ન્યૂયોર્કના ગવર્નર પર 11 મહિલાઓના યૌન ઉત્પીડનનો આરોપ, તાત્કાલિક રાજીનામું આપવા માંગ

કુઓમો મહિલાઓને ખોટી રીતે હાથ લગાડતો હતો. આ સિવાય તેના પર મહિલાઓને કિસ કરવા, અભદ્ર ટિપ્પણીઓ કરવાનો પણ આરોપ લાગ્યો છે.

ન્યૂયોર્કના ગવર્નર પર 11 મહિલાઓના યૌન ઉત્પીડનનો આરોપ, તાત્કાલિક રાજીનામું આપવા માંગ
Andrew Cuomo and joe biden

રાષ્ટ્રપતિ જો બાયડેને (Joe Biden) મંગળવારે ન્યૂયોર્કના (New York) ગવર્નર એન્ડ્ર્યૂ કુઓમોને (Andrew Cuomo) પોતાના પદ પરથી રાજીનામું આપવા જણાવ્યું છે. રાજ્યના એટર્ની જનરલ કાર્યાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી એક રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ન્યૂયોર્ક ગવર્નરે રાજ્ય કર્મચારીઓ સહિત 11 મહિલાઓનું યૌન ઉત્પીડન કર્યુ છે. આ રીતે તેણે કાયદાનો ભંગ કર્યો છે. કુઓમો બાયડેનની ડેમોક્રેટિક પાર્ટીના સદસ્ય છે અને અમેરિકી રાષ્ટ્રપતિએ માર્ચમાં જણાવ્યું હતુ કે જો તેમના પર લાગેલા આરોપ સાચા છે તો તેમણે પદ પરથી રાજીનામું આપી દેવુ જોઈએ.

 

 

જો બાયડેને કહ્યું કે મને લાગે છે કે એન્ડ્ર્યૂ કુઓમોએ રાજીનામું આપી દેવુ જોઈએ. બાયડેનએ આ વાત ન જણાવી કે જો કુઓમો પદ છોડવાની મનાઈ કરે છે તો તેમના પર કાર્યવાહી કરવી જોઈએ. બાયડેનએ એમ પણ કહ્યું કે કુઓમો પર કેટલીક મહિલાઓના યૌન ઉત્પીડનના આરોપ ખોટા છે. પરંતુ એટર્ની જનરલે જણાવ્યું કે કેટલીક વાતો એવી બની છે કે જે ન બનવી જોઈએ. રાજકીય રૂપથી રાષ્ટ્રપતિનું નિવેદન કુઓમો માટે મોટી વાત સાબિત થઈ શકે છે. જો કુઓમો પદ છોડે છે તો તે ગવર્નરના રૂપમાં પોતાનો સતત ત્રણ વર્ષનો કાર્યકાળ પુરો નહીં કરી શકે.

 

 

ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિઆ જેમ્સના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કુઓમોના વ્યવહાર વિશેની જાણકારી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે કુઓમો મહિલાઓને ખોટી રીતે હાથ લગાડતો હતો. આ સિવાય તેના પર મહિલાઓને કિસ કરવા, અભદ્ર ટિપ્પણીઓ કરવાનો પણ આરોપ લાગ્યો છે.

 

આ રિપોર્ટને લઈને કુઓમોએ 14 મિનિટનું સંબોધન કર્યુ અને મોટેભાગના સમયમાં આ વાત પર કંઈ પણ કહેવાથી બચતા જોવા મળ્યા. જેનાથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે કુઓમો પદ પર રહેવા માટે આરોપોને નકારવા માટેની યોજનાઓ બનાવી રહ્યા છે.

 

આ પણ વાંચો – Gujarat Top News: રાજ્યમાં વરસાદ, શિક્ષણ કે પછી સરકારની વિવિધ દિવસોની ઉજવણી મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

 

આ પણ વાંચો – પ્રાચીન સમયમાં લોકો પોતાના વસ્ત્રો સાબુ વગર કેવી રીતે સાફ રાખતા હતા ? જાણો જુદી-જુદી પદ્ધતિ

Click on your DTH Provider to Add TV9 Gujarati