Nobel Prize 2021: અબ્દુલરાઝક ગુરનાહને સાહિત્યમાં નોબેલ, શરણાર્થીઓની સમસ્યા ઉજાગર કરવા બદલ મળ્યુ સન્માન
નવલકથાકાર અબ્દુલરાઝક ગુરનાહ( Abdulrazak Gurnah)ની નોબેલ સાહિત્ય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.
Nobel Prize 2021: મહાન તાન્ઝાનિયાના નવલકથાકાર અબ્દુલરાઝક ગુરનાહને( Abdulrazak Gurnah) સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. નોબેલ એકેડેમી દ્વારા સાહિત્ય નોબેલ પ્રાઈઝ અંગે આ જાહેરાત કરવામાં આવી છે.
ગુરનાહે તેમની નવલકથાઓમાં વસાહતીવાદ, શરણાર્થીઓ અને અખાતમાં તેમની સંસ્કૃતિઓ વિશે વિસ્તૃત વાત કરી છે. અત્યાર સુધીમાં કુલ 117 લોકોને સાહિત્યનું નોબેલ પુરસ્કાર (Literature Nobel Prize) આપવામાં આવ્યું છે. જેમાં 16 મહિલાઓનો સમાવેશ થાય છે.
The 2021 Nobel Prize in Literature is awarded to the novelist Abdulrazak Gurnah “for his uncompromising and compassionate penetration of the effects of colonialism and the fate of the refugee in the gulf between cultures and continents” pic.twitter.com/AOoprBEEbS
— ANI (@ANI) October 7, 2021
કોણ છે અબ્દુલરાઝક ગુરનાહ?
અબ્દુલરાઝક ગુરનાહનો જન્મ 1948માં થયો હતો અને ઝાંઝીબાર ટાપુ પર તેઓનું બાળપણ (Child wood)વિત્યુ હતુ. પરંતુ તે 1960ના અંતમાં શરણાર્થી તરીકે ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. ગુરનાહની ચોથી નવલકથા ‘પેરેડાઈઝ’ 1994માં તેમને લેખક તરીકે માન્યતા આપવામાં આવી હતી.
વર્ષ 1990ની આસપાસ પૂર્વ આફ્રિકાની સંશોધન યાત્રા દરમિયાન તેમણે એક પુસ્તક લખ્યુ હતું. જે એક દુ:ખદ કહાની છે જેમાં તેણે અલગ અલગ દુનિયા અને માન્યતાઓ એકબીજા સાથે કઈ રીતે ટકરાય છે, તેના વિશે વર્ણન કર્યુ છે.
આ એવોર્ડ જીતનાર તે પ્રથમ આફ્રિકન
આજકાલ તે બ્રિટનમાં રહે છે. આ એવોર્ડ જીતનાર તે પ્રથમ આફ્રિકન (First African) બની ગયા છે. તેમણે 21 વર્ષની ઉંમરથી અંગ્રેજીમાં લખવાનું શરૂ કર્યું હતુ. તેઓ યુનિવર્સિટી ઓફ કેન્ટ, કેન્ટરબરીમાં અંગ્રેજી અને પોસ્ટકોલોનિયલ લિટરેચરના પ્રોફેસર (Professor) પણ રહી ચૂક્યા છે.
શરણાર્થીઓનું કરુણ વર્ણન
અબ્દુલરાઝકે જે રીતે શરણાર્થી અનુભવનું વર્ણન કર્યું છે તે દુર્લભ છે. તેમણે શરણાર્થીઓના (Refugee experience) જીવનમાં કેવી પરિસ્થિતિઓ ઉભી થાય છે જેને ઉકેલી શકાતી નથી,તેનુ વિસ્તૃતમાં વર્ણન કર્યુ છે. અબ્દુલરાઝક ગુરનાહે 10 નવલકથાઓ અને કેટલીક ટૂંકી વાર્તાઓ પ્રકાશિત કરી છે.
શરણાર્થીઓની સમસ્યાઓ તેમના લખાણોમાં વધુ વર્ણવવામાં આવી છે. તેમણે 21 વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું, જોકે તેમની લેખનની ભાષા શરૂઆતમાં સ્વાહિલી હતી. બાદમાં તેમણે તેમના સાહિત્યિક લેખનમાં અંગ્રેજી ભાષા (English Language) જોવા મળી હતી.
આ પણ વાંચો : અમેરિકામાં ભારતનો ડંકો ! શ્રી સૈની મિસ વર્લ્ડ અમેરિકા 2021 ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય – અમેરિકન બની
આ પણ વાંચો : Travelling Lovers : ફરવા માટે આ કપલે છોડી દીધો 1.5 કરોડનો બંગલો, વાનમાં ઘર બનાવી ફરી રહ્યા છે દુનિયા