News9 Global Summit: BJP સતત ત્રીજી વખત સત્તામાં આવી… અશ્વિની વૈષ્ણવે જર્મનીમાં ગણાવી PM મોદીની સિદ્ધિઓ
દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9ની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ જર્મનીમાં શરૂ થઈ ગઈ છે. જેમાં દેશના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે બદલાતા વૈશ્વિક વાતાવરણ વિશે પણ વાત કરી હતી.
દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9ની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ જર્મનીમાં શરૂ થઈ ગઈ છે. દેશના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સમિટમાં ‘ભારત અને જર્મનીઃ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે રોડમેપ’ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, જર્મની અને ભારતના તમામ લોકોનો આભાર.
ભારત વતી હું જર્મનીના લોકોનું સ્વાગત કરું છું. છેલ્લા 5 વર્ષમાં દુનિયાએ ત્રણ મોટી મુશ્કેલીઓ જોઈ. કોવિડ અને વિશ્વના વિવિધ દેશો વચ્ચે સંઘર્ષ થયો.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 2024 એ વર્ષ છે જેમાં લોકશાહી દેશોએ ચૂંટણીઓ જોઈ છે. ભારતમાં પણ 6 મહિના પહેલા ચૂંટણી યોજાઈ હતી. ભારતમાં 968 મિલિયન મતદારો છે. આ વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી. દુનિયા ઝડપથી ડિજિટલ યુગ તરફ આગળ વધી રહી છે. ભારત ટેક્નોલોજીને લઈને ખૂબ જ સભાન છે. આનું પરિણામ એ આવ્યું કે ભારતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો માત્ર 5 કલાકમાં જાહેર થઈ ગયા.
લોકોને મોદી સરકારની નીતિઓમાં વિશ્વાસ છે
અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ બદલાયેલા વૈશ્વિક ડિજિટલ વાતાવરણ વચ્ચે મોટી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત સત્તામાં આવી છે. આ મોદી સરકારની નીતિઓ અને યોજનાઓમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. ભારતની જનતાએ સ્થિરતા માટે મત આપ્યો છે.
દસ વર્ષ પહેલાં PM મોદી સત્તામાં આવ્યા ત્યારે ભારત જીડીપીની દૃષ્ટિએ દસમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર હતું. તે સમયે લોકોને સંસ્થાઓ પર ઓછો વિશ્વાસ હતો. એક દાયકામાં જીડીપીની દ્રષ્ટિએ ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.