AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Ahmedabad : સાવધાન! 44 ડિગ્રી ગરમીમાં AC અને મોબાઇલ ચાર્જર સતત ચાલુ રાખવું પડ્યું ભારે! સેટેલાઇટમાં ફ્લેટ બળીને ખાક, જુઓ Video

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રત્નાકર 3 બિલ્ડીંગના એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની પ્રાથમિક શંકા છે. ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો, જેથી મોટી જાનહાનિ ટળી. ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી, જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી.

Breaking News Ahmedabad : સાવધાન! 44 ડિગ્રી ગરમીમાં AC અને મોબાઇલ ચાર્જર સતત ચાલુ રાખવું પડ્યું ભારે! સેટેલાઇટમાં ફ્લેટ બળીને ખાક, જુઓ Video
fire in ratnakar 3 building due to alleged mobile charger blast ahmedabad gujaratImage Credit source: Credits : chatgpt
| Updated on: May 23, 2026 | 12:24 PM
Share

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી રત્નાકર 3 નામની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના રહિશોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર અને સક્રિય કામગીરી કરીને ભીષણ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો, જેથી કોઈ મોટી જાનહાનિ થતી અટકી હતી.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ રત્નાકર 3 બિલ્ડીંગના ફ્લેટ નંબર 302ના બેડરૂમમાં લાગી હતી. પ્રાથમિક તપાસમાં અને ફ્લેટના ભાડુઆત દ્વારા અપાયેલી માહિતી મુજબ આગ લાગી તે સમયે AC ચાલુ હતું અને ચાર્જર પણ ચાલુ હાલતમાં હતું. આ સંજોગોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે. સદનસીબે આગ લાગી તે સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઉનાળાની આકરી ગરમી

જ્યારે તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ઇલેક્ટ્રિકલ ઉપકરણો ઓવરહીટ થવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. વધુ પડતા ઇલેક્ટ્રિકલ લોડનો ઉપયોગ કરવાથી વાયરીંગ પર પણ દબાણ આવે છે, જે આગ લાગવાનું મુખ્ય કારણ બની શકે છે. આથી, ઇલેક્ટ્રિકલ સાધનોનું નિયમિત મેન્ટેનન્સ અને લોડ ક્ષમતા મુજબ જ ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે.

કલાકો સુધી મોબાઇલ ચાર્જિંગમાં ફોન મૂકી દેવાની ટેવ

આગમાં કોઇ જાનહાની કે ઇજાના અહેવાલ નથી.. અને મોટી દુર્ઘટના ટળી છે.. જોકે કલાકો સુધી મોબાઇલ ચાર્જિંગમાં ફોન મૂકી દેવાની ટેવ અને સતત એસી સહિતના ઇલેકટ્રિક ઉપકરણો ચાલુ રાખવાની ટેવ ભારે પડી શકે છે.. રત્નાકલ બિલ્ડિંગમાં આગ પાછળનું કારણ પણ ઓવર હિંટિંગ હતું.. એક તરફ 43 ડિગ્રી તાપ, બીજી તરફ ઓવર હિંટિંગ આગનું કારણ બની શકે છે. ત્યારે ફાયર વિભાગ પણ લોકોને ચેતવી રહ્યા છે..

આ ઘટનામાં ફ્લેટમાં રાખેલો તમામ માલસામાન અને ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી, જેને કારણે ભારે આર્થિક નુકસાન થયું છે. જોકે ફાયર વિભાગની સમયસરની કામગીરી અને બિલ્ડીંગમાં લાગેલી સિસ્ટમનો ઉપયોગ કરીને આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. આવા કિસ્સાઓમાં બિલ્ડીંગમાં સ્થાપિત ફાયર સેફ્ટી સિસ્ટમનો યોગ્ય રીતે ઉપયોગ કરતા આવડવું પણ એટલું જ મહત્વનું છે, જેથી મોટા નુકસાનને ટાળી શકાય. આ ઘટનાએ ફરી એકવાર ઇલેક્ટ્રિકલ સુરક્ષા અને ફાયર સેફ્ટીના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે. ઉનાળાની ગરમીમાં ખાઓ હળવા પરાઠા, સ્વાદિષ્ટ, સુપાચ્ય અને તાજગીભર્યો સવારનો નાસ્તો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">