AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાન ધણધણી ઉઠ્યું ! અલ્બોર્ઝમાં એરસ્ટ્રાઈકથી 18ના મોત, તેહરાનમાં હથિયાર ડેપો તબાહ

દુનિયામાં અત્યારે યુદ્ધનો માહોલ વધુ ગંભીર બની રહ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે એક ભયાનક વળાંક પર આવી ગયો છે. મંગળવારે ઈરાનના અલ્બોર્ઝ પ્રાંત અને રાજધાની તેહરાનમાં થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે તેમજ ઘણા લોકો ઘાયલ થયા છે.

Breaking News: ઈરાન ધણધણી ઉઠ્યું ! અલ્બોર્ઝમાં એરસ્ટ્રાઈકથી 18ના મોત, તેહરાનમાં હથિયાર ડેપો તબાહ
| Updated on: Apr 07, 2026 | 4:56 PM
Share

ઈરાનના સરકારી મીડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે, તેહરાનની ઉત્તર-પશ્ચિમમાં આવેલા ઈરાનના અલ્બોર્ઝ પ્રાંતને નિશાન બનાવીને કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. ‘મીઝાન’ સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, આ હુમલામાં બીજા 24 લોકો ઘાયલ પણ થયા છે. રાજધાની તેહરાન પર જોરદાર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે, જેમાં પહાડોમાં આવેલો એક સંભવિત હથિયાર ડેપો અને રહેણાંક વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

ઈરાનના લોકોને આપવામાં આવી ચેતવણી

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ભયાનક સ્વરૂપ લઈ શકે છે. યુદ્ધની વચ્ચે ઈઝરાયેલની સેનાએ ફારસી ભાષામાં ઈરાની નાગરિકોને ટ્રેનમાં મુસાફરી ન કરવાની ચેતવણી આપી છે. સંદેશમાં ઈઝરાયેલી સેનાએ ઈરાનીઓને કહ્યું છે કે, ટ્રેનોમાં અથવા રેલવે ટ્રેક પાસે તેમની હાજરી તેમના જીવને જોખમમાં મૂકી શકે છે.

ઈઝરાયેલી સેનાએ શું કહ્યું?

ઈઝરાયેલી સેનાએ તેના ફારસી ભાષાના એક્સ (X) એકાઉન્ટ પર લખ્યું છે કે, “તમારી સુરક્ષા માટે, અમે તમને વિનંતી કરીએ છીએ કે, અત્યારથી લઈને ઈરાનના સમય મુજબ રાત્રે 9:00 વાગ્યા સુધી, સમગ્ર દેશમાં ટ્રેનોનો ઉપયોગ કરવાનું અથવા ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું ટાળો.”

ઈરાનમાં ઈન્ટરનેટ બંધ

સમગ્ર ઈરાનમાં અઠવાડિયાઓથી ઈન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ છે. ઈન્ટરનેટ બંધ હોવાને કારણે સામાન્ય લોકો માટે આવી મહત્વપૂર્ણ ચેતવણીઓ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે. જો કે, ઈરાનની બહારથી ચાલતા ફારસી ભાષાના સેટેલાઇટ નેટવર્ક્સ આવા અહેવાલો પ્રસારિત કરી રહ્યા છે, જેના કારણે આ માહિતી ઈસ્લામિક સ્ટેટની અંદર સુધી પહોંચી રહી છે.

ઈરાન પર હુમલાનું જોખમ વધ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમજૂતી માટે આપવામાં આવેલું અલ્ટીમેટમ પણ નજીક આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ઈરાન સામે હુમલાનું જોખમ વધી ગયું છે. ઈરાનમાં હવે પાવર પ્લાન્ટ, પુલ અને રેલવેને પણ નિશાન બનાવવામાં આવી શકે છે.

આ ડાયરીથી કેમ ફફડી રહ્યું છે ‘ચીન’? ડ્રેગન શા માટે ઈચ્છે છે કે, આ દસ્તાવેજ દુનિયા સામે ક્યારેય ન આવે?

Follow Us
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
g clip-path="url(#clip0_868_265)">