AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાન સામેની જંગમાં અમેરિકા ‘કંગાળ’? 27 હજાર કરોડની સૈન્ય સંપત્તિ રાખ, ટ્રમ્પના દાવા પોકળ

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ જંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતનો દાવો કરી રહ્યો હોય પરંતુ હકીકત કંઈક અલગ જ છે. એક રિપોર્ટ અનુસાર, આ યુદ્ધમાં અમેરિકાને અત્યાર સુધીમાં અંદાજે 27 હજાર કરોડ રૂપિયાનું ભારે સૈન્ય નુકસાન થયું છે.

Breaking News: ઈરાન સામેની જંગમાં અમેરિકા 'કંગાળ'? 27 હજાર કરોડની સૈન્ય સંપત્તિ રાખ, ટ્રમ્પના દાવા પોકળ
| Updated on: Mar 27, 2026 | 8:58 PM
Share

ઈરાન સામેની જંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતનો દાવો કરી રહ્યો હોય પરંતુ આ યુદ્ધ તેને ખૂબ મોંઘું પડી રહ્યું છે. ખાસ વાત એ છે કે, હાલમાં આ જંગ પૂરી થાય તેવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી, તેવી સ્થિતિમાં આવનારા સમયમાં અમેરિકાનું નુકસાન હજુ વધી શકે છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા હુમલાઓ બાદ અમેરિકી સેનાને માત્ર સૈન્ય ઉપકરણોમાં જ નહીં પરંતુ ઓપરેશનલ ક્ષમતામાં પણ મોટું નુકસાન થયું છે.

‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 2.9 અબજ ડોલર (આશરે 27 હજાર કરોડ રૂપિયા)ની અમેરિકી સૈન્ય સંપત્તિ નાશ પામી છે અથવા તો તેને નુકસાન થયું છે. આ રિપોર્ટ પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી Elaine McCuskerના દાવાઓ પર આધારિત છે.

કેટલું નુકસાન થયું?

રિપોર્ટ મુજબ, આ યુદ્ધમાં અમેરિકાની એર પાવર (વાયુ શક્તિ)ને સીધું નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 16 સૈન્ય વિમાન નાશ પામ્યા હોવાના અહેવાલ છે, જેમાં F-35 અને F-16 જેવા આધુનિક ફાઈટર જેટ્સનો સમાવેશ થાય છે. આ સિવાય, એક KC-135 સ્ટ્રેટોટેન્કર વિમાનના ક્રેશમાં 6 અમેરિકી સૈનિકના મોત પણ થયા છે.

રસપ્રદ વાત એ છે કે, આ બધું નુકસાન માત્ર દુશ્મનના હુમલાથી નથી થયું. કુવૈતમાં એક ‘ફ્રેન્ડલી ફાયર’ (પોતાના જ દળો દ્વારા ભૂલથી થયેલો હુમલો)ની ઘટનામાં 3 F-15E જેટ ભૂલથી તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અંદાજે એક ડઝન જેટલા MQ-9 રીપર ડ્રોન પણ નાશ પામ્યા છે, જે દેખરેખ અને ચોક્કસ હુમલાઓ માટે અત્યંત મહત્વના માનવામાં આવે છે.

વધુમાં સમુદ્રમાં પણ સ્થિતિ સરળ નથી. અમેરિકી નૌકાદળનું આધુનિક એરક્રાફ્ટ કેરિયર USS Gerald R Ford એક ઓપરેશનલ ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયું છે. જો કે, આ દુશ્મનના હુમલાનું પરિણામ નહોતું પરંતુ તેનાથી એ સ્પષ્ટ થાય છે કે, સતત યુદ્ધની કામગીરીમાં જોખમ વધી જાય છે.

એર ડિફેન્સ સિસ્ટમ પર નિશાન

ઈરાને માત્ર વિમાનોને જ નહીં પરંતુ અમેરિકાની ડિફેન્સ સિસ્ટમને પણ નિશાન બનાવી છે. જોર્ડનમાં THAAD સિસ્ટમ સાથે જોડાયેલા AN/TPY-2 રડાર પર હુમલો થયો હતો, જ્યારે કતાર, યુએઈ, બહેરીન, કુવૈત અને સાઉદી અરેબિયામાં પણ રડાર તેમજ કોમ્યુનિકેશન સિસ્ટમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. કતારના અલ ઉદૈદ એર બેઝ પર રહેલા AN/FPS-132 રડારને નુકસાન પહોંચવું ખાસ મહત્વનું માનવામાં આવે છે, કારણ કે તે એકસાથે અનેક જોખમોને ટ્રેક કરવામાં સક્ષમ છે.

સૈન્ય મથકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા

ઈરાનની રણનીતિ માત્ર હથિયારો નાશ કરવા પૂરતી સીમિત નથી રહી પરંતુ તેણે અમેરિકાના સૈન્ય માળખાને નબળું પાડવા પર પણ ધ્યાન આપ્યું છે. કુવૈતના અલી અલ સાલેમ એર બેઝ તેમજ કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા ઠેકાણાઓ પર મિસાઇલ હુમલાઓથી રનવે અને સપોર્ટ સિસ્ટમને નુકસાન પહોંચ્યું છે. આનાથી અમેરિકાની લોજિસ્ટિક્સ અને ઓપરેશનલ ક્ષમતા પર માઠી અસર પડી છે.

Breaking News : શું ‘ઈરાન’ હવે હોર્મુઝમાં સમુદ્રની નીચે ઇન્ટરનેટ કેબલ્સ પર પ્રહાર કરવાનું છે? જો હુમલો થાય, તો વિશ્વ અને ભારત પર શું અસર થશે?

Follow Us
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video
સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video
સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video
ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ
ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ
31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
ગુજરાત ટાઈટન્સની ટીમ આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી તૈયાર
ગુજરાત ટાઈટન્સની ટીમ આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી તૈયાર
ભગવાનના દરબારમાં ચોરી
ભગવાનના દરબારમાં ચોરી
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો
ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો
ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય
ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય
પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા
પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">