પાકિસ્તાનમાં ‘ચા’ અને ‘સિગારેટ’ની કિંમત કેટલી? તમે જાણશો તો હેરાન થઈ જશો
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પર જાસૂસીના આરોપ લાગેલ છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાકિસ્તાનમાં સિગારેટ અને ચાના ભાવ વિશે વાત કરી રહી છે. તો ચાલો જાણીએ કે, પાકિસ્તાનમાં ચા અને સિગારેટની કિંમત શું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા છે. જેમાં પાકિસ્તાની દૂતાવાસ ખાલી કરાવવાનો અને સિંધુ જળ સંધિ રદ કરવાનો સમાવેશ થાય છે. તણાવના સમયે દુશ્મન દેશ સુધી કોઈ માહિતી ન પહોંચે તે માટે કડક પગલાં લેવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાંય બધી માહિતી બહાર પહોંચતી થઈ હતી. આ ઘટનાને જોતાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પર જાસૂસીના આરોપ લાગ્યા છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
ભારતીય ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના આરોપને લીધે પોલીસે જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરી છે. તે એક યુટ્યુબર છે જે ‘ટ્રાવેલ વિથ જો’ નામની ચેનલ ચલાવે છે. તેણે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, જેનો વીડિયો તેણે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેણે એક દુકાન પર સિગારેટના પેકેટ અને ચાના ભાવ વિશેની વાત કરી હતી.
View this post on Instagram
પાકિસ્તાનમાં સિગારેટના ભાવ
જ્યોતિ મલ્હોત્રાએ તેના ઇન્સ્ટાગ્રામ પર જે રીલ પોસ્ટ કરી છે તેમાં તે દુકાનદારને પૂછી રહી છે કે સિગારેટની કિંમત કેટલી છે અને તે તેને કહી રહ્યો છે કે તેની કિંમત 1350 રૂપિયા છે. જે ભારત કરતા લગભગ 10 ગણી વધારે છે. ભારતમાં સિગારેટના પેકેટની કિંમત 110 થી 150 રૂપિયાની વચ્ચે છે, જ્યારે પાકિસ્તાનમાં તે 1350 રૂપિયામાં મળે છે.
View this post on Instagram
પાકિસ્તાની ચાનો ભાવ
પાકિસ્તાનમાં ચા ભારત કરતાં ઘણી મોંઘી છે. જ્યોતિ મલ્હોત્રાના વીડિયો મુજબ, પાકિસ્તાનમાં એક કપ ચાની કિંમત 150 રૂપિયા છે, જે ભારતની સરખામણીમાં ઘણી મોંઘી છે. ભારતમાં, એક કપ ચા સામાન્ય રીતે 10 થી 15 રૂપિયામાં મળે છે, જ્યારે પાકિસ્તાનમાં તેની કિંમત 10 ગણી વધારે છે.
