ઈઝરાયેલ હમાસ યુદ્ધ: લંડનમાં યુદ્ધવિરામ દિવસની ઉજવણી દરમિયાન હિંસા, 100થી વધુ લોકોની ધરપકડ

|

Nov 12, 2023 | 8:34 PM

બ્રિટનમાં દર વર્ષે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતની યાદમાં યુદ્ધવિરામ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે એ જ દિવસે લંડનમાં પેલેસ્ટાઈન સમર્થકોએ ગાઝામાં યુદ્ધવિરામની માંગ સાથે રેલી કાઢી હતી. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ત્યારે વડાપ્રધાન ઋષિ સુનકે તેની નિંદા કરી અને હમાસના સમર્થનમાં નીકળેલી રેલીની પણ ટીકા કરી.

ઈઝરાયેલ હમાસ યુદ્ધ: લંડનમાં યુદ્ધવિરામ દિવસની ઉજવણી દરમિયાન હિંસા, 100થી વધુ લોકોની ધરપકડ
London
Image Credit source: AFP

Follow us on

લંડનમાં પેલેસ્ટાઈન તરફી રેલીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. લંડનમાં લગભગ 3 લાખ જેટલા પેલેસ્ટાઈન સમર્થકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેના જવાબમાં દક્ષિણપંથી જૂથોએ પણ રેલી કાઢી હતી. આ દરમિયાન બે રેલીઓ વચ્ચે ઘર્ષણ થતાં હિંસા ફાટી નીકળી હતી. તો PM ઋષિ સુનકે હિંસાની આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.

હમાસના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા

બ્રિટનમાં દર વર્ષે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતની યાદમાં યુદ્ધવિરામ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે એ જ દિવસે લંડનમાં પેલેસ્ટાઈન સમર્થકોએ ગાઝામાં યુદ્ધવિરામની માંગ સાથે રેલી કાઢી હતી. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ત્યારે વડાપ્રધાન ઋષિ સુનકે તેની નિંદા કરી અને હમાસના સમર્થનમાં નીકળેલી રેલીની પણ ટીકા કરી. ઉલ્લેખનીય છે કે રેલી દરમિયાન યહૂદી વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા અને લોકોએ હમાસના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને હમાસના ઝંડા લહેરાવ્યા હતા.

પોલીસે બેદરકારી દાખવી

આ રેલીમાં હિંસા ફાટી નીકળવાની શક્યતા રહેલી હોવા છતાં લંડન મેટ્રોપોલિટન પોલીસે રેલી પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી હતી. પોલીસનું કહેવું છે કે તેમને આશા નહોતી કે રેલી દરમિયાન આટલા મોટા પાયા પર હિંસા થઈ શકે છે. આ હિંસા બાદ લંડનમાં તણાવનું વાતાવરણ છે. આ હિંસાની ગંભીરતાથી તપાસ કરવા PM ઋષિ સુનકે પોલીસને સૂચના આપી છે. તો ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને આ રેલીને નફરતની રેલી ગણાવી હતી.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

આ પણ વાંચો લંડન ન્યુઝ: બ્રિટનમાં દિવાળીની ઉજવણી, વડાપ્રધાન ઋષિ સુનકે દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબરે ઈઝરાયેલની સરહદમાં ઘૂસીને હમાસના આતંકવાદીઓએ 1400 લોકોની હત્યા કરી હતી તેમજ 200થી વધુ લોકોનું અપહરણ કર્યું હતું. જે બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર જવાબી કાર્યવાહી કરી અને ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ત્યારે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામની માંગ સમગ્ર વિશ્વમાં ઉઠી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article