Gujarat Top News: રાજ્યમાં વરસાદ, શિક્ષણ કે પછી સરકારની વિવિધ દિવસોની ઉજવણી મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી નહિવત,રાજ્યમાં શાળાઓમાં કોરોના નિયમોના ભંગને લઈને વિજય રૂપાણીએ આપ્યું નિવેદન,તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં વરસાદ, શિક્ષણ કે પછી સરકારની વિવિધ દિવસોની ઉજવણી મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Brief News

1. રાજ્યમાં સારા વરસાદ માટે જોવી પડશે રાહ, હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત

ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જતા સૌ કોઈ વરસાદની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સતત મેધમહેર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં 38 ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat માં સારા વરસાદ માટે રાહ જોવી પડશે, હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત

 

2. નારી ગૌરવ દિવસની ઉજવણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવ્યો

રાજ્યની રૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં આજે ચોથા દિવસે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલા ઉત્કર્ષ યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો છે અને મહિલાઓના આર્થિક સશક્તિકરણની દિશામાં મહત્વની જાહેરાતો પણ કરી હતી.

 

આ સમાચાર વિગતવાર વાંચો: નારી ગૌરવ દિવસની ઉજવણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવ્યો

 

3. ગુજરાતમાં કોસ્ટ ગાર્ડે આઝાદીનો અમૃત મહોત્સવના ભાગરૂપે સાઈક્લોથોનનું કરવામાં આવ્યું આયોજન

ભારતીય તટરક્ષક દળના પ્રાદેશિક વડામથક અને કમાન્ડ અંતર્ગત આવતા યુનિટ્સ દ્વારા ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ગાંધીનગર, પોરબંદર અને ઓખા ખાતે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર પશ્ચિમ પ્રદેશ હેઠળ આવતા તમામ ભારતીય તટરક્ષક દળના યુનિટ્સે આ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat માં કોસ્ટ ગાર્ડે આઝાદીનો અમૃત મહોત્સવના ભાગરૂપે વોકેથોન અને સાઇક્લોથોનનું આયોજન કર્યું

 

4. સુરતની ગજેરા સ્કૂલની મનમાનીને લઈને સીએમ રૂપાણીએ આપ્યું નિવેદન

ગુજરાતના સુરત શહેરમાં ગજેરા સ્કૂલની મનમાનીને લઈને સીએમ રૂપાણીએ વડોદરામાં સ્પષ્ટ કર્યું છે, કોઈ પણ નોટિફિકેશનનો ભંગ સરકાર ચલાવશે નહીં. વધુમાં જણાવ્યું હતું કે, કોરોના ગાઈડલાઈનનો કોઈપણ સંજોગોમાં શાળાઓએ ભંગ કરવો નહીં. આપને જણાવવું રહ્યું કે સુરતની ગજેરા સ્કૂલ દ્વારા ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જેને કારણે કોવિડ ગાઈડલાઈનનો ભંગ થયો હતો.

 

આ સમાચાર વિગતવાર વાંચો: સુરતની ગજેરા સ્કૂલની મનમાનીને લઇને સીએમ રૂપાણીનું નિવેદન,કહ્યું નોટિફિકેશનનો ભંગ સરકાર નહિ ચલાવે

 

5. ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન છતાં ભાવનગરની યુનિવર્સિટીની કોલેજોમાં બેઠકો ખાલી

ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન છતાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીની કોલેજોમાં બેઠકો ખાલી રહેવાની સ્થિતિ સર્જાઈ છે. માસ પ્રમોશન આપતા ભાવનગર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 17,051 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 4,877 વિદ્યાર્થીઓ મળી કુલ 21,928 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. તેની સામે એમ.કે.બી યુનિવર્સિટીની જુદી જુદી કોલેજોમાં કુલ 27,212 બેઠકો ઉપલબ્ધ છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: BHAVNAGAR : ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન છતાં યુનિવર્સિટીની કોલેજોમાં બેઠકો રહેશે ખાલી, જાણો કારણ

 

6. બનાસકાંઠા જિલ્લામાં  વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લામાં જુલાઈના અંત સુધી સરેરાશ 50 ટકા કરતા વધારે વરસાદ થતો હતો. જો કે આ સિઝનનો માત્ર 25 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાના ભાભર અને થરાદમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: BANASKANTHA : વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો, પાકને નુકસાન પહોંચવાની ભીતી

 

7. સુરતમાં સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો ફરી હડતાળ પર, પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ

સુરતમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમની પડતર માંગણી સાથે ફરી હડતાળ પર ઉતર્યા છે. જેમાં ડોક્ટરો દ્વારા વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં માગણી ન સ્વીકારાતા તેવો હડતાળ પર ઉતર્યા છે. ડોકટરોએ જણાવ્યું કે જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો ફરી હડતાળ પર, પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ

 

8. અમદાવાદમાં સરકારી કોલેજના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું અનોખું વિરોધ પ્રદર્શન

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કે.કા.શાસ્ત્રી સરકારી કોલેજના ખાનગીકરણ ને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ખોખરા વિસ્તારમાં અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જાહેર રસ્તા પર ભીખ માંગીને સરકારી કોલેજનું ખાનગીકરણ રોકવા વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

 

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : કે.કા શાસ્ત્રી સરકારી કોલેજના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું અનોખું વિરોધ પ્રદર્શન

 

9. વાપીમાંથી NCBએ મેફેડ્રિંન ડ્રગ્સનો 4.5 કિલોના જથ્થા સાથે 2 વ્યક્તિની કરી ધરપકડ

વાપીમાંથી મેફેડ્રિંન ડ્રગ્સનો 4.5 કિલોનો જથ્થો ઝડપાયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દરોડા પાડીને મેફેડ્રિંન ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે દવાની ફેકટરીમાં ગેરકાયદે રીતે મેફેડ્રિંન ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતુ હતુ.પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: valsad: વાપીમાંથી NCB એ મેફેડ્રિંન ડ્રગ્સનો 4.5 કિલોના જથ્થા સાથે 2 જણાને ઝડપ્યા, ડ્રગ્સની સાથે 85 લાખની રોકડ પણ જપ્ત કરી

 

10. વડોદરાના નિઝામપુરામાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો છે. બિન સત્તાવાર વાડી અને નિઝામપુરા વિસ્તારમાં ઝાડા-ઉલટીથી અત્યાર સુધીમાં બે લોકોના મોત પણ થયા છે. પરંતુ વડોદરા મનપા તંત્રના પેટનું પાણી હલ્યું નથી. સ્થાનિકોની ફરિયાદ છે કે પીવાની પાણીની લાઈનમાં દુષિત પાણી ભળી જવાથી રોગચાળો વકર્યો છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: VADODARA : નિઝામપુરામાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો, ઘરેઘરે બિમારીના ખાટલા

Click on your DTH Provider to Add TV9 Gujarati