અમદાવાદમાં (Ahmedabad) ગ્લોબલ ગુજરાતીઓના સૌથી મોટા મંચ એવા પ્રવાસી ગુજરાતી પર્વની શરુઆત થઈ છે. આ પર્વમાં દેશ-વિદેશના અઢી હજારથી વધુ ગુજરાતીઓ પહેલી વખત એકસાથે જોડાયા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે (Amit Shah) ઈવેન્ટને વર્ચ્યુલી સંબોધિત કરી. આ ઐતિહાસિક ઈવેન્ટમાં ઉદ્યોગપતિઓથી લઈને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી માંડીને રમત જગત, રાજકારણથી લઈને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે એક મંચ પર ઉપસ્થિત છે. પ્રવાસી ગુજરાતી પર્વને લઈને તમામ NRGમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શરુઆતમાં જ પોતાનું સંબોધન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi)પણ હાજર રહ્યા હતા. તેમણે TV9 ગુજરાતીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતીઓનું વેશ્વિક યોગદાન પર લોર્ડ ભીખુ પારેખ, ડો. ધાર્મિકા મિસ્ત્રી અને આશિષ ઠક્કરએ આ મુદ્દે ચર્ચા કરી હતી.
લોર્ડ ભીખુ પારેખ યુનાઇટેડ કિંગડમના હાઉસ ઓફ લોર્ડ્સના લેબર પાર્ટીના સભ્ય છે, તેમને ગાંધીજીનું ઉદાહરણ આપીને અન્ય દેશો સામે લડતની વાત કરી હતી અને કહ્યું ગુજરાતી વિદેશની ધરતી પર લડ્યા છે અને લડશે.
ભારતને વૈશ્વિક મેડિકલ પેડેસ્ટલ અને કેન્સર રિસર્ચ પર રજૂ કરવાથી લઈને STEM માં કારકિર્દી બનાવતી યુવતીઓ માટે એશિયન આઈકન બનવા સુધી – તમે વ્યાખ્યાયિત કરે છે કે કંઈપણ ક્યારેય અશક્ય નથી! ડો. ધર્મિકા મિસ્ત્રીએ એશિયન સાયન્ટિફિક કોમ્યુનિટીમાં એક પ્રેરણા છે જે સમુદાયને વૈશ્વિક ગૌરવ સુધી લઈ જવામાં ગર્વ અનુભવે છે. ધાર્મિકા મિસ્ત્રી, ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક અને એન્ટરપ્રેન્યુર છે. ડો. ધાર્મિકા મિસ્ટ્રીએ સંબોધન કરતા કહ્યું કેન્સર વિશે વાત કરી. તેમાં તેમને મહિલાઓ, બાળકો અને યુવાનોને કેન્સરથી કેવી રીતે સ્વસ્થ થવાય તે વિશે સમજાવ્યું.
TV9 ના આ વિશેષ કાર્યક્રમમાં આશિષે પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું અને પોતાના બળ પર આગળ વધવાનો ઇરાદો ધરાવતા યુવાનોને ઘણા મૂલ્યવાન શીખ પણ આપી. ઠક્કરે આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે તેમનો પરિવાર વર્ષ 1993માં રવાન્ડા આવ્યો હતો. ત્યાં ગયાના નવ મહિનાની અંદર, હત્યાકાંડ શરૂ થયો. આ કારણે તે, તેમના બહેન અને માતા-પિતા લગભગ 300 દિવસ સુધી શરણાર્થી તરીકે રહ્યા. તેમણે કહ્યું કે તેમણે શૂન્યથી શરૂઆત કરી હતી.
આશિષે કહ્યું કે સંજોગોને કારણે તેણે 15 વર્ષની ઉંમરે અભ્યાસ છોડવો પડ્યો હતો. તેણે 5000 ડોલરની લોન લઈને પોતાનો બિઝનેસ શરૂ કર્યો. હવે 26 વર્ષ પછી, તેઓ 26 આફ્રિકન દેશોમાં 16 જુદા જુદા વ્યવસાય ધરાવે છે. આશિષે વધુમાં જણાવ્યું કે તેણે આ સમયગાળા દરમિયાન 30,000 લોકોને નોકરી આપી છે. આ અવસરે તેમણે કહ્યું કે સંપત્તિ સર્જનની સાથે સાથે સમાજ સાથે જોડાયેલી જવાબદારીઓ પણ નિભાવવી ખૂબ જ જરૂરી છે.
ભીખુ છોટાલાલ પારેખ, બેરોન પારેખનો જન્મ 4 જાન્યુઆરી 1935ના રોજ થયો હતો. તેઓ હાઉસ ઓફ લોર્ડ્સના લેબર પાર્ટીના સભ્ય છે. લોર્ડ ભીખુ પારેખ 1982થી 2001 સુધી યુનિવર્સિટી ઓફ હલમાં પોલિટિકલ થિયરીના પ્રોફેસર હતા અને 2001થી 2009 સુધી યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પોલિટિકલ ફિલોસોફીના પ્રોફેસર હતા. તેમણે 2003થી 2008 દરમિયાન એકેડેમી ઓફ સોશિયલ સાયન્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી.
Published On - 5:18 pm, Sat, 15 October 22