US માં લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટ, બાઈડને તાઈવાનને આમંત્રણ આપી ચીનનું ટેન્શન વધાર્યું, રશિયાને પણ કર્યું સાઈડલાઈન
બાઈડને આ વર્ચ્યુઅલ સમિટમાં ચીનને આમંત્રણ આપ્યું નથી. અને તાઈવાનને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આ યાદીમાં નાટો સભ્ય તુર્કીનું નામ પણ નથી. આ સમિટ 9-10 ડિસેમ્બરના રોજ યોજાશે.
અમેરિકી (America) રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) ભારત સહિત ઘણા દેશોને વર્ચ્યુઅલ સમિટ માટે આમંત્રણ આપ્યું છે. આ સમિટ લોકશાહીના મુદ્દા પર હશે. જોકે બાઈડને આ વર્ચ્યુઅલ સમિટ (Virtual Summit on Democracy)માં ચીન (America-China Relation)ને આમંત્રણ આપ્યું નથી. અને તાઈવાનને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આ યાદીમાં નાટો સભ્ય તુર્કીનું નામ પણ નથી. આ સમિટ 9-10 ડિસેમ્બરના રોજ યોજાશે.
મંગળવારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલી યાદી અનુસાર, મુખ્ય પશ્ચિમી સહયોગી ઈરાક, ભારત અને પાકિસ્તાન સહિત 110 દેશોને બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં ચીનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જો કે, તાઈવાનને આમંત્રણ આપવાથી ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ વણસી શકે છે. આ યાદીમાં તુર્કીનું નામ પણ નથી.
મધ્ય પૂર્વના દેશોમાં ઈઝરાયેલ અને ઈરાકને આમંત્રણ આપવામાં આવ્યું છે. બીજી તરફ, અમેરિકાના પારંપરિક આરબ સાથી ઇજિપ્ત, સાઉદી અરેબિયા, જોર્ડન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને આમંત્રણ આપવામાં આવ્યું નથી. બાઈડને બ્રાઝિલને પણ બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. આપને જણાવી દઈએ કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મજબૂત સમર્થકોમાંના એક હતા.
પોલેન્ડ, કોંગો, દક્ષિણ આફ્રિકા, નાઈજરને પણ આમંત્રણ આપવામાં આવ્યું
યુરોપમાં, પોલેન્ડને તેના માનવાધિકાર રેકોર્ડને લઈને યુરોપિયન યુનિયન સાથે સતત તણાવ હોવા છતાં સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. બીજી બાજુ, હંગેરીના કટ્ટરપંથી રાષ્ટ્રવાદી વડા પ્રધાન વિક્ટર ઓર્બનને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આફ્રિકામાં કોંગો, દક્ષિણ આફ્રિકા, નાઈજીરિયા અને નાઈજર આ યાદીમાં સામેલ છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલી યાદી અનુસાર અંતિમ યાદીમાં રશિયાનું પણ નામ નથી, જ્યારે દક્ષિણ એશિયા ક્ષેત્રમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
આ વર્ષે ઓગસ્ટમાં શિખર સમિટની જાહેરાત કરતા, વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે આ બેઠક “સરમુખત્યારશાહી સામે બચાવ, ભ્રષ્ટાચાર સામે લડવા અને માનવાધિકારોના સન્માનને પ્રોત્સાહન આપવા સહિત ત્રણ મુખ્ય વિષયો પર પ્રતિબદ્ધતાઓ અને પહેલોને પ્રોત્સાહન આપશે”.
આ પણ વાંચો: Covid in Germany: જર્મનીમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર!, સ્વાસ્થ્ય મંત્રીએ આપી એવી ચેતવણી કે લોકો ચોંકી ગયા
આ પણ વાંચો: તાલિબાન સામે ઈસ્લામિક સ્ટેટના 100 આતંકીઓએ કર્યું આત્મ સમર્પણ, અફઘાનિસ્તાનમાં આવશે શાંતિ ?