AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશમાં હિંદુ પર અત્યાચાર, મંદિરો સળગાવાયા, જુઓ હૃદય દ્રાવક વાયરલ વીડિયો

બાંગ્લાદેશમાં અરાજકતા વચ્ચે હિંદુ મંદિરો અને નેતાઓ પર હુમલા થઈ રહ્યા છે. ઈસ્કોન મંદિર પર હુમલો કરી સળગાવી દેવામાં આવ્યો હતો. મંદિરમાં હાજર ભક્તોએ જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. હિન્દુ નેતાઓની હત્યાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ દરમિયાન સેનાએ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે.

બાંગ્લાદેશમાં હિંદુ પર અત્યાચાર, મંદિરો સળગાવાયા, જુઓ હૃદય દ્રાવક વાયરલ વીડિયો
Attack on the temple
| Updated on: Aug 06, 2024 | 6:47 PM
Share

શેખ હસીનાએ રાજીનામું આપીને બાંગ્લાદેશથી ભાગી ગયા પછી દેશની અંદર હિંદુઓ પર અત્યાચાર શરૂ થઈ ગયા છે. બાંગ્લાદેશમાં વિવિધ સ્થળોએ હિંદુ મંદિરો અને હિંદુ સમુદાય પર હુમલાના અહેવાલો છે. બાંગ્લાદેશથી આવી રહેલા અહેવાલો દર્શાવે છે કે હિંદુ ઘરો અને મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈસ્કોન અને કાલી મંદિર પર હુમલા થયા છે, ત્યારબાદ હિંદુઓએ પોતાનો જીવ બચાવવા માટે છુપાઈ જવું પડ્યું છે.

રંગપુરના હિંદુ કાઉન્સિલર કાજલ રોયની બદમાશોએ હત્યા કરી નાખી. આ દરમિયાન બાંગ્લાદેશની સેના હિન્દુ લઘુમતીઓની સુરક્ષા માટે આગળ આવી છે. સેનાએ હિંદુ પરિવારો, મંદિરો અને અન્ય પૂજા સ્થાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

બે હિંદુ નેતાઓની હત્યા

દેશમાં ઘણી જગ્યાએ હિંદુ સમુદાય પર હુમલાના અહેવાલો સામે આવ્યા બાદ આ હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા હતા. શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ પર હુમલાની સાથે બદમાશોએ લઘુમતીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. રાજધાની ઢાકા સ્થિત ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રમાં તોડફોડ કરવામાં આવી છે. ઓછામાં ઓછા બે હિન્દુ કાઉન્સિલરની હત્યાના અહેવાલ છે. કાજલ રોય ઉપરાંત અવામી લીગના હરધન રોયની રંગપુર જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

મહિલા સાથે અત્યાચારનો વીડિયો

ઇસ્કોન મંદિર પર હુમલો

હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના કાજલ દેબનાથે કહ્યું છે કે તણાવ વચ્ચે સમુદાય ડરી ગયો છે. ઇસ્કોન ઇન્ડિયાના પ્રવક્તા, યુધિષ્ઠિર ગોવિંદ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે સંસ્થાના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો અને મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી. તેણે કહ્યું કે મંદિરોમાં હાજર ત્રણ લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા.

તેમણે કહ્યું, મને મળેલી માહિતી મુજબ, મેહેરપુર (ખુલના વિભાગ)માં અમારા એક કેન્દ્રમાં ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા દેવીની મૂર્તિઓ સાથે બાળી નાખવામાં આવી હતી. મંદિરમાં રોકાયેલા ત્રણેય ભક્તો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.

મંદિર સળગાવ્યાનો વીડિયો

નેધરલેન્ડના નેતા ગીર્ડ વાઈલ્ડરે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી છે. તેણે X પર લખ્યું, ‘બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા ભયાનક છે. તેઓની હત્યા કરવામાં આવી રહી છે અને અસંસ્કારી ઇસ્લામિક ટોળાઓ દ્વારા તેમના ઘરો અને મંદિરોને બાળવામાં આવી રહ્યા છે. આ તાત્કાલિક બંધ કરવું જોઈએ’

મંદિર તોડયા બાદની સ્થિતિ

નોંધ -ઉપર દર્શાવેલા વીડિયોની TV9 ગુજરાતી પુષ્ટી કરતું નથી

પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે
મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે
બે દિવસમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ
બે દિવસમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ
અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ,એક ઘટનામા 2 વ્યક્તિ દાઝ્યા
અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ,એક ઘટનામા 2 વ્યક્તિ દાઝ્યા
g clip-path="url(#clip0_868_265)">