AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

War Breaking News : અમેરિકાના હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને, ઈઝરાયલ પર ફેકી 30 બેલિસ્ટિક મિસાઈલ, અનેક શહેરોમાં ભયનો માહોલ

અમેરિકાએ ઈરાનના પરમાણુ મથક પર ભીષણ હુમલો કર્યા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને, ઈઝરાયેલ પર 30થી વધુ મિસાઈલો છોડી છે. ઈરાને તેલ અવીવ, હાઈફા અને જેરુસલેમને વધુ એકવાર નિશાન બનાવ્યા છે. ઈઝરાયલી સેનાએ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરી નાખી છે અને લોકોને બંકરોમાં જવા માટે કહ્યું છે. ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું કે, ઈરાન દ્વારા છોડવામાં આવેલ બધી મિસાઈલને રોકી શકાઈ નથી. છોડાયેલી તમામ મિસાઈલો નષ્ટ કરી શકાઈ નથી.

War Breaking News : અમેરિકાના હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને, ઈઝરાયલ પર ફેકી 30 બેલિસ્ટિક મિસાઈલ, અનેક શહેરોમાં ભયનો માહોલ
| Updated on: Jun 22, 2025 | 1:05 PM
Share

છેલ્લા બે દિવસથી જે ડર હતો તે શનિવારની રાત્રે સાચો પડ્યો છે. અમરિકાએ તેના વિશેષ વિમાન દ્વારા ઈરાનના પરમાણુ મથકો ધરાવતા 3 શહેરને નિશાન બનાવ્યા છે. આ ઘટનાને પગલે, ઈરાને પણ ઈઝરાયેલ ઉપર મારો બોલાવ્યો છે. ઈઝરાયલી સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઈરાનથી ઈઝરાયલ પર ઓછામાં ઓછી 30 મિસાઈલ છોડવામાં આવી છે. આઈડીએફએ ટેલિગ્રામ પર કહ્યું, “ઈઝરાયલ રાજ્ય તરફ મિસાઈલનો વધુ એક હુમલો કરવામાં આવ્યો છે.

આઈડીએફએ પણ હુમલામાં અસરગ્રસ્ત સ્થળો અને ફૂટેજ શેર ન કરવાનો આગ્રહ કર્યો. ઈરાન દ્વારા કરવામાં આવેલા આ બેરેજ હુમલાના અવાજો તેલ અવીવ, હાઈફા અને જેરુસલેમમાં સંભળાયા છે. ઉપરાંત, ઈઝરાયલના ઘણા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા છે અને સાયરન વાગી રહ્યા છે. એટલું જ નહીં, ઈઝરાયેલના નાગરિકોને, હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવાનું ચાલુ રાખવા વિનંતી છે.

ઈઝરાયેલમાં પ્રજાને સુચના

અમેરિકાના હુમલા પછી આક્રમક બનેલા ઈરાન તરફથી મળેલા ખતરાને ધ્યાનમાં રાખીને, વાયુસેના ખતરાને નિષ્ક્રિય કરવા માટે જ્યાં જરૂર હોય ત્યાં મિસાઈલ કે ડ્રોનને અટકાવવા અને બદલા સ્વરૂપ વળતો હુમલો કરવા માટે કામ કરી રહી છે. ઇઝરાયલ સંરક્ષણ અધિકારીઓ કહે છે કે હવામાં હુમલો સંપૂર્ણપણે રોકી શકાતો નથી, તેથી જનતાએ હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવાનું ચાલુ રાખવું જોઈએ.

હુમલામાં કેટલી મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

ઇઝરાયલી મીડિયાએ ઇરાનના તાજેતરના હુમલામાં લગભગ 25 મિસાઇલોનો અહેવાલ આપ્યો છે. ઇઝરાયલી સૈન્ય કહે છે કે તેણે ઈરાન તરફ ઇઝરાયલી પ્રદેશ તરફ છોડવામાં આવેલી મિસાઇલો શોધી કાઢી છે અને કહે છે કે તેની રક્ષણાત્મક પ્રણાલીઓ ઈરાનની મિસાઈલોને અટકાવવા માટે કામ કરી રહી છે. લોકોને બંકરો અને સુરક્ષિત વિસ્તારોમાં જવા અને આગળની વધુ સૂચના ના મળે ત્યાં સુધી બંકરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ઈરાન ઈઝરાયેલ યુદ્ધ સહિતના આંતરરાષ્ટ્રીય  તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">