AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયો ‘ભારતીય યુવક’, ‘મને મારો દીકરો પાછો જોઈએ…’ માતાએ PM પાસે માંગી મદદ

વિદેશમાં સારી નોકરી મેળવવાની લાલચમાં રશિયા ગયેલો એક યુવક હાલ મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. તેને નોકરીના બહાને રશિયન સેનામાં ભરતી કરી દેવામાં આવ્યો હોવાનો આરોપ છે અને હવે તેને યુદ્ધના મેદાને મોકલવામાં આવી રહ્યો છે. આ મામલે યુવકની માતાએ સરકાર પાસે પોતાના દીકરાને સુરક્ષિત પાછો લાવવા માટે ગુહાર લગાવી છે.

Breaking News: રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયો 'ભારતીય યુવક', 'મને મારો દીકરો પાછો જોઈએ...' માતાએ PM પાસે માંગી મદદ
Image Credit source: RajSingh Sisodiya
| Updated on: Nov 03, 2026 | 5:33 PM
Share

વિદેશમાં સારી નોકરી મેળવવાનું સપનું લઈને રશિયા ગયેલો આંધ્રપ્રદેશનો એક યુવક હવે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આરોપ છે કે, તેને નોકરીના બહાને રશિયન સેનામાં ભરતી કરી દેવામાં આવ્યો અને હવે તેને રશિયા-યુક્રેન યુદ્ધના ફ્રન્ટ લાઇન પર મોકલવામાં આવી રહ્યો છે. આ મામલાને લઈને યુવકની માતાએ કેન્દ્ર અને આંધ્રપ્રદેશ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.

ફળ પેકિંગની નોકરી માટે ગયો હતો Russia

આ મામલો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના રહેવાસી જે. વામસીનો છે. તેમની માતા જે. અપ્પાલકોંડાના જણાવ્યા મુજબ, તેમનો પુત્ર રશિયામાં ફળ પેકિંગનું કામ કરવા માટે ગયો હતો પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેને કોઈ કામ મળ્યું નહીં. ત્યારબાદ તેની મુલાકાત એક નેપાળી નાગરિક સાથે થઈ.

આરોપ છે કે, તે વ્યક્તિએ વામસીને યુક્રેનમાં વધુ વેતનવાળી નોકરી અપાવવાનો ભરોસો આપ્યો. આ જ બહાને તે તેને પોતાની સાથે લઈ ગયો. વામસીની માતાનો દાવો છે કે, બાદમાં તેમના પુત્રને રશિયન સેનામાં લેવામાં આવ્યો અને હવે તેને યુક્રેન તરફ મોકલવામાં આવી રહ્યો છે.

Video માં માંગી મદદ

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. તેમાં વામસી હોવાનો દાવો કરનાર એક વ્યક્તિ અન્ય ચાર ભારતીયો સાથે પોતાની મુશ્કેલી જણાવી રહ્યો છે. વીડિયોમાં આ લોકોનું કહેવું છે કે, તેઓ રોજગારીની શોધમાં રશિયા આવ્યા હતા પરંતુ તેમને નોકરીના નામે સેનામાં ભરતી કરાવી દેવામાં આવ્યા. તેમનો દાવો છે કે, તેમને રશિયન ભાષામાં લખેલા દસ્તાવેજો પર સહી કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેઓ તે દસ્તાવેજોની પૂરી માહિતી સમજી શક્યા નહીં.

વીડિયોમાં યુવક દાવો કરે છે કે, તેમને રશિયન નાગરિકતા આપવામાં આવી ચૂકી છે. આ લોકોને ડર છે કે, તેમને રશિયા-યુક્રેન સરહદ પાસે યુદ્ધના મોરચે મોકલી શકાય છે. વીડિયોમાં તેમણે ભારત સરકારને જલદી હસ્તક્ષેપ કરવા અને સુરક્ષિત પાછા લાવવાની અપીલ કરી છે. જો કે, આ દાવાઓની પૂરેપૂરી પુષ્ટિ થઈ નથી.

મંત્રી અને સાંસદે પણ કરી મદદની અપીલ

આંધ્રપ્રદેશના IT મંત્રી નારા લોકેશે આ મામલા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે યુવકના વીડિયોને શેર કરી દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, વિદેશમાં ફસાયેલા ભારતીયોની હાલત જોઈને દુઃખ થયું. તેમણે પોતાની કચેરીને સંબંધિત અધિકારીઓ સાથે તુરંત સંપર્ક કરવા અને તેમની સુરક્ષિત વાપસીમાં મદદ કરવા માટે નિર્દેશ આપવાની વાત કરી.

ભારતીય નાગરિકો સાવધાની રાખે

તેમના આ પોસ્ટ પર રશિયા સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી જવાબ પણ આપવામાં આવ્યો, જેમાં રશિયામાં ફસાયેલા ભારતીય યુવકોના નામ અને પાસપોર્ટ નંબર વેબસાઇટ cons.moscow@mea.gov.in પર અથવા વોટ્સએપ નંબર +7-9652773414 પર શેર કરવા માટે કહેવામાં આવ્યું, જેથી મામલાઓને સ્થાનિક અધિકારીઓ સમક્ષ રજૂ કરી શકાય. આની સાથે જ દૂતાવેસે લોકોને એ સલાહ પણ આપી છે કે, ભારતીય નાગરિકો સાવધાની રાખે અને નોકરીના આવા ખતરનાક પ્રસ્તાવોના ઝાંસામાં ન આવે.

આ મામલાને લઈને આંધ્રપ્રદેશના રાજ્યસભા સાંસદ લિંગમાનેની રમેશે પણ યુવકનો વીડિયો શેર કરી વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી છે અને તેમને સુરક્ષિત ભારત લઈ આવવાની અપીલ કરી છે. તેમણે રશિયામાં ફસાયેલા બે તેલુગુ યુવકોનો વીડિયો જોઈને દુઃખ વ્યક્ત કર્યું અને વિદેશ મંત્રી એસ. જયશંકર તથા વિદેશ મંત્રાલય પાસે જરૂરી મદદ આપવાની અપીલ કરી. તેમણે યુવકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને જલદી ઘર પાછા લાવવાનો અનુરોધ કર્યો.

મને બસ મારો દીકરો પાછો જોઈએ છે: મા

વામસીની માતાએ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ અને IT મંત્રી નારા લોકેશ પાસે પણ મદદ માંગી છે. તેમણે જણાવ્યું કે, તેમના પતિ હવે આ દુનિયામાં નથી અને તેમને એક દીકરો અને એક દીકરી છે. તેમણે ભાવુક થઈને કહ્યું કે, તેમની પાસે કોઈ સહારો નથી. તેમને કશું જ જોઈતું નથી, બસ તેમનો દીકરો સુરક્ષિત પાછો આવી જાય.

Breaking News : નેપાળ એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક બે હેલિકોપ્ટર અથડાયા, એક વિદેશી નાગરિકનું મોત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">