દક્ષિણ નાઈજીરીયામાં મોટો અકસ્માત, ચર્ચ ઈવેન્ટમાં ભાગદોડમાં આશરે 31 લોકોના મોત, ઘણા લોકો ઘાયલ

દક્ષિણ નાઈજીરિયામાં (Southern Nigeria) ભાગદોડ મચી જવાથી ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા મુજબ, સ્થળના ગેટ પર જ મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.

દક્ષિણ નાઈજીરીયામાં મોટો અકસ્માત, ચર્ચ ઈવેન્ટમાં ભાગદોડમાં આશરે 31 લોકોના મોત, ઘણા લોકો ઘાયલ
Nigeria policeImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 8:51 PM

દક્ષિણ નાઈજીરિયામાંથી (Southern Nigeria) આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ચર્ચના એક કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી જવાથી ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના દક્ષિણ નાઈજીરિયાના પોર્ટ હરકોર્ટ (Port Harcourt city) શહેરમાં એક ચર્ચમાં બની હતી. પોલીસે જણાવ્યું કે ભોજનના વિતરણ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ સ્થળના ગેટ પર જ મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. આ ભીડમાં કેટલાક લોકોને જમીન પર ધકેલી દેવામાં આવ્યા હતા અને કેટલાક લોકો કચડીને માર્યા ગયા હતા.

રિવર સ્ટેટ પોલીસના પ્રવક્તા ગ્રેસ ઈરિંજ-કોકોએ જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે ચર્ચમાં ભોજન લેવા માટે પહોંચેલા સેંકડો લોકો એક ગેટ તોડીને અંદર ઘૂસી ગયા હતા, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. પ્રવક્તાએ વધુમાં કહ્યું ‘કેટલાક લોકો અહીં પહેલાથી જ હાજર હતા અને કેટલાક લોકો પાછળથી એકઠા થઈ ગયા અને દોડવા લાગ્યા, જેના કારણે અહીં ભાગદોડ મચી ગઈ. પોલીસે સ્થિતિને કાબુમાં લીધી છે અને આ બાબતે તપાસ ચાલી રહી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ ખબર અપડેટ થઈ રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">