Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આતંકવાદને ક્યારેય સહન કરવામાં નહીં આવે, બંધકોને પરત લાવવા જરૂરી, ગાઝાને લઈને ભારતે વ્યક્ત કરી ચિંતા

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે આ વિકલ્પો નથી, આ બધા જરૂરી છે અને જ્યાં સુધી આપણે આ બધાનું સમાધાન નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે ખરેખર સમસ્યાનો ઉકેલ લાવી શકીશું નહીં. તેમને કહ્યું કે આપણે સ્પષ્ટ હોવું જોઈએ કે આતંકવાદ અને બંધક બનાવવું અસ્વીકાર્ય છે અને આ ક્રાર્ય આપણી નિંદાને પાત્ર છે.

આતંકવાદને ક્યારેય સહન કરવામાં નહીં આવે, બંધકોને પરત લાવવા જરૂરી, ગાઝાને લઈને ભારતે વ્યક્ત કરી ચિંતા
Arindam Bagchi
Follow Us:
| Updated on: Mar 01, 2024 | 7:22 AM

ભારતે પેલેસ્ટાઈનની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા ગુરુવારે કહ્યું કે રાહત પહોંચાડવા માટે કાયમી માનવતાની તાત્કાલિક જરૂર છે અને કહ્યું કે સંઘર્ષ આ ક્ષેત્રમાં અથવા તેનાથી આગળ ફેલાવો જોઈએ નહીં. અધિકૃત પેલેસ્ટિનિયન પ્રદેશમાં માનવતાવાદી પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્તના રિપોર્ટ બાદ ઈન્ટરએક્ટિવ ડાયલોગમાં માનવ અધિકાર પરિષદના 55મા સત્ર દરમિયાન એક નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અરિંદમ બાગ્ચીએ આ વાત કહી.

અરિંદમ બાગચીએ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની સાર્વભૌમિક જવાબદારી વિશે સ્પષ્ટ થવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનની વર્તમાન પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે, જેમાં મોટા પાયે નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના જીવ જઈ રહ્યા છે, તથા માનવીય નુકસાન ખૂબ જ ચિંતાજનક છે. આ સ્પષ્ટપણે અસ્વીકાર્ય છે અને અમે બધા નાગરિકોના મૃત્યુની સખત નિંદા કરીએ છીએ.

તેમને કહ્યું કે રાહત પૂરી પાડવા માટે એક કાયમી માનવતાવાદી કોરિડોરની તાત્કાલિક જરૂર છે. આ સંઘર્ષ ક્ષેત્રની અંદર અથવા તેની બહાર ફેલાવો જોઈએ નહીં. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન બે-રાજ્ય સિદ્ધાંત પર આધારિત સંઘર્ષનો ઉકેલ પહેલા કરતાં વધુ આવશ્યક બની ગયો છે.

'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો
Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ
Tech Tips: કેટલું હોય છે Fridgeનું આયુષ્ય અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?

આતંકવાદ અને બંધક બનવાનું અસ્વીકાર્ય

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે આ વિકલ્પો નથી, આ બધા જરૂરી છે અને જ્યાં સુધી આપણે આ બધાનું સમાધાન નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે ખરેખર સમસ્યાનો ઉકેલ લાવી શકીશું નહીં. તેમને કહ્યું કે આપણે સ્પષ્ટ હોવું જોઈએ કે આતંકવાદ અને બંધક બનાવવું અસ્વીકાર્ય છે અને આ ક્રિયાઓ આપણી નિંદાને પાત્ર છે. આતંકવાદને લઈને ભારતની રણનીતિ ઝીરો ટોલરન્સની રહી છે. બંધકોનું પરત આવવું જરૂરી છે.

પેલેસ્ટિનિયન લોકોને આપ્યું સમર્થન

તેમને કહ્યું કે ભારત, તેના તરફથી, દ્વિપક્ષીય વિકાસ ભાગીદારી દ્વારા પેલેસ્ટાઈનના લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું પણ ચાલુ રાખશે. યુએન હાઈકમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે પોતાના નિવેદનમાં કહ્યું કે પેલેસ્ટાઈન પર વર્તમાન સ્થિતિ પરનો રિપોર્ટ વાંચવો ખૂબ જ પીડાદાયક છે.

ગાઝા પર વ્યક્ત કરી ચિંતા

વોલ્કર તુર્કે કહ્યું કે એવું લાગે છે કે ગાઝામાં આપણી આંખો સમક્ષ જે ભયાનકતા સ્થિતિ ઉભી થઈ રહી છે તેની કોઈ મર્યાદા નથી – તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.

આ પણ વાંચો: કયા ધર્મના છો? CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના કર્યા ચરણ સ્પર્શ, આશીર્વાદ લીધા બાદ PAKમાં હોબાળો, જુઓ વીડિયો

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">