વિદેશમાં Ayodhya Ram Lalla ની ટપાલ ટિકિટ બહાર પાડી, જુઓ વિદેશ મંત્રીએ પોસ્ટ કરેલી તસવીરો

Ayodhya Ram Lalla : દક્ષિણ પૂર્વ એશિયાના દેશ લાઓસે અયોધ્યાના શ્રીરામલલા પર ટપાલ ટિકિટ બહાર પાડી છે. લાઓસે માત્ર રામ લલ્લાની જ નહીં પરંતુ મહાત્મા બુદ્ધની પણ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે.

વિદેશમાં Ayodhya Ram Lalla ની ટપાલ ટિકિટ બહાર પાડી, જુઓ વિદેશ મંત્રીએ પોસ્ટ કરેલી તસવીરો
Ram Lall postage stamp
Follow Us:
| Updated on: Jul 28, 2024 | 12:53 PM

Ram Lall postage stamp : દક્ષિણ પૂર્વ એશિયાના દેશ લાઓસે અયોધ્યાના શ્રી રામલલાની ટપાલ ટિકિટ બહાર પાડી છે. લાઓસે માત્ર રામ લલાની જ નહીં પરંતુ મહાત્મા બુદ્ધની પણ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર આ માહિતી આપી છે. આ સાથે લાઓ પીડીઆર (લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક) આ અયોધ્યા સ્ટેમ્પ બહાર પાડનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.

બૌદ્ધ ધર્મના કારણે ભારત અને લાઓસ વચ્ચે સદીઓથી સારા સંબંધો

જયશંકર લાઓસની મુલાકાતે છે અને આ અંગે ટ્વીટ કરતી વખતે તેમણે કહ્યું કે, રામાયણ અને બૌદ્ધ ધર્મના આપણા સહિયારા સાંસ્કૃતિક ખજાનાની ઉજવણી માટે એક વિશેષ ટિકિટ સેટ લોન્ચ કરવામાં આવ્યો છે. જયશંકર ASEAN-ભારત મંત્રી સ્તરીય પરિષદ, પૂર્વ એશિયા સમિટના વિદેશ મંત્રીઓની બેઠક અને ASEAN પ્રાદેશિક મંચની બેઠક માટે વિયેતિયાની મુલાકાતે છે. તમને જણાવી દઈએ કે બૌદ્ધ ધર્મના કારણે ભારત અને લાઓસ વચ્ચે સદીઓથી સારા સંબંધો રહ્યા છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

જુઓ પોસ્ટ……….

(Credit Source : @DrSJaishankar)

22 જાન્યુઆરી 2024 એ મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી

ભગવાન રામના બાળ સ્વરૂપને દર્શાવતી શ્રી રામ લલાની મૂર્તિ અયોધ્યાના રામ મંદિરની સૌથી મોટી વિશેષતા છે. કાળા પથ્થરથી બનેલી આ પ્રતિમા 22 જાન્યુઆરી 2024ના રોજ મંદિરના ગર્ભગૃહમાં ધામધૂમથી સ્થાપિત કરવામાં આવી હતી.

(એજન્સી તરફથી ઇનપુટ)

g clip-path="url(#clip0_868_265)">