ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે, ઈમરાન ખાને કહ્યું- અફઘાનિસ્તાનમાં અમારી વિરુદ્ધ કામ કરી રહ્યા છે 3 સંગઠન

હંમેશા આતંકવાદ અને આતંકવાદીઓને ટેકો આપનાર પાકિસ્તાને હવે ખુદ આતંકવાદને લઈને ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ત્રણ આતંકવાદી સંગઠનો હજુ પણ પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યા છે.

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે, ઈમરાન ખાને કહ્યું- અફઘાનિસ્તાનમાં અમારી વિરુદ્ધ કામ કરી રહ્યા છે 3 સંગઠન
PM Imran Khan

પાકિસ્તાને આતંકવાદને લઈને ચિંતા વ્યક્તિ કરી છે. પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) કહ્યું હતું કે અત્યારે પણ ત્રણ આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનની ધરતી પર તેમના દેશ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે.

 

ઈમરાન ખાને આ વાત ત્યારે કરી છે. જ્યારે તાલિબાને આશ્વાસન આપ્યું હતું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ કરવામાં આવશે નહીં. ઈમરાન ખાને શુક્રવારે દુશાંબેમાં તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમોમાલી રહેમાન સાથે પત્રકાર પરિષદ યોજી હતી. ઈમરાન ખાને કહ્યું કે પંજશીરમાં સ્થિતિ ચિંતાજનક છે અને તે અફઘાન તાલિબાન સાથે આ અંગે વાત કરશે.

 

ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન અને તાજિકિસ્તાન ઈચ્છે છે કે પંજશીર ઘાટીનો મુદ્દો વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. બીજી બાજુ રાષ્ટ્રપતિ ઈમોમાલી રહેમાને કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનના તાજિક નેતૃત્વને વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે તેમના પ્રભાવનો ઉપયોગ કરશે, જેથી તેમના મતભેદો શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે અફઘાનિસ્તાનમાં શાંતિ માત્ર પાકિસ્તાન અને તાજિકિસ્તાન જ નહીં, પરંતુ સમગ્ર ક્ષેત્રના હિતમાં છે.

 

પાકિસ્તાન અને તાજિકિસ્તાનની સરહદ અફઘાનિસ્તાન છે. જે ગયા મહિને તાલિબાન દ્વારા કબજે કરવામાં આવી હતી. જે પછી મોટી સંખ્યામાં લોકો દેશ છોડવા લાગ્યા હતા. વિદેશી સૈનિકોને પાછા ખેંચવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ હતી. આ દરમિયાન કાબુલ એરપોર્ટ પર પણ ઘણી ભીડ જોવા મળી હતી. ઈસ્લામિક સ્ટેટે ઈવેક્યુશન ઓપરેશન દરમિયાન જ આતંકવાદી હુમલો કર્યો હતો. જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. હજારો લોકો જમીન અને હવાઈ માર્ગે પડોશી દેશો તાજિકિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ગયા છે.

 

પાકિસ્તાને તાલિબાનને ટેકો આપ્યો

અફઘાનિસ્તાનમાં તાલિબાનને લાવવા માટે પાકિસ્તાન દાવ પર લાગી ગયું હતું. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ મોકલ્યા અને પૈસા અને હથિયારો સહિત દરેક રીતે તેને ટેકો આપ્યો હતો. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની હસ્તક્ષેપ અહીં જ અટકી ન હતી. પાકિસ્તાને આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કની આતંકીઓને નવી સરકારમાં મહત્વનું સ્થાન મેળવ્યું હતું.

 

જ્યારે સરકારની રચનાને લઈને તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે લડાઈ ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના વડા ફૈઝ હમીદ કાબુલ પહોંચ્યા હતા. તેમની મુલાકાતના ત્રણ દિવસ બાદ તાલિબાને એક આંતરિક સરકારની રચના કરી, જેમાં વૈશ્વિક આતંકવાદીઓને ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક આપવામાં આવી હતી.

 

 

આ પણ વાંચો : અફઘાનિસ્તાન મામલે રશિયાએ અમેરિકા પર સાધ્યું નિશાન, પુતિને કહ્યું – અમેરિકન સૈનિકો ઉતાવળમાં નથી પરંતુ આ કારણે ભાગ્યા

 

આ પણ વાંચો :Good News: H-1Bના આ નિયમમાં થયો ફેરફાર, ભારતીય વિધાર્થીઓ માટે નોકરી મેળવવી થશે સરળ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati