AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

French Presidential Election: ઈમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતે તેવી શક્યતા વધુ, લી પેનની રાહ મુશ્કેલ

યુરોપિયન યુનિયનની (EU) પૂર્વ સરહદ પર ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ચૂંટણીનું આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણું મહત્વ છે. આમાં, યુદ્ધ પછી ફ્રાન્સની ઓળખ ફરીથી સ્થાપિત કરવી અને તે નક્કી કરવું કે યુરોપિયન વસ્તીનું ઉત્થાન થયું છે કે પતન.

French Presidential Election: ઈમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતે તેવી શક્યતા વધુ, લી પેનની રાહ મુશ્કેલ
French President Emmanuel MacronImage Credit source: AFP (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 11:35 PM
Share

ફ્રાન્સમાં (France) યોજાઈ રહેલી પ્રમુખપદની ચૂંટણીમાં (Presidential Election) ઈમેન્યુઅલ મેક્રોનની (Emmanuel Macron) જીતની શક્યતાઓ વધુ છે, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી દક્ષિણપંથી ઉમેદવાર મરીન લી પેનનો માર્ગ મુશ્કેલ જણાય છે. જોકે, રવિવારે બીજા અને અંતિમ તબક્કાના મતદાન બાદ જ દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે તે સ્પષ્ટ થશે. જો ઇમેન્યુઅલ મેક્રોન આ ચૂંટણી જીતી જાય છે, તો તેઓ 20 વર્ષમાં બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા પ્રથમ વ્યક્તિ બનશે. લગભગ તમામ ઓપિનિયન પોલ્સ 44 વર્ષીય ઈમેન્યુઅલ મેક્રોનની જીતની આગાહી કરી રહ્યા છે. જો કે તેઓ પોતાના પ્રતિસ્પર્ધીને કેટલા મતોથી હરાવી શકશે તે અંગે અસમંજસ પ્રવર્તી રહી છે.

આ પહેલા 10 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનમાં 10 અન્ય ઉમેદવારો પણ સામેલ થયા હતા. ચૂંટણી દરમિયાન, ડાબેરી વલણ ધરાવતા લોકો મૂંઝવણની સ્થિતિમાં હોય છે જેઓ એમેન્યુઅલ મેક્રોનને પસંદ નથી કરતા, પરંતુ તેઓ દક્ષિણપંથી મરીન લી પેનને પણ મત આપવા માંગતા નથી. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ ફ્રેન્ચ પોલિંગ એજન્સીએ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની દક્ષિણપંથી ઉમેદવાર મરીન લી પેન પર લીડની આગાહી કરી હતી.

ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 12 ઉમેદવારો લડી રહ્યા છે

એજન્સી દ્વારા આપવામાં આવેલા અનુમાન મુજબ, મતદાનના પ્રથમ તબક્કામાં, જ્યાં ઈમેન્યુઅલ મેક્રોનને 27 થી 29 ટકા મતદારોનું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે, તો 23 થી 24 ટકા વોટ લી પેનના ખાતામાં જઈ શકે છે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, 48 મિલિયન મતદારો આ ટોચના પદ માટે 12 ઉમેદવારોમાંથી એકને પસંદ કરશે. ઇમેન્યુઅલ મેક્રોન ઉપરાંત, દક્ષીણપંથી ઉમેદવાર મરીન લી પેન અને ડાબેરી નેતા જીન-લુક્સ મેલેન્કોન પ્રમુખપદની રેસમાં અગ્રણી ઉમેદવારોમાં સામેલ છે.

મોટી સંખ્યામાં ફ્રેન્ચ નાગરિકો તેમની સમસ્યાઓ પ્રત્યે ઈમેન્યુઅલ મેક્રોનની ઉદાસીનતાથી રોષે ભરાયા છે અને કહે છે કે મેક્રોને ખોરાક, બળતણ વગેરેને લગતી ઘરેલું સમસ્યાઓને બદલે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુરોપિયન યુનિયનની પૂર્વ સરહદ પર ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ચૂંટણીનું ઘણું મહત્વ છે. તેમાં યુદ્ધ પછીની ફ્રાન્સની ઓળખ પુનઃસ્થાપિત કરવી અને યુરોપિયન વસ્તીનો વિકાસ થયો છે કે પતન થયુ છે તે નક્કી કરવાનો સમાવેશ થાય છે. 2017 માં, મેક્રોને મરીન લે પેનને મોટા માર્જિનથી હરાવ્યા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું.

આ પણ વાંચો :  Russia Ukraine War Timeline: બે મહિનાના યુદ્ધમાં શહેરો કાટમાળમાં ફેરવાયા, હજારો લોકોએ ગુમાવ્યા જીવ, જાણો 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં શું થયું

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">