Bhavnagar: મેઘમણી ફાઈનકેમે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં કર્યો પ્રવેશ, પવન-સૌર હાઈબ્રિડ પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરશે

18.34 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ (Wind-solar hybrid power plant) સ્થાપિત કરવા રિન્યૂ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલની રચના કરવામાં આવી.

Bhavnagar: મેઘમણી ફાઈનકેમે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં કર્યો પ્રવેશ, પવન-સૌર હાઈબ્રિડ પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરશે
Solar hybrid power plant
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

May 28, 2022 | 7:53 PM

ક્લોર-આલ્કલી અને તેના મૂલ્ય વર્ધક ડેરિવેટિવ્સની અગ્રણી ઉત્પાદક મેઘમણી ફાઈનકેમ લિમિટેડ (એમએફએલ)એ શનિવારે જાહેરાત કરી હતી કે, કંપનીએ પવન-સૌર હાઈબ્રિડ પાવર (Wind-solar hybrid power plant) પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે રિન્યૂ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ (Renew Green Energy Solutions Pvt) સાથે સમજૂતી કરી છે. આ જોડાણ પુનઃપ્રાપ્ય ઊર્જા સેગમેન્ટમાં એમએફએલના પ્રવેશનું સૂચક છે તથા ગ્રીન ઊર્જાને પ્રોત્સાહન આપવા અને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા સતત કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

મેઘમણી ફાઈનકેમએ ગુજરાતમાં ભાવનગર નજીક 18.34 મેગાવોટ પવન-સૌર હાઈબ્રિડ પાવર પ્લાન્ટનો અમલ કરવા રિન્યૂ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) અંતર્ગત એનર્જી સબસ્ક્રિપ્શન એગ્રીમેન્ટ (ઇએસએ) તથા શેર સબસ્ક્રિપ્શન એન્ડ શેરહોલ્ડર એગ્રીમેન્ટ (એસએસએસએચએ)નો અમલ કર્યો છે.

એમએફએલ રૂ. 20.54 કરોડના યોગદાન સાથે એસપીવીમાં 26 ટકા હિસ્સો ધરાવશે તેમજ રિન્યૂ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ રૂ. 58.46 કરોડનો 74 ટકા હિસ્સો પ્રાપ્ત કરશે. આ હાઈબ્રિડ વીજ પ્લાન્ટ નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કાર્યરત થશે એવી અપેક્ષા છે. આ સમજૂતી મુજબ પ્લાન્ટમાંથી વીજળીનું ઉત્પાદન 25 વર્ષની મુદ્દત માટે કેપ્ટિવ દરજ્જા અંતર્ગત એમએફએલને પૂરો પાડશે.

આ વ્યવસ્થા ગ્રીન/રિન્યૂએબલ ઊર્જાના ક્ષેત્રમાં પ્રવેશ માટેનું એક પગલું છે, જેથી કાર્બનનું ઉત્સર્જન ઘટશે અને પર્યાવરણનું સંરક્ષણ કરશે. આ હાઈબ્રિડ વીજ પ્લાન્ટ એમએફએલને તેની હાલના અને ભવિષ્યના પ્રોજેક્ટની જરૂરિયાતો પૂર્ણ કરવા મદદરૂપ થશે. આ હાઈબ્રિડ વીજ પ્લાન્ટ દ્વારા વીજળીના યુનિટદીઠ ખર્ચ ગ્રિડમાંથી ખરીદેલી વીજળી કરતાં ઓછો હશે.

એમએફએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મૌલિક પટેલે આ વ્યવસ્થા પર કહ્યું હતું કે મેઘમણી ફાઈનકેમમાં અમારી ટીમે શ્રેષ્ઠ અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પર્યાવરણના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે પર્યાવરણને અનુકૂળ ઊર્જા (પવન-સૌર હાઇબ્રિડ વીજ પ્લાન્ટ) મેળવી પર્યાવરણનું સંરક્ષણ કરવામાં અમારી પોઝિશન વધારે મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. હાઈબ્રિડ વીજ પ્લાન્ટ અમને અમારી વીજળીની વધતી માગને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે અને અમને ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની સુવિધા પણ આપશે, જે ભારત સરકારની ગ્રીન એનર્જી અને ગ્રીન હાઈડ્રોજનની પહેલને ટેકો આપે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati