AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાનના તેલ ભંડારોની કરોડરજ્જુ ગણાતા ખર્ગ આઈલેન્ડ તરફ અમેરિકાએ 6000 સૈનિકોની કરી તૈનાતી, શું હવે જમીની હુમલો કરવાની તૈયારીમાં છે ટ્રમ્પ?

ઈરાન અમેરિકા ઈઝરાયેલ યુદ્ધને એક મહિનો વિતી ગયો છે. છતા શાંતિના કોઈ સંકેતો દેખાઈ નથી રહ્યા અને યુદ્ધ વધુ ખતરનાક મોડમાં પહોંચી ગયુ છે. અત્યાર સુધી જે મિસાઈલો અને હવાઈ હુમલાઓ સુધી સીમિત હતુ તે હવે જમીની ઓપરેશન તરફ આગળ વધી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. અમેરિકાએ જે રીતે તેની સૈન્ય તાકાત ખાડી દેશોમાં ખડકી દીધી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન હવે ઈરાનને ઘૂંટણિયે લાવવા માટે કોઈ નિર્ણાયક પ્લાન અમલમાં મુકવા જઈ રહ્યુ છે.

ઈરાનના તેલ ભંડારોની કરોડરજ્જુ ગણાતા ખર્ગ આઈલેન્ડ તરફ અમેરિકાએ 6000 સૈનિકોની કરી તૈનાતી, શું હવે જમીની હુમલો કરવાની તૈયારીમાં છે ટ્રમ્પ?
| Updated on: Mar 30, 2026 | 9:27 PM
Share

તાજેતરના અહેવાલ મુજબ અમેરિકાનું સેન્ટ્રલ કમાન્ડ CENTCOM કતારમાં સક્રિય થયુ છે. 27 માર્ચે અમેરિકાનું વિશાળ જહાજ USS ત્રિપોલી, 3500થી વધુ મરીન કમાન્ડો સાથે આ ક્ષેત્રમાં પહોંચી ગયુ છે. અગાઉથી જ ત્યાં હાજર 5000 જેટલા અમેરિકન સૈનિકોનો વધારો એ સૂચવે છે કે અમેરિકા હવે માત્ર આકાશમાંથી જ નહીં પરંતુ જમીન પરથી પણ ઈરાનને નિશાન બનાવવાની તૈયારીમાં છે. સંરક્ષણ નિષ્ણાંતો માને છે કે છેલ્લા 20 વર્ષના ઈતિહાસમાં અમેરિકાએ તૈનાત કરેલી આ સૌથી મોટી ફોજ છે જે ઈરાનની આટલી નજીક પહોંચી ગઈ છે.

અમેરિકાના જમીની ઓપરેશનના કેન્દ્રમાં ઈરાનનો ખર્ગ આઈલેન્ડ હોવાની પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખાલી કરાવવા માટે ખર્ગ આઈલેન્ડ પર અમેરિકા કબજો કરી લે છે તો હોર્મુઝમાંથી ઈરાન જાતે જ પીછે હઠ કરી લે એવી અમેરિકાની રણનીતિ હોઈ શકે છે.

શું છે ખર્ગ આઈલેન્ડ?

ખર્ગ આઈલેન્ડને ઈરાન માટે અતિ મહત્વનો છે. જો ઈરાન તાજ છે તો ખર્ગ આઈલેન્ડ તેના પર લાગેલો કોહિનુર છે. આ ટાપુ ઈરાન માટે માત્ર જમીનનો ટુકડો નથી પરંતુ તેની આર્થિક જીવાદોરી છે. ઈરાન જેટલુ તેલ ઉત્પન્ન કરે છે, તેનુ 90 ટકા તેલ ખર્ગ આઈલેનડ પરથી દુનિયાભરમાં નિકાસ થાય છે. જો અમેરિકા આ ટાપુ પર જમીની હુમલો કરીને કબજો જમાવે છે તો ઈરાનની આર્થિક કમર તૂટી જશે. આ આઈલેન્ડ પર અંદાજે 3 કરોડ બેરલ તેલનો સંગ્રહ છે. ભારત પાસે 53 લાખ બેરલ મેટ્રિક ટનનો સ્ટોરેજ છે. જેના કરતા ઈરાન પાસે 6 ગણુ વધારે છે.

અમેરિકા પાસે ઈરાન સામે કાર્યવાહી કરવાના હાલ ત્રણ વિકલ્પ બચ્યા છે.

  • ઈરાન પર પરમાણુ હુમલો કરી શકે,
  • સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર કબજો કરે અથવા તે ખર્ગ આઈલેન્ડ પર હુમલો કરીને કબજો કરી.
  • આ ત્રણેય વિકલ્પોમાંથી અમેરિકાને ખર્ગ આઈલેન્ડ પર જમીની કાર્યવાહી કરવી સૌથી વધુ સ્ટ્રેટજિક પગલુ લાગી શકે છે.

ટ્રમ્પની રણનીતિ

અમેરિકા આ હુમલાની તૈયારી અત્યંત ગુપ્ત અને રહસ્યમય રીતે કરી રહ્યું છે. વ્હાઈટ હાઉસના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર 26 અને 27 માર્ચ દરમિયાન કેટલાક એવા વીડિયો અને ફોટા મૂકવામાં આવ્યા હતા, જેમાં ઈરાનનો ઝંડો નમેલો બતાવવામાં આવ્યો હતો અથવા “ચૂપ રહો, કંઈક થઈ રહ્યું છે” તેવા સંકેતો આપવામાં આવ્યા હતા

વ્હાઈટ હાઉસના એક્સ હેન્ડલ પર એક મેસેજ આવે છે. સાવ બ્લર સ્ક્રીન અને માત્ર બીપનો ટોન. બીજુ કંઈ જ નહીં. વ્હાઈટ હાઉસ આવુ બતાવીને માહોલ બનાવી રહ્યુ છે, એમ કહી શકાય કે ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યુ છે કે અમે કંઈક ખતરનાક કરવા જઈ રહ્યા છીએ. અમેરિકા હવે ઈરાનને રોકવા માટે કંઈક વધુ મોટુ કરી શકે છે. આ વધુ મોટુ શું હોઈ શકે. હવે વાટાઘાટોનો તો વિકલ્પ તેની પાસે બચ્યો નથી. તો કંઈ ન થયુ તો પરમાણુ બોંબ ફેંકી દે એવી સ્થિતિ પણ બની શકે. નહીં તો ખર્ગ આઈલેન્ડનો તોડ કરીને તે ઈરાનને હાથપગ વગરનું કરી શકે. કંઈક એવુ કરી દે કે ઈરાન તેલ વેચી જ ન શકે. આ સ્થિતિમાંથી ઈરાનને બેઠુ થતા બહુ ટાઈમ લાગે.

26 માર્ચે વ્હાઈટ હાઉસ ફરી તેના એક્સ હેન્ડલ પર એક વીડિયો જારી કરે છે. જેમા એક ઝંડો નમેલો બતાવવામાં આવ્યો છે. આ ઝંડો ઈરાનનો છે જેને ઝુકેલો બતાવવામાં આવ્યો છે. આ પ્રકારે તસ્વીરો મુકીને એક નાનકડી ઓડિયો ક્લિપ મુકવામાં આવી છે. જેમા બેકગ્રાઉન્ડમાં કેરોલિના લેવિટ પૂછી રહી છે કે શું હુમલો થવાનો છે? (IS It Launching soon Right?) જે બાદ આ મેસેજને ડિલીટ કરી દેવામાં આવે છે.

ફરી વ્હાઈટ હાઉસના એક્સ હેન્ડલ પર એક એવો મેસેજ આવે છે. જેમા એક બ્લર ફોટો મુકાયો છે. એટલે કે દુનિયાને બતાવવામાં જ નથી આવી રહ્યુ કે શું થવા જઈ રહ્યુ છે. હાલ અટકળોનું બજાર ગરમ છે. કેટલાક લોકોને લાગે છે કે ક્યુબા પર હુમલો કરી દેવાયો, અમેરિકા અચાનક જાહેર કરશે. ખર્ગ આઈલેન્ડ પર કબજો કરી લેવાયો એ જાહેર કરી શકે. ઈરાન પર કબજો કરી લેવાયો એ જણાવી શકે. આ પ્રકારે એક બાદ એક કયાસ લગાવવામાં આવી રહ્યા છે. લોકો પોતપોતાની રીતે ટ્રમ્પ અને તેની સાથે સરેન્ડરની મુદ્રામાં કોઈને બેસેલો પણ બતાવી રહ્યા છે.

જે બાદ વ્હાઈટ હાઉસ દ્વારા એક નવી પોસ્ટ કરવામાં આવી. જેમા બ્લેકસ્ક્રીન પર વ્હાઈટ હાઉસની તસવીર અને કેપ્શન અપાઈ કે “ચૂપ રહો, કંઈક થઈ રહ્યુ છે” ત્યારે વાસ્તવમાં શું થઈ રહ્યુ છે તેના પર સહુને એજ જાણવાની તાલાવેલી છે કે આખરે અમેરિકા શું કરવાની પ્લાનિંગમાં છે.

ઈરાને દરિયામાં બારૂદી સુરંગો બિછાવી

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈરાન દ્વારા શું પ્રતિક્રિયા આવી. શું ઈરાન માત્ર એ મેસેજો જ જોઈ રહ્યુ છે. ઈરાન પણ તેની તૈયારીમાં લાગેલુ છે. ઈરાને પોતાની શક્તિ મુજબ ખર્ગ આઈલેન્ડને બચાવવા માટેના શક્ય તમામ પ્રયાસો કરી લીધા છે. અમેરિકાની આ તમામ હિલચાલથી ઈરાન બિલકુલ અજાણ નથી. ઈરાને ખર્ગ આઈલેન્ડના સંરક્ષણ માટે દરિયામાં બારુદી સુરંગો (Mines) બિછાવી દીધી છે અને ખભા પર રાખીને ચલાવી શકાય તેવી મિસાઈલો (MANPADS) સજ્જ કરી છે. ઈરાનનું કહેવું છે કે જો તેના તેલના સ્ત્રોતો પર હુમલો થશે, તો તે ચૂપ નહીં બેસે અને બદલામાં દુબઈ, અબુ ધાબી, દોહા કે મક્કા જેવા શહેરો પર પણ વળતા હુમલા કરી શકે છે.

ઈરાનના અગ્રણી અખબાર ‘તેહરાન ટાઇમ્સ’માં હેડલાઈન આવે છે. “વેલકમ ટુ હેલ” (નરકમાં તમારું સ્વાગત છે) ઈરાની મીડિયાએ અમેરિકન સૈનિકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ અમેરિકન સૈનિક ઈરાનની ધરતી પર પગ મૂકશે, તો તે જીવતો પાછો નહીં જાય પણ માત્ર શબપેટી (Coffin) માં જ પાછા જશે. ઈરાનના રાષ્ટ્રપતિએ પણ સ્પષ્ટ જણાવી દીધુ છે કે અમે અમારા અધિકારોની સુરક્ષા માટે તૈયારી કરીને બેઠા છીએ, જો અમારા ઉપર કંઈપણ થાય છે તો અમે એ દેશોને સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ તમારી જગ્યાનો ઉપયોગ દુશ્મનો ને કરવા આપશો તો નહીં તો અમે વિનાશક હુમલો કરશુ. હાલ ઈરાન તો તૈયારીઓ સાથે આક્રમક મુદ્રામાં જ છે.

હવે આ યુદ્ધમાં યમનની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હુતીઓને એક્ટિવેટ થઈ જવા માટેનો આદેશ દઈ દેવાયો છે. યમનમાં હુતીઓ ઈઝરાયેલ પર હુમલો કરવા માટે સક્રિય થઈ ગયા છે. જેનાથી રેડ સીનો માર્ગ બાધિત કરી શકે છે. આ અંગે હુતી દ્વારા જાહેરાત કરી દેવાઈ યમન ઈરાનનું સમર્થક છે અને ઈરાનના નામ પર ઈઝરાયેલ પર હુમલો કરે છે.

આર્થિક નુકસાનને પગલે ખાડી દેશોનું દબાણ

અત્યારે પશ્ચિમ એશિયાના અન્ય દેશો જેમ કે સાઉદી અરેબિયા, કુવૈત અને ઈરાકને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમનું તેલ ઉત્પાદન ઘટ્યું છે અને શિપિંગ ઈન્સ્યોરન્સ 400% સુધી વધી ગયુ છે. આ દેશો ઈચ્છે છે કે જો તેમનું તેલ ન વેચાતું હોય, તો ઈરાનનું તેલ પણ બંધ થવું જોઈએ. અમેરિકા પર આ પડોશી દેશોનું પણ દબાણ છે કે તે ઈરાનની તેલ નિકાસને સંપૂર્ણપણે રોકી દે.

ભયાનક તબાહીના એંધાણ

ઈરાન અને અમેરિકા વચ્ચેનું આ યુદ્ધ હવે માત્ર નિવેદનબાજી પૂરતું મર્યાદિત નથી. 3500 મરીન કમાન્ડોનું આગમન અને ખર્ગ આઈલેન્ડ પર તોળાતું જોખમ એ દર્શાવે છે કે અમેરિકાએ હવે જમીની ઓપરેશનનો મન બનાવી લીધું છે. જો આ ઓપરેશન શરૂ થશે, તો વૈશ્વિક તેલ સપ્લાય ખોરવાઈ જશે અને દુનિયામાં કોરોના જેવી આર્થિક કટોકટી ફરી આવી શકે છે. ઈરાન અને તેની સાથે જોડાયેલા યમનના હૂતી વિદ્રોહીઓ પણ લાલ સમુદ્રમાં ઈઝરાયેલ અને પશ્ચિમી જહાજો પર હુમલા વધારી શકે છે

ભારતમાં તૈયાર થતી એન્ટી રેડિયેશન દવાઓની પશ્ચિમ એશિયાના દેશોએ કરી માગ, પરમાણુ હુમલાનો ખતરો કે આગોતરી તૈયારી- વાંચો

Follow Us
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
g clip-path="url(#clip0_868_265)">