કેનેડા કેવી રીતે થઈ રહ્યું છે બરબાદ ? ટ્રુડો સરકારમાં હાઉસિંગ, મેન પાવર અને ઇમિગ્રેશન ક્રાઇસીસ ચરમસીમાએ પહોંચ્યું

|

Nov 24, 2024 | 3:38 PM

કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારની નીતિઓ અને વૈશ્વિક પરિદ્રશ્યની અસરને કારણે હાઉસિંગ ક્રાઈસિસ, મેન પાવર ક્રાઈસીસ અને ઈમિગ્રેશન ક્રાઈસીસ જેવા મુદ્દાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે આ લેખમાં અમે તમને કેનેડા કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે અને ટ્રુડો સરકાર આ પડકારોનો સામનો કરવામાં કેવી રીતે નિષ્ફળ રહી છે, તેના વિશે જણાવીશું.

કેનેડા કેવી રીતે થઈ રહ્યું છે બરબાદ ? ટ્રુડો સરકારમાં હાઉસિંગ, મેન પાવર અને ઇમિગ્રેશન ક્રાઇસીસ ચરમસીમાએ પહોંચ્યું
Canada

Follow us on

જસ્ટિન ટ્રુડોના શાસનમાં કેનેડા ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કેનેડિયનો આવાસ, નોકરીઓ અને મોંઘવારી મામલે સૌથી ખરાબ સંકટનો સામનો કરી રહ્યા છે. વિશ્વના સૌથી શાંતિપૂર્ણ અને સમૃદ્ધ દેશોમાં સ્થાન ધરાવતું કેનેડા આજે ગંભીર આર્થિક અને સામાજિક કટોકટીનો સામનો કરી રહ્યું છે.

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારની નીતિઓ અને વૈશ્વિક પરિદ્રશ્યની અસરને કારણે હાઉસિંગ ક્રાઈસિસ, મેન પાવર ક્રાઈસીસ અને ઈમિગ્રેશન ક્રાઈસીસ જેવા મુદ્દાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ સમસ્યાઓએ કેનેડાના અર્થતંત્ર અને સમાજને ગંભીર અસર કરી છે. આ લેખમાં અમે તમને કેનેડા કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે અને ટ્રુડો સરકાર આ પડકારોનો સામનો કરવામાં કેવી રીતે નિષ્ફળ રહી છે, તેના વિશે જણાવીશું.

મકાનોની વધતી કિંમત

કેનેડામાં હાઉસિંગ કટોકટી દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ટોરેન્ટો, વાનકુવર અને મોન્ટ્રીયલ જેવા મોટા શહેરોમાં મકાનોની કિંમતો એટલી વધી ગઈ છે કે મધ્યમ અને ઓછી આવક ધરાવતા સમુદાય માટે આવાસ ખરીદવું કે ભાડે લેવું લગભગ અશક્ય બની ગયું છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કેનેડામાં ઘરની સરેરાશ કિંમત 8 લાખ ડોલરથી વધી ગઈ છે, જ્યારે ભાડામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ટોરેન્ટોની વાત કરીએ તો, છેલ્લા 2 વર્ષમાં એક બેડરૂમ ધરાવતા એપાર્ટમેન્ટનું ભાડું 2400 ડોલરથી વધીને 3300 ડોલર થઈ ગયું છે એટલે કે લગભગ 25 ટકાનો દર વર્ષે વધારો થઈ રહ્યો છે.

જેમ જેમ સ્થળાંતર કરનારાઓની સંખ્યા વધી રહી છે તેમ તેમ નવા મકાનોનું બાંધકામ અપેક્ષિત સ્તરે થઈ રહ્યું નથી. આના કારણે બજારમાં માંગ અને પુરવઠામાં અસંતુલન સર્જાયું છે. દર વર્ષે સ્થળાંતર કરનારાઓની સંખ્યા વધી રહી છે, પરંતુ રહેણાંક બાંધકામની ગતિ ઘણી ધીમી છે. 2024માં અંદાજે 5 લાખ ઇમિગ્રન્ટ્સ કેનેડા આવશે, પરંતુ માત્ર 2 લાખ નવા ઘરો જ બાંધવામાં આવશે.

કેનેડાના વસ્તી વૃદ્ધિ દરની વાત કરીએ તો, વર્ષ 2018થી 2023માં માત્ર 2021માં જ વૃદ્ધિ દર સૌથી નીચો 0.5 ટકા હતો, કારણ કે આ ત્યારે કોરોના મહામારીનો સમયગાળો હતો, જ્યારે 2023માં વૃદ્ધિ દર સર્વોચ્ચ સ્તરે 2 ટકાએ પહોંચ્યો હતો.

ટ્રુડો સરકારની નીતિઓ નિષ્ફળ રહી

સરકારે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ શરૂ કરી હતી, પરંતુ આ સ્કીમ્સ ધીમે ધીમે અમલમાં આવી રહી છે. હાઉસિંગ માર્કેટમાં વિદેશી રોકાણકારોની ભાગીદારી પર લગામ લગાવવામાં સરકાર નિષ્ફળ રહી. પરંતુ તેના અમલીકરણમાં વિલંબ અને સ્થાનિક સ્તરે અવરોધોને કારણે સ્થિતિમાં સુધારો થઈ રહ્યો નથી. પરિણામે મકાનોના ભાવ આસમાને પહોંચ્યા છે.

મોટા શહેરોમાં બેઘર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. વધતા ભાડા અને મકાનના ભાવથી મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ નબળી પડી છે. મકાનોની કિંમતોમાં વધારો થવાને કારણે સમાજમાં અસંતોષ વધી રહ્યો છે. મધ્યમ અને ઓછી આવક ધરાવતા લોકો મોટા શહેરોમાંથી સ્થળાંતર કરી રહ્યા છે. કેનેડિયન રિયલ એસ્ટેટ માર્કેટમાં વિદેશી રોકાણકારોનું વર્ચસ્વ છે. તેઓએ મિલકતો ખરીદી અને તેને ખાલી છોડી દીધી, જેના કારણે મકાનોની કિંમતો પણ વધી ગઈ છે.

મેન પાવર ક્રાઇસીસ

કેનેડા જે તેના વર્કફોર્સ માટે ઇમિગ્રન્ટ્સ પર નિર્ભર છે, તે હવે મેન પાવર ક્રાઇસીસનો સામનો કરી રહ્યું છે. આ ક્રાઇસીસ કેનેડાને બે રીતે અસર કરી રહ્યું છે, એક તરફ બેરોજગારી વધી રહી છે અને બીજી બાજુ કુશળ કામદારોની તીવ્ર અછત છે. ઉચ્ચ શિક્ષણ મેળવનારા લોકોની સંખ્યા વધી રહી છે, પરંતુ ટેકનિકલ અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં કુશળતા ધરાવતા કામદારોની અછત છે.

વધતી મોંઘવારી સાથે વેતનમાં પૂરતો વધારો થયો નથી, જેના કારણે કામદારોએ પોતાનો વ્યવસાય છોડવાનું શરૂ કર્યું છે. નવા ઇમિગ્રન્ટ્સને તેમની લાયકાત મુજબ નોકરી મળી શકતી નથી, જ્યારે સ્થાનિક લોકો પણ રોજગાર સંકટનો સામનો કરી રહ્યા છે. કામદારોની અછતને કારણે ઘણા ઉદ્યોગો અને વ્યવસાયોને નુકસાન થઈ રહ્યું છે. બેરોજગારી વધવાની સાથે સરકાર પર સામાજિક સુરક્ષા આપવાનું દબાણ વધી રહ્યું છે. મેન પાવરની અછતને કારણે ઉત્પાદકતા ઘટી રહી છે.

ઇમિગ્રેશન ક્રાઇસીસ

કેનેડાની ઇમિગ્રેશન નીતિએ દેશને વૈશ્વિક સ્તરે આવકારદાયક રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું હતું. જો કે, તાજેતરના વર્ષોમાં આ નીતિએ પણ સમસ્યાઓ ઊભી કરી છે. ટ્રુડો સરકારે ઇમિગ્રન્ટ્સને આવકારવાને પ્રાથમિકતા આપી હતી, જેમાં દર વર્ષે લાખો લોકો કેનેડા આવે છે. જો કે, આ વધતી સંખ્યા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનો પૂરા પાડવામાં આવ્યા ન હતા.

સ્થળાંતર કરનારાઓની મોટી સંખ્યાએ સ્થાનિક લોકો માટે રોજગાર, આવાસ અને અન્ય સુવિધાઓ પર દબાણ વધાર્યું છે. ઇમિગ્રેશને શિક્ષણ, રોજગાર અને આવાસ આપવામાં સરકાર નિષ્ફળ રહી છે. આનાથી સ્થળાંતર સમુદાય અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે તણાવ વધ્યો છે.

ઈમિગ્રેશન પોલિસીમાં ભૂલ હતી, PM ટ્રુડોએ સ્વીકાર્યું

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું છે કે તેમની સરકારે કેટલીક ભૂલો કરી છે જેના કારણે દેશમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી છે. જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં અમારી વસ્તી ઝડપથી વધી છે. નકલી કોલેજો અને નકલી કંપનીઓએ તેમના પોતાના હેતુ માટે અમારી ઇમિગ્રેશન નીતિઓનો દુરુપયોગ કર્યો છે.

ટ્રુડોએ કહ્યું કે, કોવિડ-19 મહામારી બાદ દેશમાં શ્રમિકોની માંગ હતી. અમે શ્રમિકોને બોલાવ્યા કારણ કે તે સમયે તે યોગ્ય હતું, કારણ કે તેનાથી દેશની અર્થવ્યવસ્થા વધી. રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સ ફરીથી ખોલ્યા, વ્યવસાયો ચાલુ રહ્યા, પરંતુ સૌથી અગત્યનું, અમે ઘણા અર્થશાસ્ત્રીઓની આગાહીઓ છતાં મંદીને અવગણી. તો કેટલાક લોકોએ તેને નફો કમાવવા માટે સિસ્ટમને છેતરવાની તક તરીકે જોયું.

ટ્રુડોએ વધુમાં કહ્યું કે, ઘણી કોલેજો અને યુનિવર્સિટીઓ તેમના નફામાં વધારો કરવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ઉપયોગ કરે છે. આ છેતરપિંડી રોકવાની જરૂર છે. કેટલાક ખરાબ લોકો છે જેઓ નોકરી, ડિપ્લોમા અને નાગરિકતાના સરળ માર્ગના વચનો સાથે ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવે છે. ટ્રુડોએ એ પણ સ્વીકાર્યું કે કેનેડાએ આ પડકારોનો જવાબ આપવામાં મોડું કર્યું છે.

2025થી 2027 સુધીની યોજના

નોંધનીય છે કે, કેનેડામાં નવી ઈમિગ્રેશન પોલિસી હેઠળ 2025માં માત્ર 3,95,000 લોકોને જ પરમેનન્ટ રેસિડેન્સી આપવામાં આવશે. આગામી વર્ષોમાં તેમાં વધુ ઘટાડો જોવા મળશે. 2026માં માત્ર 3,80,000 લોકોને અને પછી 2027માં 3,65,000 લોકોને પરમેનન્ટ રેસિડેન્સી આપવાની યોજના છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કેનેડા હવે PR આપવા પર ઘટાડો કરી રહ્યું છે.

Next Article