Israel Farming: ઈઝરાયેલના ખેડૂતો કેવી રીતે કરે છે ખેતી? જાણો કેમ અહીંની એગ્રીકલ્ચર ટેકનોલોજીને અપનાવી રહ્યા છે વિશ્વના દેશ

|

Oct 09, 2023 | 3:53 PM

ઈઝરાયેલના 60 ટકા જમીન વિસ્તારમાં રણ છે અને પાણીની ખૂબ જ અછત છે. ઈઝરાયેલમાં જમીનની અછત હોવાથી ખેડૂતોએ વર્ટિકલ ફાર્મિંગનો વિચાર અપનાવ્યો છે. આધુનિક ખેતી માટે આ એક નવી પદ્ધતિ છે. વિશ્વની કુલ વસ્તીના અડધાથી વધારે લોકો શહેરમાં રહે છે.

Israel Farming: ઈઝરાયેલના ખેડૂતો કેવી રીતે કરે છે ખેતી? જાણો કેમ અહીંની એગ્રીકલ્ચર ટેકનોલોજીને અપનાવી રહ્યા છે વિશ્વના દેશ
Agriculture Technology

Follow us on

ઈઝરાયેલ (Israel) હાલમાં યુદ્ધને લઈને ચર્ચામાં છે. પરંતુ આ સાથે ઈઝરાયેલ ખેતીને (Agriculture) લઈને પણ સમાચારોમાં રહે છે. ઇઝરાયેલ તેની એગ્રીકલ્ચર ટેકનોલોજીના કારણે સમગ્ર દુનિયામાં ફેમસ છે. હાલમાં ખેતી પડકારરૂપ બની રહી છે, ભારે ગરમીના કારણે કે ભારે વરસાદના કારણે કે પછી દુષ્કાળના કારણે તો ક્યાંક જમીનના અભાવે મુશ્કેલી આવી રહી છે. ઈઝરાયેલ એક એવો દેશ છે, જેણે વિશ્વમાં નવી એગ્રી ટેકનોલોજી રજૂ કરી છે.

ખેડૂતોએ વર્ટિકલ ફાર્મિંગનો વિચાર અપનાવ્યો

ઈઝરાયેલમાં આ ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતો કરી રહ્યા છે. ઈઝરાયેલનો 60 ટકા જમીન વિસ્તારમાં રણ છે અને પાણીની ખૂબ જ અછત છે. ઈઝરાયેલમાં જમીનની અછત હોવાથી ખેડૂતોએ વર્ટિકલ ફાર્મિંગનો વિચાર અપનાવ્યો છે. આધુનિક ખેતી માટે આ એક નવી પદ્ધતિ છે. વિશ્વની કુલ વસ્તીના અડધાથી વધારે લોકો શહેરમાં રહે છે. ગાઢ શહેરોમાં લોકોએ આ તકનીક પર વધુ ધ્યાન આપ્યું છે.

શાકભાજી ઉગાડવા માટે કરે છે ઉપયોગ

વર્ટિકલ ફાર્મિંગની ટેકનોલોજીનો ઉપયોગ કરીને દિવાલને નાના ખેતરમાં ફેરવી શકાય છે. ઘણા લોકો તેનો ઉપયોગ દિવાલોની સજાવટ માટે કરે છે, જ્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ શાકભાજી ઉગાડવા માટે કરે છે. ઘઉં, ચોખા જેવા અનાજની સાથે દિવાલ પર શાકભાજી પણ ઉગાડી શકાય છે.

સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ

રણમાં કરે છે મત્સ્યપાલન

રણમાં મત્સ્યપાલન કેવી રીતે થઈ શકે, પરંતુ GFA ની એડવાન્સ ટેક્નોલોજી એટલે કે Grow Fish Anywhere દ્વારા તે શક્ય બન્યું છે. ઇઝરાયેલની ઝીરો ડિસ્ચાર્જ સિસ્ટમે મત્સ્યપાલન માટે વીજળી અને હવામાનના અવરોધો દૂર કર્યા છે. આ પદ્ધતિમાં માછલીને ટેન્કરમાં ઉછેરવામાં આવે છે, જેને રિસર્ક્યુલેશન એક્વાકલ્ચર સિસ્ટમ કહેવામાં આવે છે.

પાણીની થાય છે બચત

વર્ટિકલ ફાર્મિંગથી છોડને આપવામાં આવતા પાણીની માત્રા નિયંત્રિત થાય છે અને પાણીની બચત પણ થાય છે. આ પ્રકારની સિંચાઈ વ્યવસ્થાને કોમ્પ્યુટર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ઈઝરાયેલની એગ્રી ટેકનોલોજીમાં વર્ટિકલ ફાર્મિંગમાં સૌથી વધાર ફેમસ છે. આ ઉપરાંત હાઇડ્રોપોનિક્સ, એક્વાપોનિક્સ અને એરોપોનિક્સ પણ પ્રચલિત છે.

આ પણ વાંચો : Israel-Palestine War : ઈઝરાયેલની 300 થી વધુ કંપનીઓનું ભારતમાં રોકાણ, હીરાથી લઈને હથિયારો સુધીનો છે બિઝનેસ

હાઇડ્રોપોનિક્સ ટેકનિકમાં માટીનો ઉપયોગ થતો નથી અને તેના વિના પાણીમાં છોડ ઉગાડવામાં આવે છે. એરોપોનિક્સમાં, છોડ માત્ર હવામાં ઉગાડવામાં આવે છે. એરોપોનિક્સનો હાલમાં બહુ ઓછો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ હાઈડ્રોપોનિક્સ અથવા એક્વાપોનિક્સમાં લોકોનો રસ વધ્યો છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:53 pm, Mon, 9 October 23

Next Article