શું પહેલા પણ ક્યારેય જળસંધિ તોડવામાં આવી હતી ? જાણો સંપૂર્ણ માહિતી
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકી હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયા હોવાનું સામે આવતા જ ભારત આકરા પાણીએ છે. ભારત પણ હવે પાકિસ્તાનને તરસ્યુ મારશે. ભારતે સિંધુ જળ સંધિને સમાપ્ત કરી નાખી છે. આ જળસંધિ સમાપ્ત થતા જ પાકિસ્તાન હવે પાણીનાં ટીપે ટીપા માટે તરફડશે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકી હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયા હોવાનું સામે આવતા જ ભારત આકરા પાણીએ છે. ભારત પણ હવે પાકિસ્તાનને તરસ્યુ મારશે. ભારતે સિંધુ જળ સંધિને સમાપ્ત કરી નાખી છે. આ જળસંધિ સમાપ્ત થતા જ પાકિસ્તાન હવે પાણીનાં ટીપે ટીપા માટે તરફડશે.
સિંધુ જળ સંધિની તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં કરાર થયા હતા. 6 નદીઓનાં વહેણથી બનતી સિંધુ નદીના નામ પર આ કરાર અસ્તિત્વમાં આવ્યો. જેમાં વ્યાસ, રાવી, સતલુજ નદીનું પાણી ભારતના ભાગે આવ્યુ. પાકિસ્તાનનાં હિસ્સામાં સિંધુ, ચિનાબ, ઝેલમ નદીનું પાણી ફાળવાયું છે. આ કરાર મુજબ 80ટકા પાણી પાકિસ્તાનને અને 20 ટકા પાણી ભારતનાં ભાગે આવે તેવો કરાર થયો. વિશ્વબેંકે મધ્યસ્થી કરતા બંને દેશો વચ્ચે આ કરાર અસ્તિત્વમાં આવ્યો.
6 નદીઓના પર થયો હતો સિંધુ જળ કરાર
જો સિંધુ જળ સંધિની ઐતિહાસિક તારીખો પર નજર કરીએ તો વર્ષ 1947માં ભારતનાં ભાગલા પડ્યા અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. જેમાં પાકિસ્તાન સિંધુ નદીનાં પાણી પર વધુ નિર્ભર બન્યું. વર્ષ 1952થી 54 સુધી પાણીનો વિવાદ વણસ્યો. પાકિસ્તાને ભારત પર પાણી રોકવાનો આક્ષેપ કરતા અમેરિકા અને વિશ્વ બેંકે આ મામલે મધ્યસ્થી બનવાનો પ્રસ્તાવ મુક્યો.વર્ષ 19 સપ્ટેમ્બર 1960નાં દિવસે વિશ્વ બેંકની મધ્યસ્થતાથી સિંધુ જળ સંધિ અસ્તિત્વમાં આવી.
વિશ્વ બેંકે કરાર પર બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી
ભારતનાં PM નેહરૂ અને પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ અયુબખાને સંધિ પર હસ્તાક્ષર કર્યા. વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છતાં સિંધુ જળ સંધિ યથાવત રહી. વર્ષ 1987 અને 88માં ભારતે વલર બેરેજ બનાવવાની તૈયારી શરૂ કરી. આ પ્રસ્તાવિત પરિયોજનાનો પાકિસ્તાને વિરોધ કરતા આ પ્રોજેક્ટ અટકાવાયો હતો. વર્ષ 1999માં પણ કારગિલ યુદ્ધ થવા છતાં પાકિસ્તાનનું પાણી બંધ ન થયું. કારગિલ યુદ્ધ છતાં સિંધુ જળ સંધિ યથાવત રહી છે. તો વર્ષ 2005માં ભારતનાં બગલીહાર ડેમ મામલે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. જો કે વિશ્વબેંકે ભારતને આગળ વધવા મંજૂરી આપી છે.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
