ઈસરોએ ઉપગ્રહ રીસેટ- 2BR1 કર્યો લોંચ, દેશની સુરક્ષામાં થશે વધારો

ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ ફરી એકવાર અવકાશમાં ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ 5 દેશોના 10 સેટેલાઈટને લોન્ચ કર્યા. ઈસરોએ ભારતીય ઉપગ્રહ રીસેટ- 2BR1 અને ચાર અન્ય દેશના 9 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. આ લોન્ચિંગ PSLV-C48 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશમાં આવેલા શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવ્યું છે.. રિસેટ- 2BR1 રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે અને […]

ઈસરોએ ઉપગ્રહ રીસેટ- 2BR1 કર્યો લોંચ, દેશની સુરક્ષામાં થશે વધારો
Follow Us:
| Updated on: Dec 11, 2019 | 5:14 PM

ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ ફરી એકવાર અવકાશમાં ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ 5 દેશોના 10 સેટેલાઈટને લોન્ચ કર્યા. ઈસરોએ ભારતીય ઉપગ્રહ રીસેટ- 2BR1 અને ચાર અન્ય દેશના 9 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. આ લોન્ચિંગ PSLV-C48 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશમાં આવેલા શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવ્યું છે.. રિસેટ- 2BR1 રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે અને તે અંધારા અને વાદળોમાં પણ સ્પષ્ટ તસવીર લઈ શકે છે.

આ પણ વાંચો :   હાર બાદ મહારાષ્ટ્ર ભાજપમાં થશે બળવો? પંકજા મુંડે કાલે કરશે શક્તિ-પ્રદર્શન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રિસેટ- 2BR1 પાંચ વર્ષ સુધી કામ કરશે. આ સેટેલાઈટની મદદથી રડાર ઈમેજિંગ ઘણી સારી થઈ જશે. તેમાં 0.35 મીટર રિઝોલ્યુશનનો કેમેરો છે એટલે કે તે 35 સેન્ટિમીટર દૂર આવેલા બે જુદા-જુદા ઓબ્જેક્ટની સ્પષ્ટ રીતે ઓળખ કરી શકશે. તે LOC વિસ્તારોમાં આતંકી ગતિવિધિઓ અને ઘૂસણખોરી ઉપર પણ નજર રાખશે.  તેનાથી ત્રણ સેનાઓ અને સુરક્ષાબળને મદદ મળશે. તેનું વજન 628 કિલોગ્રામ છે. આ સેટેલાઈટ લોન્ચિંગની 17મી મિનિટમાં જ જમીનથી 578 કિલોમીટક દૂર પૃથ્વી પર કક્ષામાં સ્થાપિત થઈ ગયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈસરો રિસેટ સીરિઝના આગામી ઉપગ્રહ રિસેટ- 2BR2નું લોન્ચિંગ પણ આ મહિને જ કરવામાં આવશે. ત્યારપછી વધુ એક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. જોકે તેની તારીખ હજુ નક્કી નથી થઈ. સુરક્ષા એજન્સીઓને એક જ દિવસે કોઈ એક જ જગ્યાએ સતત નજર રાખવા માટે અંતરિક્ષમાં ઓછામાં ઓછા ચાર રિસેટની જરૂર છે. કોઈ એન્કાઉન્ટર અથવા ઘૂસણખોરી સમયે આ ચારેય સેટેલાઈટ ખૂબ ઉપયોગી સાબિત થશે.  6 માર્ચ સુધી ઈસરોના 13 મિશન સતત લાઈનમાં છે. તેમાંથી 6 મોટા વ્હિકલ મિશન છે, જ્યારે 7 સેટેલાઈટ મિશન છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">