AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટી પર ફરી કર્યો હવાઈ હુમલો, હમાસના સ્થળોને નિશાન બનાવ્યા, શું ફરીથી યુદ્ધ થશે?

મધ્ય પૂર્વમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ફરી એક વખત તણાવ જોવા મળી રહ્યો છે. ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ શનિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં બે સ્થળોને નિશાન બનાવ્યા હતા.

ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટી પર ફરી કર્યો હવાઈ હુમલો, હમાસના સ્થળોને નિશાન બનાવ્યા, શું ફરીથી યુદ્ધ થશે?
Smoke after the airstrike (AFP)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:36 PM
Share

મધ્ય પૂર્વમાં હમાસ (Hamas) અને ઇઝરાયેલ (Israel) વચ્ચે ફરી એક વખત તણાવ જોવા મળી રહ્યો છે. ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ શનિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં (Gaza Strip) બે સ્થળોને નિશાન બનાવ્યા હતા. ઇઝરાયલી સૈન્યએ (Israeli military) જણાવ્યું હતું કે, ગાઝાથી ઇઝરાયલ તરફ મોકલવામાં આવેલા આગ લગાવતા ગુબ્બારાના (Incendiary balloons) જવાબમાં આ કરવામાં આવ્યું હતું. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે, તેણે હમાસના લશ્કરી કમ્પાઉન્ડ અને રોકેટ લોન્ચિંગ સાઇટને નિશાન બનાવ્યું છે.

ઇઝરાયેલ પર ચાર આગ લગાવનારા ફુગ્ગા છોડવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે જમીન પર આગ લાગી હતી અને ખેતીની જમીનને નુકસાન પહોંચ્યું હતું. ઇઝરાયલ કે, ગાઝામાં કોઇ જાનહાનિના અહેવાલ નથી. હમાસે હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

ઇઝરાયેલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, શુક્રવારે બપોરે ગાઝા પટ્ટી નજીકના વિસ્તારમાં આ ગુબ્બારાને કારણે ચાર સ્થળો પર આગ લાગી હતી. આ ઘટનાના બે મહિના પહેલા ઇઝરાયલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે 11 દિવસનું યુદ્ધ થયું હતું. 2007માં હમાસ સત્તા પર આવ્યા બાદ ગાઝામાં આ ચોથું યુદ્ધ હતું.

નાકાબંધી અંગે હમાસ ગુસ્સે છે

હમાસ ગુસ્સે છે કે. ઇઝરાયલે યુદ્ધના અંતથી આ ક્ષેત્રમાં નાકાબંધી સમાપ્ત કરવા ઓછા પ્રયાસ કર્યા છે. આ જ કારણ છે કે, તે દબાણ ઉભું કરવાના સાધન તરીકે આગ લગાવતા ફુગ્ગાઓનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ઇઝરાયલના નવા વડા પ્રધાન નફતાલી બેનેટે (Naftali Bennet) ગુબ્બારાની સરખામણી રોકેટ સાથે કરી હતી. ઇઝરાયેલ અને ઇજિપ્તએ ગાઝા પર નાકાબંધી કરી છે. આમાં ઇઝરાયેલ ગાઝાના દરિયાકાંઠા અને હવાઇ ક્ષેત્રને નિયંત્રિત કરે છે અને આ ક્ષેત્રમાં બહારના લોકો અને માલની અવરજવર પર પણ પ્રતિબંધ લાગેલો છે.

મહત્વનું છે કે, એક દિવસ પહેલા લેબેનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. હિઝબુલ્લાએ કહ્યું કે, તે એક દિવસ પહેલા દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલી હવાઈ હુમલાના જવાબમાં હતું. તે જ સમયે, ઇઝરાયલે પણ વળતો જવાબ આપ્યો હતો. ઇઝરાયેલના આર્મી રેડિયોએ અહેવાલ આપ્યો છે કે, સેનાએ સશસ્ત્ર ઇરાન સમર્થિત હિઝબુલ્લા જૂથ દ્વારા નિયંત્રિત દક્ષિણ લેબેનોનના ભાગો તરફ શેલ અને તોપ બોમ્બનો બદલો લીધો હતો.

આ પણ વાંચો: Live Tokyo Olympics 2020 Live : કુસ્તીમાં બજરંગ પુનિયાની શાનદાર જીત થઈ, ભારતના ખાતામાં કુલ 6 મેડલ થયા

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">