કયા ધર્મના છો? CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના કર્યા ચરણ સ્પર્શ, આશીર્વાદ લીધા બાદ PAKમાં હોબાળો, જુઓ વીડિયો

મરિયમ નવાઝના એક વીડિયોને લઈને પાકિસ્તાનમાં હોબાળો શરૂ થઈ ગયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મરિયમ નવાઝ તેના પિતા નવાઝ શરીફના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાનની કટ્ટરપંથી જમાત તેને તેના ધર્મ વિશે પૂછી રહી છે.

કયા ધર્મના છો? CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના કર્યા ચરણ સ્પર્શ, આશીર્વાદ લીધા બાદ PAKમાં હોબાળો, જુઓ વીડિયો
Nawaz Sharif - Maryam Nawaz
Follow Us:
| Updated on: Feb 28, 2024 | 3:18 PM

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પહેલીવાર મુખ્યમંત્રી બનેલી મરિયમ નવાઝના એક વીડિયોને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે અને પાકિસ્તાનની કટ્ટરપંથી જમાત તેને તેના ધર્મ વિશે પૂછી રહી છે. મરિયમ નવાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે મરિયમ નવાઝ તેના પિતા નવાઝ શરીફના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ રહી છે. રિપોર્ટ મુજબ આ વીડિયો તે સમયનો છે જ્યારે મરિયમ નવાઝે પંજાબ એસેમ્બલીમાં મુખ્યમંત્રીની ચૂંટણી જીતી હતી અને ત્યારબાદ તે તેના પિતાને મળવા આવી હતી.

મરિયમ નવાઝનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મરિયમ નવાઝનો આ વીડિયો 26 ફેબ્રુઆરીનો છે, જેને પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેને પૂછ્યું છે કે, ‘આ પરંપરા કયા ધર્મમાં છે?’ આ વીડિયોમાં જોવા મળે છે કે મરિયમ નવાઝ નીચે ઝૂકીને તેના પિતા નવાઝ શરીફના ચરણ સ્પર્શ કરી રહી છે અને નવાઝ શરીફ પણ પોતાની પુત્રીની પીઠ થપથપાવીને આશીર્વાદ આપી રહ્યા છે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

તમને જણાવી દઈએ કે ઈસ્લામમાં પગને સ્પર્શ કરવાની મનાઈ છે અને તેથી જ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. અન્ય એક પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ લખ્યું છે, ‘તેને તમીઝ કહેવાય છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, “જ્યારે તમે આખી જીંદગી બોલિવુડની ફિલ્મો જુઓ છો, તો આવા પ્રસંગે આખી ફિલ્મનો સીન સામે આવે છે.” આ સિવાય અન્ય યૂઝરે કહ્યું છે કે, ‘તેને સન્માનનો ધર્મ કહેવામાં આવે છે.’ જ્યારે નવાઝ શરીફની પાર્ટીના નેતા ચૌધકી અહમદ રઝાએ કહ્યું છે કે, શું તમારા માતા-પિતાના પગ સ્પર્શ કરવો ખોટું છે?

પંજાબના મુખ્યમંત્રી બની મરિયમ નવાઝ

મરિયમ નવાઝનો જન્મ 1973માં પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી છે. 012 માં મરિયમે પાકિસ્તાનની રાજનીતિમાં પ્રવેશ કર્યો અને જ્યારે પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટાયા, ત્યારે પાકિસ્તાનની ચૂંટણીમાં મરિયમે 2013ની પીએમએલ-એનને જીત અપાવી. તે જ વર્ષે તેમને પ્રધાનમંત્રી યુવા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી. પરંતુ તેમની નિમણૂકને લાહોર હાઈકોર્ટમાં પડકારવામાં આવતાં તેણે 2014માં રાજીનામું આપી દીધું હતું.

2017 માં પનામા પેપર્સ કૌભાંડનો ખુલાસો થયા પછી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મરિયમ નવાઝને જાહેર પદ રાખવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે મરિયમ મની લોન્ડરિંગમાં સામેલ હતી. પરંતુ પીએમએલ-એનએ તેમના પરના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે નિર્દોષ છે. 2017 માં મરિયમને વિશ્વભરની પ્રભાવશાળી મહિલાઓને માન્યતા આપતા BBCની 100 મહિલાઓની યાદીમાં પણ સામેલ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2017 માં, મરિયમને 2017 માં વિશ્વભરની 11 શક્તિશાળી મહિલાઓની ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: WITT: ભારતીય ઈતિહાસ અને પશ્ચિમી સભ્યતા પર સિડની યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને લેખક સાલ્વાટોર બેબોનેસ તેમના મંતવ્યો રજૂ કર્યા, જાણો શું કહ્યું

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">