AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાયદાના દુરુપયોગથી કંટાળી પતિ પહોંચ્યો કલેક્ટર કચેરી, પત્નીને ગણાવી લૂંટારી દુલ્હન, ન્યાય નહીં મળે તો…!

સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પત્નીના કથિત ત્રાસ અને કાયદાકીય પજવણીથી પરેશાન થઈને કીરીટ પટેલ નામના વ્યક્તિએ જિલ્લા કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની માંગ કરી છે. પતિનો આરોપ છે કે તેની પત્ની મહિલા સુરક્ષાના કાયદાનો ખોટો ઉપયોગ કરીને તેને ફસાવી રહી છે.

કાયદાના દુરુપયોગથી કંટાળી પતિ પહોંચ્યો કલેક્ટર કચેરી, પત્નીને ગણાવી લૂંટારી દુલ્હન, ન્યાય નહીં મળે તો...!
| Updated on: May 30, 2026 | 8:18 PM
Share

સુરતથી એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્નીના કથિત ત્રાસ અને કાયદાના દુરુપયોગથી પરેશાન થઈને જિલ્લા કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની માંગ કરી છે. સુરત રહેવાસી કીરીટ પટેલે કલેક્ટરને આવેદનપત્ર આપીને ચેતવણી આપી છે કે જો તેમને આગામી ત્રણ દિવસમાં ન્યાય નહીં મળે, તો તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચશે નહીં.

100 અને 181 નંબરનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ

કીરીટ પટેલે પોતાની પત્ની મનીષા ચૌહાણ પર મહિલા સુરક્ષા માટે બનેલા કાયદાઓનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે પત્ની પહેલા તેમની સાથે ઘરની અંદર મારપીટ કરે છે અને ત્યારબાદ પોલીસ હેલ્પલાઇન નંબર 100 અને મહિલા હેલ્પલાઇન 181 પર કોલ કરીને તેમની વિરુદ્ધ જ ઊલટા ખોટા કેસ નોંધાવી દે છે.

બંનેના આ ત્રીજા લગ્ન, પત્નીને ગણાવી ‘લૂંટારી દુલ્હન’

આ કેસનું ચોંકાવનારુ પાસું એ છે કે કીરીટ અને મનીષા બંનેના આ ત્રીજા લગ્ન છે. કીરીટ પટેલે પત્નીને ‘લૂંટારી દુલ્હન’ ની શ્રેણીમાં ગણાવતા કહ્યું કે, કેટલીક મહિલાઓ લગ્ન પછી ઘરનો સામાન લઈને ભાગી જાય છે, જ્યારે કેટલીક મહિલાઓ કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરીને પતિ અને તેના પરિવારને કોર્ટ-કચેરીના કેસોમાં ફસાવી દે છે, તેમની પત્ની આ બીજી શ્રેણીમાં આવે છે.

‘ન્યાય નહીં મળે તો જીવ આપી દઈશ’

કીરીટ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ પોલીસ કમિશનર કચેરી અને કલેક્ટર ઓફિસના અનેક ચક્કર લગાવી ચૂક્યા છે, પરંતુ તેમને ક્યાંયથી ન્યાય મળ્યો નથી. તેમનો આરોપ છે કે પુરુષોના અધિકારોની રક્ષા માટે દેશમાં કોઈ કડક કાયદો નથી, જેના કારણે સમાજ અને કાયદો હંમેશા મહિલાઓની વાતને જ સાચી માની લે છે. ઇચ્છામૃત્યુની આ માંગ બાદ સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. મીડિયામાં કીરીટ પટેલે દુઃખ સાથે જણાવ્યું કે, “મૃત્યુ કોને ગમે છે? પરંતુ જ્યારે માણસ પાસે કોઈ રસ્તો નથી બચતો, ત્યારે જ તે મોત વિશે વિચારે છે.” કલેક્ટરે તેમને પોલીસ કમિશનર પાસે મોકલ્યા હતા, જ્યાં પણ માત્ર આશ્વાસન મળ્યું પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

પત્ની અને સાસરી પક્ષ પર લાખો રૂપિયા માંગવાના આક્ષેપો

તેમના લગ્ન 14 નવેમ્બર 2024 ના રોજ મનીષા ચૌહાણ સાથે થયા હતા. હાલ તેમની પત્ની, સાસુ તારાબેન અને સાળો દીપકભાઈ ત્રણેય મળીને તેમને સતત માનસિક રીતે પ્રતાડિત કરી રહ્યા છે. કીરીટ પટેલનો દાવો છે કે તેમનો ફોન વ્યસ્ત આવે તો પણ પત્ની તેમના પર શંકા કરીને પૂછપરછ કરતી હતી. એટલું જ નહીં, પત્નીએ કેસ ખતમ કરવાના બદલામાં તેમની પાસે પાછળથી લાખો રૂપિયાની માંગણી પણ કરી છે. તેમણે ઉમેર્યું કે મનીષા અગાઉના બે લગ્નોમાં પણ આ જ રીતે લાખો રૂપિયા લઈને વિવાદ કરી ચૂકી છે અને તેની વિડીયો રેકોર્ડિંગ પણ તેમની પાસે પુરાવા તરીકે મોજૂદ છે.

પુત્રને જાનથી મારી નાખવાનો પ્રયાસ

પીડિત પતિએ પત્ની પર અત્યંત સનસનાટીભર્યો આરોપ લગાવતા કહ્યું કે, એકવાર પત્ની મનીષાએ તેમની પહેલી પત્નીથી થયેલા પુત્રના મોઢા પર રોટલી ડૂચો આપીને અને ગળું દબાવીને તેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જો તેઓ છેલ્લી ઘડીએ ત્યાં ન પહોંચ્યા હોત તો પુત્રનો જીવ પણ જઈ શકતો હતો. આ ઘટના બાદ તેઓ પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ પોલીસે FIR દાખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો

કીરીટ પટેલના જણાવ્યા મુજબ, ડીસીપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શરૂઆતમાં આ મામલે કલમ 307 (હાફ મર્ડર) હેઠળ ગુનો નોંધવાની વાત કહી હતી, પરંતુ આજદિન સુધી કોઈ એક્શન લેવાયા નથી. બીજી તરફ, પત્નીએ તેમની સામે કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલું હિંસાનો કેસ પણ કરી દીધો છે. કીરીટભાઈ કહે છે કે તેમને આ કોર્ટ કેસોથી કોઈ વાંધો નથી, પરંતુ તેઓ પોતાના માસૂમ પુત્ર પર થયેલા જીવલેણ હુમલાના મામલામાં ન્યાયિક કાર્યવાહી ઈચ્છે છે.

તેમણે તંત્ર સામે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો કે જ્યારે તેઓ ન્યાય માટે ગયા ત્યારે અધિકારીઓએ તેમને એવું પણ કહી દીધું કે, “તમે ભલે બે હજાર માણસો લઈને આવી જાઓ, અમને કોઈનાથી ડર નથી લાગતો.” પોલીસ અને પ્રશાસન સામાન્ય માણસની રજૂઆત ન સાંભળતું હોવાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું તેમણે જણાવ્યું છે. હાલ આ સમગ્ર મામલો સુરત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

પાન કાર્ડ અપડેટ: બદલ્યા ઇન્કમ ટેક્સના નિયમો, ટેક્સપેયર્સ માટે શું છે ખાસ ? હવે કયાં પાન કાર્ડ આપવું અને કયા નહીં…

Follow Us
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">