AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાડોશી કે બોસ સાથે થયેલા ઝગડાઓ મિનિટોમાં ઉકેલશે આ કંપની, આપવો પડશે મોટો ચાર્જ

રેન્ટલ કોવાઈહિટો નામની એક જાપાની કંપનીએ લોકો વચ્ચેના વિવાદોને ઉકેલવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. આ કંપની લોકોને ડરામણા દેખાતા લોકોને અથવા 'લીગલ ગુંડાઓ' ભાડે આપે છે.

પાડોશી કે બોસ સાથે થયેલા ઝગડાઓ મિનિટોમાં ઉકેલશે આ કંપની, આપવો પડશે મોટો ચાર્જ
| Updated on: Sep 09, 2025 | 3:20 PM
Share

જાપાન પોતાની ટેક્નોલોજી નવી નવી શોધ અજીબો ગરીબ સર્વિસથી દુનિયાને મુશ્કેલીમાં નાંખવાનું કામ કરે છે. આ વખતે જાપાને પોતાની નવી પહેલથી લોકોને ચોંકાવી દીધા છે. જાપાને જણાવી દીધું કે,આવી રીતે પણ ધંધો કરી શકાય છે.સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટ મુજબ જાપાનની એક કંપની રેન્ટલ કોવાઈહિટોએ લોકો વચ્ચે વિવાદને ઉકેલવા એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. આ કંપની લોકોને ડરામણા દેખાતા લોકોને ભાડે આપે છે. કેટલાક પૈસામાં ભાડે મળતા આ ડરામણા લોકો તમારો વિવાદ કલાકોમાં ઉકેલી દેશે.

મોટા વિવાદો કલાકોમાં ઉકેલી નાંખશે

કંપનીની વાત માનીએ તો તેઓ ડરામણા છે અને તેમના શરીર પર મોટા ટેટૂ છે, જેને જોઈને સામેની વ્યક્તિ આપમેળે ડરી જાય છે. આ ડરામણા લોકોને ક્લાયન્ટ સાથે મોકલવામાં આવે છે અને તેઓ ફક્ત અડધા કલાકમાં આખી સમસ્યાનો ઉકેલ લાવી દે છે. પછી પાડોશી સાથેનો ઝગડો હોય કે,કંપનીમાં કોઈ વિવાદ હોય ડરામણા લોકો નાના ઝગડાથી લઈ મોટા વિવાદો કલાકોમાં ઉકેલી નાંખશે.

કંપની મુજબ લોકો આ સર્વિસનો ફાયદો પાડોશીને ચૂપ કરાવવા કે ઓફિસમાં બેકાબૂ કર્મચારીઓને પાઠ ભણાવવા અને પાર્ટનરને લાઇનમાં લાવવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, જો કોઈ કંપનીના બોસે તમારો પગાર રોકી દીધો હોય, તો આ ડરામણા લોકો તમને સંપૂર્ણપણે મદદ કરી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેમની સેવામાં બધું કાયદેસર રીતે કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના ડરામણા લોકો ગુંડા નથી.

કેટલો આપવો પડશે ચાર્જ?

આ પ્રકારની સર્વિસનો લાભ ઉઠાવવા માટે લોકોને 30 મિનિટ માટે 12 હજાર રુપિયાનો ખર્ચ કરવો પડશે. 3 કલાકની સર્વિસનો ચાર્જ 30 હજાર રુપિયા સુધી છે. જો ક્લાઈન્ટ શહેરમાંથી બહારનો છે. તો ટ્રાવેલિંગ ખર્ચો પણ ઉઠાવવો પડશે. આ સર્વિસ પર લોકોનું રિએક્શન શું છે. તો ચાલો જાણીએ. આના પર એક વ્યક્તિે લખ્યું કે, આ સર્વિસ ખુબ ફાયદાકારક છે. બીજાએ લખ્યું આ સર્વિસ એ લોકો માટે બેસ્ટ છે. જે લોકોને કમજોર જોઈને દબાવવામાં આવે છે.

જાપાન તેની ટેક્નોલોજીના કારણે દુનિયાભરમાં જાણીતુ છે. તેની રાજધાની ટોક્યો છે. જાપાનમાં મુખ્યત્વે જાપાનીઝ ભાષા બોલાય છે. અહી ક્લિક કરો

Follow Us
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
g clip-path="url(#clip0_868_265)">