Good News: H-1Bના આ નિયમમાં થયો ફેરફાર, ભારતીય વિધાર્થીઓ માટે નોકરી મેળવવી થશે સરળ

અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન H-1B વિઝાના નિયમોમાં કરેલા ફેરફારને રદ કરી દીધા છે. કોર્ટના આ નિર્ણય બાદ ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં નોકરી મેળવવી સરળ થઇ જશે.

Good News: H-1Bના આ નિયમમાં થયો ફેરફાર, ભારતીય વિધાર્થીઓ માટે નોકરી મેળવવી થશે સરળ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 6:54 PM

અમેરિકાની એક ફેડરલ કોર્ટે શુક્રવારે H-1B Visaને લઈને એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકા ફેડરલ કોર્ટે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) કાર્યકાળના H-1B વિઝા નિયમોમાં કરેલા ફેરફારોને રદ કરી દીધા છે.

ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન H-1B વિઝા પસંદગી માટે વર્તમાન લોટરી સિસ્ટમને બદલે સેલરી લેવલ પર આધારિત પસંદગી પ્રક્રિયા અમલમાં મૂકવાની હતી. આ બાદ વિરોધ શરૂ થયો હતો. પરંતુ હવે કોર્ટના આ નિર્ણયથી ભારત સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. કોર્ટના આ નિર્ણયથી અમેરિકામાં નોકરી શોધી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ નિર્ણયથી હવે નવા ગ્રેજ્યુએટ માટે નોકરી મેળવવી સરળ બનશે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

મીડિયા રિપોર્ટ અનુસાર કેલિફોર્નિયાના ઉત્તરીય જિલ્લા માટે અમેરિકા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ જેફરી એસ વ્હાઈટે H-1B સીમા પસંદગી અંગેનો પ્રસ્તાવિત નિયમ એ આધાર પર નકારી કાઢવામાં આવ્યો હતો કે જ્યારે નિયમન લાવવામાં આવ્યું હતું, ત્યારે કાર્યકારી હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ચાડ વુલ્ફ તે સમયે કાયદાકીય રીતે સેવા આપી રહ્યા ન હતા.

H-1B Visa વિઝા એક બિન-ઈમિગ્રન્ટ વિઝા છે, જેની મદદથી અમેરિકાની કંપનીઓને વિદેશી કામદારોને ચોક્કસ વ્યવસાયોમાં રોજગારી આપવા માટે પરવાનગી આપે છે, જેને સૈદ્ધાંતિક અથવા ટેક્નિકલ કુશળતાની જરૂર હોય છે. ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો લોકોને નોકરી આપવા માટે આ વિઝા પર આધાર રાખે છે.

યુનિવર્સિટીઓએ ટ્રમ્પના આ નિયમોમાં ફેરફારનો વિરોધ કર્યો હતો

તમને જણાવી દઈએ કે યુનિવર્સિટીઓએ પણ નિયમમાં ફેરફારનો વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીઓએ કહ્યું છે કે જો નવો નિયમ લાગુ કરવામાં આવે તો વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અમેરિકા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ નિયમ પરિવર્તનને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેના કારણે ફેડરલ કોર્ટે નિયમના અમલ પર સ્ટે ઓર્ડર આપી દીધો હતો.

અરજદારોએ કોર્ટમાં દલીલ કરી હતી કે આ નવા નિયમો ઈમિગ્રેશન અને રાષ્ટ્રીયતા કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ સાથે જ દલીલ પણ કરવામાં આવી હતી કે નિયમમાં ફેરફારના પરિણામે યુએસ યુનિવર્સિટીઓમાં ઓછા વિદ્યાર્થીઓ અરજી કરશે કારણ કે અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી નોકરી મેળવવાની તેમની તકો નહિવત હશે.

તમને જણાવી દઈએ કે અમેરિકન નાગરિકોની નોકરીઓને સુરક્ષિત રાખવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B ઉમેદવારો માટે ઉચ્ચ પગારવાળી નોકરીઓ લાયક કરીને નિયમ પરિવર્તનનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુએસ 65,000 નવા H-1B વિઝા આપે છે, જ્યારે અન્ય 20,000 યુએસ H-1B વિઝા માસ્ટર્સ ધરાવતા અરજદારો માટે અનામત છે.

આ પણ વાંચો : IRCTC: સમુદ્રની લહેરોનો આનંદ માણો, ભારતની પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રૂઝ લાઇનર આજથી શરૂ થશે, વાંચો સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો :વિપક્ષ પર પીએમ મોદીનું નિશાન, મારા જન્મદિવસે 2.5 કરોડ લોકોને રસી આપવામાં આવી હતી, પરંતુ તાવ એક રાજકીય પક્ષમાં આવ્યો છે, શું કોઈ તર્ક છે?

Latest News Updates

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">