Russia-Ukraine War : જાણો રશિયા-યુક્રેન વિવાદનો આખો ઘટનાક્રમ, 1991 થી થયા હતા જંગના મંડાણ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પાછળ નાટો કારણભૂત હોવાનું માનવામાં આવે છે. નાટો એટલે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન, જેની શરૂઆત વર્ષ 1949માં થઈ હતી. યુક્રેન નાટોમાં જોડાવા માંગે છે પરંતુ રશિયા નથી ઇચ્છતુ. તમારે એ જાણવું જરૂરી છે કે આ વિવાદનું મૂળ શું છે ?

Russia-Ukraine War : જાણો રશિયા-યુક્રેન વિવાદનો આખો ઘટનાક્રમ, 1991 થી થયા હતા જંગના મંડાણ
Russia-Ukraine War ( File image)Image Credit source: coutresy- republicworld
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 1:16 PM

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) હવે ત્રીજા વિશ્વ યુદ્ધ (Third World War) તરફ આગળ વધી રહ્યું છે. રશિયાએ પોતાની અને યુક્રેનની વચ્ચે આવનારાઓને ધમકી આપી છે, જ્યારે અમેરિકાએ પણ કડક ચેતવણી સાથે કહ્યું છે કે પરિણામ ખૂબ જ ખરાબ આવશે. રશિયાએ કિંમત ચૂકવવી પડશે. બ્રિટન અને અન્ય દેશો પણ રશિયા સામે ઉભા છે. આ વખતે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પાછળ નાટો કારણભૂત હોવાનું માનવામાં આવે છે. નાટો એટલે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન, જેની શરૂઆત વર્ષ 1949માં થઈ હતી. યુક્રેન નાટોમાં જોડાવા માંગે છે પરંતુ રશિયા નથી ઇચ્છતુ. તમારે એ જાણવું જરૂરી છે કે આ વિવાદનું મૂળ શું છે ? સોવિયેત યુનિયન વખતે એક સમયે મિત્ર ગણાતા આ પ્રાંતો બે દેશ બન્યા પછી કેમ એકબીજાના દુશ્મન બની ગયા છે?

યુક્રેન પશ્ચિમમાં યુરોપ અને પૂર્વમાં રશિયાથી ઘેરાયેલું છે. 1991 સુધી, યુક્રેન અગાઉના સોવિયેત સંઘ (યુએસએસઆર)નો ભાગ હતું. અલગ થયા પછી પણ યુક્રેનમાં રશિયાનો પ્રભાવ મોટા પ્રમાણમાં દેખાતો હતો. યુક્રેનની સરકારે પણ રશિયન સરકારના આદેશ પર કામ કર્યું. જો કે, બગડતી અર્થવ્યવસ્થા, વધતા જતા ફુગાવો અને યુક્રેનિયનો પર શાસન, બહુમતી લઘુમતી રશિયન ભાષી લોકો, બળવાને વેગ આપવા લાગ્યા. આ અમે તમને જણાવી રહ્યા છીએ કે આ યુધ્ધના મુળ ક્યાં છે

1991

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

યુક્રેને રશિયાથી સ્વતંત્રતા જાહેર કરી. લિયોનીદ ક્રાવચુક લોકમત દ્વારા રાષ્ટ્રપતિ બન્યા.

1994

લિયોનિદ કુચમાએ ચૂંટણીમાં લિયોનીદ ક્રાવચુકને હરાવ્યા.

1999

કુચમા ફરી એકવાર પ્રમુખ તરીકે ચૂંટાયા. ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો થયા.

2004

રશિયા દ્વારા તરફેણ કરાયેલા વિક્ટર યાનુકોવિચ પ્રમુખ બન્યા. ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો થયા, દેખાવો થયા. જેને ઓરેન્જ રીવોલ્યુશન તરીકે ઓળખાય છે. પશ્ચિમના સમર્થક વિક્ટર યુશ્ચેન્કો પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

2005

યુશ્ચેન્કોએ રશિયાનું વર્ચસ્વ ઘટાડવાનો સંકલ્પ કર્યો. યુક્રેનને નાટો અને ઇયુમાં જોડાવાનું કહ્યું.

2008

યુક્રેનને નાટોનું વચન, તમે અમારા જોડાણનો હિસ્સો બનશો.

2010

યાનુકોવિચે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બલિયા ટિમોશેન્કોને હરાવ્યા.

2013

યાનુકોવિકે યુએસ સાથે વેપાર વાટાઘાટો સ્થગિત કરી. રશિયા સાથે વેપાર કરાર કર્યા. જેથી કિવમાં મોટા પ્રદર્શન શરૂ થયા.

2014

14 હજારથી વધુ વિરોધીઓના મોત થયા છે. સંસદે યાનુકોવિકને હટાવવા માટે મત આપ્યો. યાનુકોવિક યુક્રેન છોડીને રશિયા ભાગી ગયો હતો. યુક્રેનના ક્રિમિયામાં સૌનિકોએ સંસદ પર રશિયન ધ્વજ ફરકાવ્યો. 16 માર્ચે રશિયાએ રશિયાને આને રેફરેન્ડમથી રશિયામાં સમાવેશ કર્યો.

2017

યુક્રેન અને EU વચ્ચે ફ્રી માર્કેટ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

2019

યુક્રેનના ઓર્થોડોક્સ ચર્ચને સત્તાવાર માન્યતા મળી. જ્યારે તેને સત્તાવાર માન્યતા મળી ત્યારે રશિયા આનાથી નારાજ થઈ ગયું.

જુન 2020

IMFએ યુક્રેનને 5 બિલિયન ડોલરની આર્થિક સહાય આપી.

જાન્યુઆરી 2021

યુક્રેન અમેરિકાને નાટોમાં જોડાવા વિનંતી કરે છે.

ઓક્ટોબર 2021

યુક્રેને Bayraktar TB-2 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ડ્રોનના ઉપયોગથી રશિયા નારાજ થયું હતું.

નવેમ્બર 2021

રશિયાએ યુક્રેનની સરહદ પર સેનાની તૈનાતી વધારી દીધી છે.

7 ડિસેમ્બર 2021

રશિયન સૈનિકોની સંખ્યા વધારવા પર બિડેનની રશિયાને ચેતવણી. રશિયા યુક્રેન પર હુમલો કરશે તો આર્થિક પ્રતિબંધો લાગશે – US

10 જાન્યુઆરી 2022

યુક્રેન-રશિયા તણાવ વચ્ચે યુએસ અને રશિયન રાજદ્વારીઓની વાતચીત નિષ્ફળ ગઈ.

14 જાન્યુઆરી 2022

યુક્રેન પર સાયબર હુમલાની ચેતવણી.

17 જાન્યુઆરી 2022

રશિયન સૈન્ય બેલારુસ પહોંચવાનું શરૂ કર્યું.

24 જાન્યુઆરી 2022

નાટોએ સેનાને સ્ટેન્ડબાય પર મૂકી દીધી.

28 જાન્યુઆરી 2022

પુતિને કહ્યું- રશિયાની મુખ્ય માંગ સુરક્ષા હતી જેને સ્વીકારવામાં આવી ન હતી.

2 ફેબ્રુઆરી 2022

અમેરિકાએ કહ્યું- પોલેન્ડ રોમાનિયામાં 3000 વધારાના સૈનિકો મોકલશે.

4 ફેબ્રુઆરી 2022

પુતિનને ચીનનું સમર્થન મળ્યું. યુક્રેન નાટોનો ભાગ ન હોવો જોઈએઃ ચીન

7 ફેબ્રુઆરી 2022

પુતિન મિલેન ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં મેક્રોં બોલે- પુતિન માની ગયા, રૂસે કહ્યુ- ડિલ નથી થઇ

9 ફેબ્રુઆરી 2022

જો બાયડેને કહ્યુ- યુક્રેનિયન પર રશિયા પણ હુમલા કરી શકે છે. અમેરિકાએ અમેરિકી લોકો દેશ છોડવાની અપિલ કરી.

15 ફેબ્રુઆરી 2022

રશિયાએ કહ્યું- તેની સેના પાછી ફરી રહી છે.

18 ફેબ્રુઆરી 2022

યુ.એસ. રાજદૂતને કહ્યું- રશિયાએ યૂક્રેનની સરહદ પર સૈનિકો ગોઠવ્યા.

19 ફેબ્રુઆરી 2022

રશિયાની સેનાને હથિયારો દ્વારા અભ્યાસ શરૂ કર્યો.

21 ફેબ્રુઆરી 2022

રશિયાએ યુક્રેનના -લોહાન્સ્ક-દોનેત્સ્ક માન્યતા આપી

24 ફેબ્રુઆરી 2022

રશિયાએ યુક્રેન પર લશ્કરી કાર્યવાહી કરી.

આ પણ વાંચો :આ બ્રાઇડે કર્યો વેડિંગ લહેંગામાં ભાંગડા ડાન્સ, સોશિયલ મીડયા પર વિડીયો થયો વાયરલ

આ પણ વાંચો :યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદે મહારાષ્ટ્ર સરકાર, મુંબઈમાં કંટ્રોલ રૂમ શરૂ

g clip-path="url(#clip0_868_265)">