AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી શકે છે વાત, યુક્રેને મધ્યસ્થી માટે કરી અપીલ

પીએમ મોદી હવે રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદમાં મધ્યસ્થી કરી શકે છે, કારણ કે ખુદ યુક્રેને પણ પીએમ મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા અને આ યુદ્ધને રોકવા માટે યુક્રેનની મદદ કરવાની અપીલ કરી છે.

PM મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી શકે છે વાત, યુક્રેને મધ્યસ્થી માટે કરી અપીલ
Russian President Vladimir Putin and Indian Prime Minister Narendra Modi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 9:20 PM
Share

યુક્રેન (Ukraine) પર રશિયાના (Russia) આક્રમણના સમાચાર મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં NSA અજીત ડોભાલ (Ajit Doval), રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સહિત વિદેશ મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી. આ બેઠક વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે ફોન પર વાત કરી શકે છે.

એવું માનવામાં આવે છે કે પીએમ મોદી હવે રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદમાં મધ્યસ્થી કરી શકે છે, કારણ કે ખુદ યુક્રેને પણ પીએમ મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા અને આ યુદ્ધને રોકવા માટે યુક્રેનની મદદ કરવાની અપીલ કરી છે. ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ. ઇગોર પોલિખાએ આજે ​​સવારે કહ્યું કે ભારતે આ યુદ્ધની સ્થિતિમાં હસ્તક્ષેપ કરવો જોઈએ અને રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાત કરવી જોઈએ, કારણ કે રશિયા ભારતનો ખૂબ સારો મિત્ર છે.

આ દેશો યુક્રેનના સમર્થનમાં ઉભા છે

તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆતથી જ વિશ્વના તમામ દેશો યુક્રેનના સમર્થનમાં ઉભા છે અને રશિયા પાસે આ યુદ્ધને ખતમ કરવાની માંગ કરી રહ્યા છે. બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા સહિત ઘણા યુરોપિયન દેશોએ રશિયાને તેમની સેના પાછી ખેંચી લેવા કહ્યું છે. આ સાથે જ ભારતે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં યુદ્ધની સ્થિતિ ના સર્જવી જોઈએ. શાંતિનું વાતાવરણ જાળવી રાખવુ જોઈએ.

આ પણ વાંચોઃ

યુક્રેન પર હુમલા અંગે NATO ની ચેતવણી, 100થી વધુ ફાઈટર એરક્રાફ્ટ હાઈ એલર્ટ પર, રશિયાએ તાત્કાલિક સૈન્ય કાર્યવાહી બંધ કરવી જોઈએ

આ પણ વાંચોઃ

વિશ્વમાં પરમાણુ યુદ્ધ ફાટી શકે છે ! યુક્રેન પર પુતિનના હુમલાથી ઉભો થયો ખતરો, NATO ના ભૂતપૂર્વ વડાએ આપી ચેતવણી

g clip-path="url(#clip0_868_265)">