‘અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે અમારી પાસે દેશ ચલાવવા માટે પૈસા નથી’: ઈમરાન ખાન

ઈસ્લામાબાદમાં ખાંડ ઉદ્યોગ માટે ફેડરલ બ્યુરો ઑફ રેવન્યુના ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા ઈમરાન ખાને કહ્યું "અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે અમારી પાસે એટલા પૈસા નથી કે અમે પોતાનો દેશ ચલાવી શકીએ, જેના કારણે અમારે લોન લેવી પડે છે.

'અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે અમારી પાસે દેશ ચલાવવા માટે પૈસા નથી': ઈમરાન ખાન
Imran Khan (File Photo)

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan)નું કહેવું છે કે દેશ પર વધતું વિદેશી દેવું અને ઓછી કર વસૂલાત હવે ‘રાષ્ટ્રીય સુરક્ષા’નો મુદ્દો બની રહ્યો છે. કારણ કે સરકાર પાસે લોકોના કલ્યાણ (TTS in Pakistan) પર ખર્ચ કરવા સંસાધનોનો અભાવ છે. ઈસ્લામાબાદમાં ખાંડ ઉદ્યોગ માટે ફેડરલ બ્યુરો ઑફ રેવન્યુ (FBR)ના ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા ઈમરાન ખાને કહ્યું, “અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે અમારી પાસે એટલા પૈસા નથી કે અમે પોતાનો દેશ ચલાવી શકી, જેના કારણે અમારે લોન લેવી પડે છે.

 

ઈમરાન ખાને કહ્યું કે સંસાધનોની અછતને કારણે સરકાર પાસે લોકોના કલ્યાણ પર ખર્ચ કરવા માટે બહુ ઓછા પૈસા છે. પાકિસ્તાની પીએમે દુ:ખ વ્યક્ત કર્યુ અને કહ્યું કે ટેક્સની ચુકવણી ન કરવાની પ્રચલિત સંસ્કૃતિ સંસ્થાનવાદી યુગનો વારસો છે.

 

જ્યારે લોકો ટેક્સ ચૂકવવાનું પસંદ કરતા ન હતા કારણ કે તેમના પૈસા તેમના પર ખર્ચવામાં આવતા ન હતા (Pakistan Foreign Debt). સ્થાનિક સંસાધન ઉત્પન્ન કરવામાં નિષ્ફળતાએ સરકારોને દેવાનો આશરો લેવાની ફરજ પાડી છે, ખાને કહ્યું કે તેમની સરકારે છેલ્લા ચાર મહિનામાં 3.8 અરબ ડોલરનું નવું વિદેશી દેવું લીધું છે.

 

અગાઉની સરકારોને ઠેરવી જવાબદાર

આ વર્ષે પાકિસ્તાનમાં પહેલા કરતા વધુ લોન લેવામાં આવી છે. આર્થિક બાબતોના મંત્રાલયના ડેટા દર્શાવે છે કે આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળામાં મળેલી લોન કરતાં 18 ટકા વધુ છે. ખુદ લોન લઈને દેશ ચલાવનાર ઈમરાન ખાને આ સ્થિતિ માટે 2009થી 2018 સુધી દેશ ચલાવતી પાછલી સરકારોને જવાબદાર ગણાવી હતી.

 

તેમણે કહ્યું કે આ સમય દરમિયાન મોટાપાયે લોન લેવામાં આવી હતી, ખાને કહ્યું કે પાકિસ્તાન દેવુ ચૂકવીને જ દેવાના ચક્રમાંથી બહાર આવી શકે છે. ઈમરાન ખાને ટેક્સ કલેક્શનને પ્રોત્સાહન આપવા માટે FBRની પ્રશંસા કરી હતી. જેનો આ વર્ષે 8 ટ્રિલિયન રૂપિયાનો ટેક્સ હાંસલ કરવાનો લક્ષ્યાંક છે.

 

પાકિસ્તાનની ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ શું છે?

આ સાથે TTS પણ શરૂ કરવામાં આવનાર છે, જેનો અભ્યાસ 2008થી કરવામાં આવી રહ્યો હતો. TTS હેઠળ ફેક્ટરી અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી ખાંડની કોઈપણ થેલી સ્ટેમ્પ અને વ્યક્તિગત ઓળખ ચિહ્ન વિના દૂર કરવામાં આવશે નહીં. FBR પેટ્રોલિયમ અને પીણાં ક્ષેત્ર (Petroleum and Beverages)માં પણ ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ દાખલ કરવાનું આયોજન કરી રહ્યું છે.

 

અગાઉ નાણાકીય સલાહકાર શૌકત તારિને કહ્યું હતું કે 20 કરોડ 20 લાખની વસ્તીવાળા દેશમાં માત્ર 30 લાખ કરદાતા છે. સરકારે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 1.5 મિલિયન સંભવિત કરદાતાઓને શોધી કાઢ્યા છે (Foreign Debt on Pakistan). તારિને કહ્યું હતું કે સરકાર આ લોકો પર કોઈ પણ પગલાં લે તે પહેલા ટેક્સ ચૂકવવાનું કહ્યું છે.

 

આ પણ વાંચો: US માં લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટ, બાઈડને તાઈવાનને આમંત્રણ આપી ચીનનું ટેન્શન વધાર્યું, રશિયાને પણ કર્યું સાઈડલાઈન

 

આ પણ વાંચો: Types of Hindu marriage : શું તમને ખબર છે કે હિન્દુ ધર્મમાં વિવાહ કેટલા પ્રકારનાં હોય છે? વાંચો અને જાણો રસપ્રદ માહિતિ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati