અમેરિકામાં ભારતનો ડંકો ! શ્રી સૈની મિસ વર્લ્ડ અમેરિકા 2021 ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય – અમેરિકન બની
શ્રી સૈની આ બ્યુટી પેઝન્ટ જીતનાર પ્રથમ ભારતીય અમેરિકન બની છે. તે હાલમાં અમેરિકાના વોશિંગ્ટનમાં રહે છે અને MWA નેશનલ બ્યુટી વિથ પર્પઝની એમ્બેસેડર પણ છે.
Miss World America 2021 : શ્રી સૈનીએ મિસ વર્લ્ડ અમેરિકા 2021 નો તાજ જીત્યો છે. આ સાથે તે આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય અમેરિકન બની છે. તમને જણાવી દઈએ કે, મિસ વર્લ્ડ અમેરિકા 2021 નો કાર્યક્રમ અમેરિકાના લોસ એન્જલસમાં (Los Angeles) યોજાયો હતો.
લુધિયાણાની શ્રી સૈની આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય-અમેરિકન
શ્રી સૈનીને મિસ વર્લ્ડ અમેરિકા 2021 નો તાજ મિસ વર્લ્ડ 2017 ડાયના હેડન અને મિસ વર્લ્ડ કેનેડા 2013 ની વિજેતા તાન્યા મેમે પહેરાવ્યો હતો. આ સાથે તે આ બ્યુટી પેઝન્ટ (Beauty pageant) જીતનાર પ્રથમ ભારતીય અમેરિકન બની છે. તે હાલમાં અમેરિકાના વોશિંગ્ટનમાં રહે છે અને MWA નેશનલ બ્યુટી વિથ પર્પઝની એમ્બેસેડર પણ છે.
View this post on Instagram
સૈનીએ અનેક સંઘર્ષ સામે લડીને સફળતાના શિખર સર કર્યા
મુળ પંજાબના લુધિયાણાની શ્રી સૈનીએ અનેક સંઘર્ષ (Struggle) બાદ આ ખિતાબ પોતાને નામ કર્યો છે. માત્ર 12 વર્ષની ઉંમરે સૈનીને હદયની બીમારીને કારણે તેણે પેસમેકર લગાવવું પડ્યું હતુ. ઉપરાંત એક અકસ્માતમાં તેના ચહેરા પર પણ ગંભીર ઈજાઓ થઈ હતી પરંતુ, તેણે તેને ક્યારેય તેની સફળતાના માર્ગમાં અડચણ ન બનવા દીધા.
મારી સફળતાનો તમામ શ્રેય મારા માતા -પિતાને જાય છે : શ્રી સૈની
આ બ્યુટી પેઝન્ટ જીત્યા બાદ શ્રી સૈનીએ કહ્યું કે, ‘હું ખૂબ ખુશ છું અને નર્વસ પણ છું. હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકુ એમ નથી. મારી સફળતાનો તમામ શ્રેય મારા માતા -પિતાને જાય છે, ખાસ કરીને મારી માતાએ જેમણે હંમેશા મને સાથ આપ્યો છે. હું આ સન્માન માટે મિસ વર્લ્ડ અમેરિકાનો (Miss World America 2021)આભાર માનું છું.
લુધિયાણાની શ્રી સૈની હાલમાં અમેરિકા વોશિંગ્ટનમાં રહે છે
મુળ પંજાબના લુધિયાણાની શ્રી સૈની હાલમાં અમેરિકા (America) વોશિંગ્ટનમાં રહે છે, તેમને મિસ વર્લ્ડ અમેરિકા 2021 નો ખિતાબ જીત્યા બાદ તેણે ઈનસ્ટાગ્રામ પર લખ્યુ કે, MWAની એમ્બેસેડર બનવાની સાથે તેને નેશનલ બ્યુટીની જવાબદારી પણ મળી છે, જે તે સારી રીતે નિભાવશે.
આ પણ વાંચો : PM Narendra Modi: પીએમ મોદી આજે ઉત્તરાખંડ જશે, દેશને 35 ઓક્સિજન પ્લાન્ટ સમર્પિત કરશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમની વિગતો
આ પણ વાંચો : પીએમ મોદીએ 20 વર્ષમાં દેશ અને લોકોની પ્રગતિ માટે રાત-દિવસ પરિશ્રમ કર્યો : અમિત શાહ