AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Pakistan War : ભારતે પાકિસ્તાનને ડ્રોન હુમલાનો એવો જવાબ આપ્યો કે, પાકિસ્તાન ઉભી પૂંછડીએ ભાગ્યું

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાને નિશાને બનાવી તેને જવાબ આપ્યો છે. આ હુમલા બાદ પાડોશી દેશ વચ્ચે તણાવ વધી ગયો છે. પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.

India-Pakistan War : ભારતે પાકિસ્તાનને ડ્રોન હુમલાનો એવો જવાબ આપ્યો કે, પાકિસ્તાન ઉભી પૂંછડીએ ભાગ્યું
| Updated on: May 10, 2025 | 1:19 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવે હવે ગંભીર રુપ લીધું છે. ભારતે પાકિસ્તાનના તમામ હુમલાને નાકામ કર્યા છે. પાકિસ્તાને જેસલમેરમાં 9, અમૃતસરમાં 15 ડ્રેન ફેક્યા હતા. આ સાથે શ્રીનગર એરપોર્ટ અને અવંતીપોરા એરબેઝને નિશાન બનાવ્યા હતા. પરંતુ તેનો દરેક પ્રયત્ન ભારતીય સેનાએ નિષ્ફળ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગુરુવારથી વધારે ડ્રોન હુમલા શુક્રવારના રોજ થયા છે.

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ડ્રોનથી હુમલો કર્યો હતો અને ગોળીબાર શરુ કર્યો હતો. જમ્મુમાં તો સીએમ અબ્દુલ્લાએ પુષ્ટિ કરી હતી કે, ધમાકાના અવાજો સંભળાય રહ્યા છે. જમ્મુ-શ્રીનગર, પઠાણકોટ,ફિરોઝપુરમાં બ્લેકઆઉટ છે. સતત સાયરન વાગી રહ્યા છે. ફિરોઝપુરમાં ભારતીય સેનાએ કેટલાક પાકિસ્તાની ડ્રોનનો નાશ કર્યો હતો. આ સાથે પોખરણમાં પણ ડ્રોન હુમલાના સમાચાર છે. બીજી બાજુ પીએમ મોદીએ 3 સેના પ્રમુખો, રક્ષામંત્રી રાજનાથ સિંહ, અજીત ડોભાલની સાથે બેઠક કરી હતી. રાજૌરીમાં બ્લેકઆઉટ વચ્ચે ફાયરિંગના અવાજો આવી રહ્યા છે.

26 સ્થળો પર ડ્રોન હુમલા

શુક્રવારે પાકિસ્તાને સતત બીજી રાત્રે જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધીના 26 સ્થળો પર ડ્રોન હુમલા કર્યા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ,દુશ્મનના એરબેઝ અને એરફોર્સ બેઝ સહિત મહત્વપૂર્ણ સ્થાનો પરના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. પંજાબના ફિરોઝપુરમાં રાત્રિના અંધારામાં કરવામાં આવેલા હુમલામાં એક પરિવારના કેટલાક સભ્યો ઘાયલ થયા હતા. પાકિસ્તાનની સરહદે આવેલા તમામ રાજ્યોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યા હતા.સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ,પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સતત નજર રાખવામાં આવી રહી છે અને ગભરાવાનું કોઈ કારણ નથી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (LoC) નજીક 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. આમાં શંકાસ્પદ હથિયાળ વાળા ડ્રોનનો સમાવેશ થાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શુક્રવારે 15 મે સુધી ડ્રોન અને ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">