, કાર્યકારી વડા પ્રધાન નક્કી કરવા માટે પીએમ શાહબાઝ શરીફ અને રાજા રિયાઝ વચ્ચે બેઠકોના ઘણા રાઉન્ડ થયા. શરીફે ગઈ કાલે રાજધાની ઈસ્લામાબાદમાં કહ્યું હતું કે તે અને રાજા રિયાઝ 12 ઓગસ્ટ (શનિવાર) સુધીમાં આ પદ પર પરસ્પર સહમત થઈ જશે.
Senator Anwaar-ul-Haq Kakar, a lawmaker from Balochistan, has been selected as caretaker prime minister, a statement from the Prime Minister’s Office said, reports Pakistan’s Geo News#TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) August 12, 2023
તે જ સમયે, શરીફે એમ પણ કહ્યું હતું કે, “કેરટેકર પીએમની પસંદગી પર અંતિમ નિર્ણય લેતા પહેલા ગઠબંધન ભાગીદારોને પણ વિશ્વાસમાં લેવામાં આવશે. હું શુક્રવારે રિયાઝને મળવાનો હતો, પરંતુ કેટલાક કારણોસર આ મુલાકાત થઈ શકી નહીં.
કેરટેકર પીએમએ વિસર્જનના 3 દિવસમાં નિર્ણય લેવાનો હતો
રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ શહેબાઝ શરીફ અને રાજા રિયાઝને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન શરીફની સલાહ પર બુધવારે નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું. તે જ સમયે, તેમણે કહ્યું કે કલમ-224A હેઠળ નેશનલ એસેમ્બલીના વિસર્જનના ત્રણ દિવસની અંદર, શરીફ અને રિયાઝ સાથે મળીને કાર્યપાલક વડા પ્રધાન પદ માટે કોઈ નેતાનું નામ નક્કી કરશે.
ઈમરાન ખાન જેલમાં બંધ
જણાવી દઈએ કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં જેલમાં છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે, તોશાખાના કેસમાં થયેલ સજાને ધ્યાને લઈને ઈમરાન ખાનને ચૂંટણી લડવા માટે પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. ઈસ્લામાબાદની એક કોર્ટે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સજા માટે પંજાબ પોલીસે ઈમરાન ખાનને લાહોરના તેના ખાનગી રહેઠાણ જમાન પાર્કમાંથી ધરપકડ કરી હતી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો